Maahi Parmar

Drama Romance

4.3  

Maahi Parmar

Drama Romance

માહી પ્રેમ - ૦૬

માહી પ્રેમ - ૦૬

4 mins
264


માહી અને સ્વેતુ હવે અલગ થય ગયા છે. માહી સ્વેતુ વિના એકલો જ થઇ ગયો છે જાણે. હજુ ક્યારેક તે સ્વેતુને જોઈ આવતો પણ માહી હવે ધ્યાન રાખે છે કે તેના લીધે કોઈ બીજા ને નુકશાન ના થાય.

માહી ના દિલ માં તો હજી સ્વેતુ નું જ રાજ છે. હવે માહી બસ તેને રોજ સ્કુલ થી ક્યારેક જતા કે આવતા જોવે છે અથવા તો સ્વેતુ ના ઘર પાસેથી નીકળે અને ક્યારેક તે બાલ્કની માં ઉભી હોય તો માહી તેને જોઈ લે છે.

આમ ને આમ બંને ની સ્કુલ પૂરી થઈ જાય છે અને બંને કૉલેજ માં આવી જાય છે. માહી અને સ્વેતુ બંને અલગ અલગ પ્રવાહમાં હતા તો બંને અલગ અલગ કૉલેજ માં જ છે. પણ માહી રોજ ઘરે થી વહેલો નીકળતો અને રસ્તા માં થોડી વાર રોકાઈ જતો કે જેથી તે સ્વેતુ ને જોઈ શકે.

આમ ને આમ માહી અને સ્વેતુ વચ્ચે વાત નથી થઇ તેને એક વર્ષ જેવું થાય છે. પણ, માહી ફરીથી એક વાર સ્વેતુ ની સાથે વાત કરવા પ્રયાસ કરે છે. 

સ્વેતુ રોજ બપોરે કૉલેજ થી ઘરે બ્રેક માં આવતી એ માહી ને ખબર હતી. ત્યારે રસ્તામાં ભીડ પણ ઓછી હોઈ અને સાંજે જ્યારે સ્વેતુની કૉલેજ છૂટતી ત્યારે માહી ક્લાસે હોઈ એટલે ત્યારે મળવું અઘરું હતું તો માહી એક દિવસ ફરીથી બપોરે જ્યારે સ્વેતુ ઘરે જતી હોય છે ત્યારે વાત કરવા માટે જાય છે.

માહી : સ્વેતુ, મારે તારી સાથે વાત કરવી છે.

( સ્વેતુ કઈ જવાબ નથી આપતી )

માહી : સ્વેતુ, પ્લીઝ... ગાડી ઊભી રાખ ને મારે વાત કરવી છે. 

સ્વેતુ : ( ગુસ્સા માં ) બોલ શું વાત કરવી છે હું ગાડી ઊભી નથી રાખવા ની તારે જે કહેવું હોઈ તે જલ્દી કહી દે.

માહી : પણ આમ તને કેમ ચાલુ ગાડી એ કહેવું.

સ્વેતુ : હા, પેલા તો બહુ વાતો કરતો ચાલુ સાઇકલે આપણે સ્કુલ થી છૂટતા ત્યાર બાદ, કે હવે ગાડી આવી એટલે...?

માહી : અરે ના સ્વેતુ એવું કઈ નથી પણ મારે તારી સાથે જરૂરી વાત કરવી છે.

સ્વેતુ : હા, મને ખબર છે તારી જરૂરી વાત તારી લાગણી સિવાય કઈ નહિ હોય.

( માહી સ્વેતુનો આવો ગુસ્સા વારો સ્વભાવ પેલી વાર જોવે છે આટલો બધો ગુસ્સો શું વાત નો છે એ માહીને ખબર નથી પડતી )

માહી : હા, મારે એ જ વાત કરવી છે.

સ્વેતુ : પહેલા પણ મે તને ના જ પાડી છે જે સંબંધ શક્ય જ નથી શા માટે તું એ જ બાંધવા માટે તરસે છે ?

માહી : પણ સ્વેતુ તું વાત તો સાંભળ.

