માહી પ્રેમ - ૦૯
માહી પ્રેમ - ૦૯
માહી હજુ રાહ માં જ છે કે સ્વેતુનો મેસેજ હમણાં આવશે, એટલામાં મેસેજ આવ્યો તો પણ માહી નિરાશ જ રહ્યો.
કેમકે મેસેજ એમ હતો કે, " માહી, મારે આજે કૉલેજ માં રીડિંગ માટે રોકાવાનું છે તો હું ઘરે મોડેક થી જઈશ એટલે આજ વાત નહીં થાય. તું આજ રાહ ના જોતો તારે પણ મારે લીધે મોડુ થઈ જાશે તો તને ઘરે ખીજાશે એટલે તું સમયસર ઘરે પહોંચી જજે આપણે કાલ વાત કરીશું."
આવો મેસેજ આવતા માહી થોડોક નિરાશ તો થાય છે પણ આવતી કાલે વાત થશે એટલે થોડીક ખુશી પણ છે.
બીજા દિવસે સવારે માહી સ્વેતુના મેસેજ ની રાહ જોવે છે.સ્વેતુ કૉલેજ એ પહોંચી ને મેસેજ કરે છે.
સ્વેતુ : માહી, ગઈ કાલ તું પહોંચી ગયો હતો ને ઘરે સમયસર.
માહી : તમારો હુકમ હોઈ તો પહોંચી જ જવું પડે ને...
સ્વેતુ : તો બધા હુકમો માન મારા.
માહી : હા, માનીશ.
સ્વેતુ : તો તને મે કહ્યું હવે થી આપણે વાત નહીં કરી એ કેમ નહીં માનતો.
માહી : અરે... એવું થોડી માનવા નું હોઈ.
સ્વેતુ : તો કેવું માનવા નું હોઈ.
માહી : એ ખબર નહીં.
સ્વેતુ : કેમ ખબર નહીં?
માહી : સ્વેતુ, મને ખબર છે તું ડરે છે મારા થી વાત કરવા થી કે જો આપણે વાત કરીશું તો બધું ફરીથી પહેલા જેવું થશે અને ફેમિલી ઇસ્યુ થશે.
સ્વેતુ : હા, માહી.
માહી : સ્વેતુ, આપણે આટલો સમય દૂર રહ્યા એકબીજા થી પણ આ છ - સાત દિવસો ની વાત થી મને એવું નથી લાગતું કે આપણે જરા પણ એકબીજા થી દુર હોઈએ.
સ્વેતુ : હા, આપણે આટલી વાર ઓચિંતા ના મળી જતા ઘણીવાર અને જ્યારે હું ગુસ્સે હતી તારા પર અને તું મારી સ્કૂલે આવતો ત્યારે પણ મને જાણે પહેલા થી જ ખબર પડી જતી કે આજ તું આવનો છે એવું અંદર થી જ લાગતું અને હું મારી ફ્રેન્ડ ને કહેતી કે આજ માહી આવશે અને સાચે જ તું તે દિવસે આવતો હું તને જોઈ ને એક રીતે ખુશ થતી પણ આ બધું માંડ પૂરું થયું હતું એટલે હું થોડીક ગુસ્સે પણ થતી.
માહી : શું પૂરું થયું?
સ્વેતુ : આપણા બંને વચ્ચે ની વાતો અને સ્કુલ બાદ ની મુલાકતો.
માહી : વાહ... શું શબ્દો લખ્યાં છે અંત્યાનુપ્રાશ.
સ્વેતુ : શું ?
માહી : અરે કઈ નહીં. એતો બસ એમજ પણ સ્વેતુ એ કઈ જ પૂરું નથી થયું તું ઈચ્છે તો હજુ પણ ...
સ્વેતુ : ના... માહી.
માહી : હા, સ્વેતુ.
સ્વેતુ : માહી હવે મારે હમણાં લેક્ચર ચાલુ થશે તને પછી મેસેજ કરું.
માહી : હા,
આમ બંને વચ્ચે પાછી વાતો તો શરૂ થાય છે. સ્વેતુ માહી સાથે વાત કરવા માંગે છે અને માહીને પોતાની લાગણી કહેવા માંગે છે પણ પરિવાર નો ડર તેને પોતાની લાગણી કહેવા નથી દેતો. માહી પણ વ્યાકુળ છે સ્વેતુ સાથે વાત કરવા અને પોતાના જીવનમાં તેને એક અલાયદું જ સ્થાન દેવા પણ હવે આ નસીબ ની ગાડી ક્યાં લાવી ને ઊભા રાખે છે બંને ને એ જોવાનું રહ્યું ..