માહી પ્રેમ - ૦૪
માહી પ્રેમ - ૦૪
બોર્ડ ની પરીક્ષા પછી પ્રવાહ બદલાતા ઘણા મિત્રો છૂટા પડી જાય છે એવી જ રીતે માહી અને સ્વેતુ છૂટા પડ્યા.
થોડોક સંપર્ક હતો પણ એ પણ લાંબા સમય સુધી નહિ.
હજુ તો બીજું કઈ થાય એ પહેલા જ સ્વેતુ ના પપ્પા ને ખબર પડે છે આ બંન્ને વિશે. સ્વેતુ ના પપ્પા માહી ને કોલ કરે છે અને એમાં કોઈ વાત માં માહી થોડોક ગુસ્સે થાય છે પણ માહી ને સ્વેતુ ના પપ્પા વાત કરવાની ના કહે છે અને સ્વેતુ ને તો એમણે શું કહ્યું હશે એ હજુ માહી ને નથી ખબર એટલે માહી સ્વેતુ ને મેસેજ કરે છે પણ કઈ સરખો જવાબ ના મળ્યો પછી થોડોક સમયમાં સામે થી હવે જવાબ આવતા ધીમા થયા છે અને એક સમયે થી સાવ બંધ જ થય ગયા.
માહી વ્યાકુળ છે સ્વેતુ સાથે વાત કરવા.
એક જ ગામ માં હોય અને કયારેક તો ભેટો થવાનો જ એ આશા માં માહી છે, કે મળશે ત્યારે સરખી વાત કરીશું એટલે આ સમસ્યા નું સમાધાન મળી જશે અને એ દિવસ પણ આવ્યો.
એક દિવસ માહી ગામમાં હતો ત્યાં એક બુક સ્ટોર માં તેને સ્વેતુ દેખાણી એ ઉત્સાહ માં જલ્દી થી પાછો ગાડી નો યુ ટર્ન મારી પહોંચવા જાય છે ત્યાં તો સ્વેતુ ત્યાંથી નીકળી ગઈ હોય છે માહી જલ્દી થી એની પાછળ જાય છે અને થોડી જ દૂર તેને સ્વેતુ મળી પણ જાય છે.
બંન્ને ચાલુ ગાડી એ છે માહી સ્વેતુ ને જોઈ ઘણો ખુશ છે પણ સ્વેતુ ના મુખ પર કંઇક અલગ જ હાવભાવ હતા
એટલે માહી પૂછે છે.
માહી: હેલ્લો, સ્વેતુ શું થયું છે? કેમ આટલી દુઃખી ?
(સ્વેતુ કઈ જવાબ નથી આપતી બસ આંખોના ખૂણે થોડીક ભીનાશ છે)
માહી: અરે સ્વેતુ શું થયું કેમ રડે છે તારા પપ્પા સાથે થોડો સમય પહેલા વાત થય હ
તી, તેણે તને કઈ કહ્યું ?
સ્વેતુ: માહી, પપ્પા એ ના પાડી છે તારી સાથે વાત કરવાની કે તને મળવા ની એટલે મહેરબાની તું અહી થી જા.
માહી: પણ સ્વેતુ કે તો ખરા શું થયું છે ? તું મને કહીશ નહિ તો હું કેમ સમજીશ
સ્વેતુ: માહી, તને મે કહ્યું ને તું અત્યારે જા આપણે વાત નહિ કરી શકી
માહી: ભલે
(માહી ત્યાં થી જ ગાડી નો ટર્ન મારી લે છે. જે માહી રોજ સ્વેતુ ને તેના ઘર ની ગલી સુધી મુકવા જતો એ આજ સ્વેતુ ને ત્યાં વચ્ચે થી મૂકીને આવી જઈ છે એની આંખો માં પણ હવે આંસુ છે ઘરે પહોંચે છે ત્યાં વચ્ચે એનો મિત્ર મળે છે એને પૂછે છે શું થયું પણ કઈ જવાબ નથી આપતો કોઈ સાથે વાત નથી કરતો)
પછી એકાદ મહિના સુધી એક બીજા ને મળ્યા નહિ કે વાતો પણ નથી કરી. એક બાજુ સ્વેતુ પોતાના ભણતર અને ભવિષ્ય માં ખોવાયેલી છે. તો બીજી બાજુ માહી સ્વેતુ ને પોતાનું ભવિષ્ય માની બેઠો છે.
હજુ પણ માહી એ તો હાર માની જ નહતી તે હજુ ક્યારેક સ્વેતુ ની સ્કુલ બાજુ જઈ આવતો અને તેને દૂર થી જોઈ આવતો પણ ખબર નહી સ્વેતુ પણ દર વખતે પહેલે થી જ ખબર હોય કે શું દર વખતે તે માહી જે બાજુ હોય ત્યાં તેને જોઈ લેતી પણ એ પણ કઈ બોલતી નહિ અને માહી પણ કંઇ ના બોલતો બન્ને એક બીજા ને દૂર થી ઉભા રહી જોયા કરે. એક વાર માહી એ હિંમત કરી તેની પાસે જવાની પણ ત્યાં જ સ્વેતુ ની કોઈ બહેનપણી આવી ગઈ તેની પાસે એટલે માહી થંભી જાય છે આગળ નથી વધતો પણ સ્વેતુ એને જોતી હતી અને જાણે આંખો થી કેમ એમ કહેતી હોય કે તું આવે મારી પાસે અને મારી સાથે વાત કરે પણ બંન્ને એક બીજા ને જોયા રાખે છે . . .