સ્વેતુ : ના માહી એ વાત નથી કરવી મારે તારે બીજૂ કઈ હોઈ તો કહે બાકી એ વાત ની ચર્ચા હવે મારે નથી કરવી.

( સ્વેતુ નો આવો સ્વભાવ અને ગુસ્સો જોઈ માહી કઈ બીજુ બોલતો નથી અને બસ સ્વેતુના ઘર સુધી જાય છે અને ત્યાં થી નીકળી જાય છે.)

પછી માહી ક્યારેય સ્વેતુ સાથે વાત કરવા ના ગયો બસ તેને દૂર થી જોયા રાખતો. આ વાત ને પણ છ મહિના જેવું વીતી ગયું. 

પણ જાણે પ્રકૃતિ પણ એ બંને ને ભેગા કરવા સાથ દેતી હોય કે શું. માહી એકવાર સ્ટેશનરી ની દુકાને જાય છે ત્યાં પહોંચતા જ માહી સ્વેતુ ને જોવે છે એ વાત કરવા તો તડપે છે પણ એ આગળ નથી વધતો અને ત્યાં જ ઊભો રહી જાય છે સ્વેતુ ત્યાં થી નીકળી જાય છે પછી જ માહી તે દુકાન માં જાય છે. 

માહી ના મિત્રો તેની સાથે છે એ તેને પૂછે છે કેમ માહી તું સ્વેતુ ને મળ્યો નહી અને તે જતી રહી પછી તું અંદર આવ્યો. માહી બીજી જ કંઇક વાતો કરી એ પ્રશ્નને જતો કરે છે.

બે દિવસ પછી માહી ક્લાસે પહોંચે છે અને પોતાનો મોબાઈલ બંધ કરવા જાય છે. ત્યાં જુવે છે કે કોઈ ના મેસેજ આવે છે છેલ્લા બે દિવસ થી કે માહી કેમ છે ને હલ્લો ને એવા બધા પણ કોઈ અજાણ્યા ના મેસેજ છે એટલે માહી ધ્યાન નથી દેતો પણ આજ ત્રીજો દિવસ હતો ને આજ પણ મેસેજ હતો એટલે માહી હવે તેની સાથે વાત કરે છે.

સામેથી : હેલ્લો.

માહી : કોણ?

સામેથી : હું સ્વેતુ.

( આવો મેસેજ આવતા જ માહી ગુસ્સે થઈ જાય છે આની પહેલા પણ માહી ના મિત્રો એ તેને હેરાન કર્યો હોય છે આવી રીતે મેસેજ કરી ને સ્વેતુનું નામ લઈ ને )

માહી : ઑય, કોણ છે એ સીધું સીધું કહી દે.

સામેથી : માહી સાચે, હું સ્વેતુ જ છું.

માહી : ખોટું બોલ માં રહેવા દે મારી સાથે મારા ફ્રેન્ડ એ આ રીતે મજાક કરેલ છે આની પહેલા પણ, સાચું બોલીજા કોણ છે.

સામેથી : માહી, સાચેજ હું જ છું.

માહી : મારે હમણાં ક્લાસ ચાલુ થાય છે, મારી પાસે ખોટા મજાક નો અત્યારે સમય નથી. બાય.

આટલું કહી માહી પોતાનો મોબાઇલ બંધ કરી દે છે પણ એનું મન હજુ તે મેસેજો માં જ ખોવાયેલું છે કે સાચેજ સ્વેતુ નો મેસેજ હશે કે ફરીથી કોઈ તેની મજાક કરી રહ્યું છે આની પહેલા પણ તેની સાથે આવું તેના મિત્રો એ તેની સાથે કર્યું હોઈ છે. પણ હાલ તો તેનો ક્લાસ ચાલુ હોઈ છે તો વાત પણ ના કરી શકે પણ તે આખો લેક્ચર ભણવામાં તેનું મન જ નથી તેનું ધ્યાન તો એ મેસેજ માં જ હતું કે કોણે મેસેજ કર્યો હશે સાચેજ સ્વેતુ નો મેસેજ છે કે શું . .


Rate this content
Log in

Similar gujarati story from Drama