Maahi Parmar

Drama Romance

3  

Maahi Parmar

Drama Romance

માહી પ્રેમ - ૦૭

માહી પ્રેમ - ૦૭

6 mins
172


માહી ના મોબાઇલ માં મેસેજ આવ્યા છે તે સ્વેતુ ના છે કે કોઈ બીજા ના તે જ વિચારો માં છે માહી હજુ. ક્લાસ જેવા પૂરા થયા એટલે માહી એ ફરીથી મેસેજ કર્યો. 

આવી રીતે બે - ત્રણ વાર તેના મિત્રો એ તેની સાથે રમૂજ કરી હતી અજાણ્યા બની સ્વેતુ નું નામ લઈ માહી ને હેરાન કર્યો હતો.પણ દર વખતે ની જેમ આ વખતે પણ માહી પાછો મેસેજ કરે છે એ જ આશા એ કે કાશ તે સ્વેતુ જ હોઈ અને ફરીથી વાત કરવા માંગતી હોઈ.

માહી એ મેસેજ તો કરી દીધો કે " હેલ્લો!, સાચે જ સ્વેતુ તું જ છો ? "

પણ સામે થી ત્યારે જવાબ નથી આવતો બીજા દિવસે જવાબ આવે છે કે " હા, માહી હું જ છું સ્વેતુ જેને તું પ્રેમ કરે છે તે જ સ્વેતુ. "

હજુ માહી ને વિશ્વાસ ન હતો થતો કે ખરેખર સ્વેતુ નો મેસેજ આવ્યો એટલે ખરાય કરવા તેણે પોતાના બે વચ્ચે જ થયેલી અને એમના બે સિવાય કોઈ ના જાણતા હોઈ તેવી વાતો પૂછી ત્યારે ખાતરી થઇ.

માહી : સ્વેતુ, તું ક્યાં હતી આટલો બધો સમય ? અને આજ અચાનક કેમ આ મેસેજ ? 

સ્વેતુ : માહી, બસ એમ જ મેસેજ કર્યો હતો તારી પાસે માફી માંગવા.

માહી : કેમ. . . મારી પાસે ને માફી ?,સ્વેતુ શું થયું છે ? બધું ઠીક તો છે ને ?

સ્વેતુ : માહી, મને માફી આપીશ ?

માહી : અરે સ્વેતુ આપણા બંને વચ્ચે માફી ની ક્યાં વાત જ આવી તે શું ગુનો કર્યો ?, કે તારે મારી પાસે માફી માંગવી પડે.

સ્વેતુ : માહી, મે તને આટલો બધો હેરાન કર્યો તું મારી સાથે વાત કરવા આવતો પણ હું વાત ના કરતી તને ગુસ્સા માં જવાબ આપતી.

માહી : ઑય.... સ્વેતુ, એ રેવા દે બધી જૂની વાત એ ભલે ને થયું કોઈ કારણ હશે તો જ તે આમ કર્યું હશે ને.

સ્વેતુ : માહી.... તું પણ મને માફી તો માંગવા દે આમ જ હજુ એવો ને એવો. . . 

માહી : ના, સ્વેતુ મે તને પેહલા થી જ કીધું છે તારે મને આ માફી નું નહીં કહેવાનું હું કયારેય તારા થી નારાજ થયો જ નથી કે તારે માફી માંગવી પડે.

સ્વેતુ : માહી, તોય તે મારી ભૂલ બદલ મને માફ કરી દે માહી.

માહી : સ્વેતુ, એ વાત જવા દે તું એ કહે તારું ભણવા નું કેવું ચાલે , હવે તો તમે ડોક્ટર બનવાના ને ?

સ્વેતુ : હા. તને કેમ ખબર ?

માહી : અરે ડૉક્ટરમેડમ અમે તો તમને પ્રેમ કર્યો છે તો બધી જ ખબર હોઈ ને તમે ક્યાં હોવ શું કરતા હોવ એ તો ખબર હોઈ ને.

સ્વેતુ : હા, એ છે.

માહી : તો પછી, અને મને એ પણ ખબર છે તું કઈ કૉલેજમાં છે ક્યારે તારી કૉલેજ પૂરી થાય છે ક્યારે તું બ્રેક માં ઘરે આવે છે. 

સ્વેતુ : ઓહો !, આટલી બધી ધ્યાન રાખે છે તું ?

માહી : ધ્યાન તો રાખવી પડે ને તમારી.

સ્વેતુ : માહી તું જરા પણ નથી બદલાયો હજુ સ્કુલ માં જેવો હતો તે જ.

માહી : અરે એવું નહી પણ તારી સાથે વાત કરવા માં મારે શું બદલવા નું ને શું વિચારવા નું બાકી બદલાવ તો ઘણો આવ્યો છે મારામાં પણ, તું મળે એટલે તને કહું.

સ્વેતુ : અરે ના માહી મળવાનું તો હમણાં શક્ય નથી મારે આ હમણાં એક્ઝામ આવે છે.

માહી : અરે એ તો હું ગોઠવી દઈશ.

સ્વેતુ : માહી, તું મારા થી ગુસ્સે છે ?

માહી : અરે ના . . .

સ્વેતુ : માહી, સાચું કહેજે સાચે મારા થી ગુસ્સે છો ?

માહી : સ્વેતુ, તું કેમ આવા પ્રશ્નો પૂછે છે ? હું તારા થી જરાક પણ ગુસ્સે નથી અને ના તો તારે એકેય વાત ની માફી માંગવા ની જરૂર છે.

