માહી પ્રેમ - ૧૦
માહી પ્રેમ - ૧૦


માહી અને સ્વેતુ બંને ફરીથી વાતો કરતા તો થયાં પણ સ્વેતુ ડર સાથે વાત કરે છે માહી સાથે પોતાની બધી વાત નથી કરી શકતી પણ માહી તેને સમજાવે છે કે સ્વેતુ તારા મનમાં જે વાત છે એ કહી દે એનો ઉકેલ લાવવામાં હું તારી મદદ કરીશ.
પણ સ્વેતુ નો ડર તે વાત કહેવા નથી દેતો અને તેના મન માં બીજા જ પ્રશ્નો આવ્યા રાખે છે. આ રીતે બંને એ બીજા ચાર - પાંચ દિવસ વાત કરી પણ માહી ને સ્વેતુ ના આ બધા પ્રશ્નો કોઈક જગ્યા એ મુંઝવતા હતા એટલે ફરીથી માહી સ્વેતુ ને મળવા માટે બોલાવે છે ફરીથી બંને મળે છે અને માહી તેને બધું પૂછે છે કે તેને શું થયું છે ને કેમ આમ કરે છે પણ સ્વેતુ કઈ સરખો જવાબ નથી આપી શકતી ત્યારે ફરીથી માહી સ્વેતુ ને કહે છે.
માહી : સ્વેતુ, મારી વાત સાંભળ આજ મે તને એટલા માટે મળવા બોલાવી છે કે મારે તને કંઇક કહેવું છે.
સ્વેતુ : હા, શું કહેવું છે?
માહી : સ્વેતુ, આની પહેલા પણ આ વાત કરી છે પણ આજે ફરીથી કરું છું.
સ્વેતુ : કઈ વાત?
માહી : હું તને પ્રેમ કરું છું અને આખું જીવન તારી સાથે વિતાવવા માંગુ છું.
સ્વેતુ : માહી, આ તે ફરીથી ચાલુ કર્યું ને તને કહ્યું હતું ને આ ના બોલ તો પણ...
માહી : પણ સ્વેતુ તું આટલા દિવસ થી આપણે વાત કરી. તું સરખી રીતે વાત પણ અમુક વાર નથી કરતી તો મે વિચાર્યુ કે આ કહી દવ તો કદાચ તું સરખી રીતે કોઈ પણ ડર કે સંકોચ વગર મને બધી વાત કરી શકે.
સ્વેતુ : એ તારી વાત સાચી પણ માહી હું કોશિશ કરીશ બસ હવેથી ...
માહી : હા, મારા થી ડરવા ની જરૂર નથી.
સ્વેતુ : એમ..., હું તારા થી ડરતી નથી માહી.
માહી : તો સારું.
સ્વેતુ : આ જીવનભર ના સાથ નું તે વિચારી લીધું છે તે તો છોકરાવ ના નામ પણ વિચારી જ લીધા હશે.
માહી : ના, હજુ એટલું બધું નથી વિચાર્યું પણ આજ તું હા પાડી દે તો આપણે બંને સાથે મળી ને વિચારી લઈએ.
સ્વેતુ : ના, એવું કઈ મારે હમણાં નથી વિચારવું.
માહી : તો તું કહેજે ત્યારે આપણે વિચાર કરશું.
સ્વેતુ : માહી, મારી એક વાત માનીશ આજ?
માહી : હા.
સ્વેતુ : માહી, આ તું જે વારે વારે મને આ મનાવવા આવે છે તને એમાં મારા પર ગુસ્સો નથી આવતો.
માહી : ના, તને મનાવવા માં શું ગુસ્સો. એ વાત રહેવા દે તું એ કહે મારે શું માનવા નું છે તારું.
સ્વેતુ : હા, માહી આ જે તું વારે વારે તારા પ્રેમ નો પ્રસ્તાવ લઈ ને મારી પાસે આવે છે એ રહેવા દે.
માહી : કેમ?
સ્વેતુ : માહી, મારા પર બસ એક આ મહેરબાની કર કે આજ પછી તું આ વાત ફરીથી નહિ કરે.
હવે જાણે માહી ની પરિક્ષા આવી હોઈ એવી પરિસ્થિતિ આવી ને ઉભી છે માહી ને શું જવાબ આપવો એની મુંઝવણ માં છે અને સ્વેતુ એ આવું કેમ કહ્યું એ પણ માહી માટે પ્રશ્ન હતો પણ હવે આ તો પ્રેમ છે જોઈએ શું આવે છે આ મુલાકાત નું પરિણામ...