સ્વેતુ : માહી, તું કેમ આમ વાત જતી કરે છે ?

માહી : મે ક્યાં કઈ વાત જતી કરી જે વાત નું કંઇ મહત્વ જ નથી તે વાત શા માટે કરવી એ વાત ભૂલી ને આગળ ની વાત કરી. તું મને કહે કેવી ચાલે તારી એક્ઝામ ની તૈયારી ?

સ્વેતુ : સારી ચાલે છે. હજુ એમ તો વાર છે મેઈન એક્ઝામ ને આ તો કૉલેજ ની જ ઇન્ટરનલ એક્ઝામ છે.

માહી : સારું, તો પણ તું એમાં સારા માર્કસ મેળવીશ એ મને ખબર છે. 

સ્વેતુ : એ કંઇ થોડું નક્કી હોઈ તું પણ શું . . .

માહી : અરે, મને તો ખબર હોઈ ને તારી. કદાચ તને યાદ હોઈ તો આપણે બંને સાથે જ બેસતા સ્કૂલમાં.

સ્વેતુ : હા માહી, એ તો યાદ હોઈ જ ને.

માહી : તો ત્યાર થી જ મને ખબર છે તને ઓછા માર્કસ થી નફરત છે.

સ્વેતુ : એવું કંઈ નથી હો માહી, મારા એટલા બધા સારા માર્કસ નથી આવતા.

માહી : રેવા દે તું મારા કરતાં તો સારા જ માર્કસ મેળવતી તું.

સ્વેતુ : હશે, આમેય તું મને નઈ જીતવા દે આ તારા પ્રેમ માં. 

માહી : અરે વાહ, હાશ . . . 

સ્વેતુ : કેમ ?, હાશ . . .

માહી : તને મારો પ્રેમ તો દેખાણો એટલે હાશ.

સ્વેતુ : અરે ના માહી એવું બધું કંઈ નહિ. આ તો તું એવી વાતો કરતો હતો એટલે.

માહી : કેમ ? તને મારા થી પ્રેમ નથી.

સ્વેતુ : માહી, એ વાત રેવા દે ને હમણાં હજુ આપણે વાત કરતા શરૂ થયાં ને તું સીધું આવું ના પૂછ.

માહી : ઠીક છે, તો બીજી કઈ વાત કરી.

સ્વેતુ : માહી, હવે હું જાઉં છું ઘરે મારે પણ કૉલેજ થી ઘરે જવું છે તો . . .

માહી : હા, ઘરે પહોંચી ને મેસેજ કરજે મને.

સ્વેતુ : ના માહી એ હવે આપણે વાત નહીં કરી આ તો મારે માફી માંગવી હતી એટલે મેં મેસેજ કર્યો.

માહી : સ્વેતુ. . . મે તને ના પાડી ને એ વાત ની 

સ્વેતુ : હા, માહી તો પણ મારે કહેવું હતું.

માહી : હા, પણ હવે થી એ ક્યારેય ના કહેતી.

સ્વેતુ : ભલે હવે થી નહિ કહું.

માહી : પણ માહી ઘરે જઈ ને કદાચ તને તકલીફ હોઈ તો રાતે કે કાલે મારી સાથે વાત કરજે તું ગમે ત્યારે મેસેજ કરીશ હું તારી સાથે વાત કરીશ બસ એક ખાલી આ ક્લાસ હોઈ ત્યારે જ વાત ના થઇ શકે બાકી હું કૉલેજે માં હઈશ તો પણ વાત કરીશ તું મેસેજ કરજે ને.

સ્વેતુ : પણ, માહી ફરીથી જો આપણે આમ વાત કરતા થઈ જાશું તો ફરીથી પેહલા જેવું થશે.

માહી : ભલે ને થાય. 

સ્વેતુ : માહી તું સમજ ને હું કંઇક મજબુર છું.

માહી : સ્વેતુ, અત્યારે તારે મોડુ થાય છે ઘરે જવાનું તું ઘરે જા આપણે પછી વાત કરીશું આ બધી.જ્યારે તારા થી શક્ય હોઈ ત્યારે તું મને મેસેજ કરજે બસ.

સ્વેતુ : હા, માહી.

માહી : ભલે સ્વેતુ, આવજે. તારું ધ્યાન રાખજે.

સ્વેતુ : હા માહી તું પણ તારું ધ્યાન રાખજે.

આમ બંને દોઢ વર્ષ પછી વાત કરે છે આટલી બધી. માહી ને ખબર છે સ્વેતુ ને કંઇક તકલીફ છે પણ જ્યાં સુધી સ્વેતુ કહેશે નહીં ત્યાં સુધી થોડી માહી ને ખબર પડશે. સ્વેતુ ને પણ માહી ગમે છે તે પણ તેને પ્રેમ કરે છે પણ તે મજબુર છે.

એક બાજુ માહી તડપે છે સ્વેતુ સાથે ફરથી વાત કરવા અને બીજી બાજુ સ્વેતુ પીડાય છે પોતાની તકલીફ થી તે પણ માહી ને કેહવા ઈચ્છે છે પણ આમ સીધું તો ના કહી શકાય તેનાથી અને માહી રાહ જૂએ છે કે, સ્વેતુ નો મેસેજ જલ્દી થી આવે.


Rate this content
Log in

Similar gujarati story from Drama