માહી પ્રેમ - ૦૮
માહી પ્રેમ - ૦૮
જે દિવસે વાત થાય છે માહી ની સ્વેતુ સાથે તે આખો દિવસ તે ખોવાયેલો જ રહે છે ભગવાન નો આભાર માને છે કે "હાશ... ભગવાન તે પાછી સ્વેતુને મારી જિંદગી માં મોકલી દીધી."
બીજા દિવસે એનો મેસેજ આવશે કે નહીં તેેની પણ માહી ને કંઇ જ ખબર નથી બસ તે ભગવાન ને પ્રાર્થના કરે છે કે સ્વેતુ નો મેસેજ આવે.જ્યારે સવારે માહી કૉલેજ જાય છે, ત્યાં સ્વેતુનો મેસેજ આવે છે.
સ્વેતુ : હેલ્લો, માહી.
માહી : હેલ્લો, સ્વેતુ.
સ્વેતુ : કેમ છે?
માહી : સારું જ હોઈ ને જ્યારે તું આવી જાય અને વાતો કરે એના થી વિશેષ શું મારે . . . , તું કહે તને કેમ છે?
સ્વેતુ : મને પણ સારું છે.
માહી : સ્વેતુ, હવે થી તો આપણે વાતો કરીશું ને કાયમ?
સ્વેતુ : ના, માહી.
માહી : કેમ સ્વેતુ? શું તકલીફ છે?
સ્વેતુ : માહી એ બધું ફરીથી પહેલા જેવું થઈ જશે. . .
માહી : ભલે ને થાય.
સ્વેતુ : ના, માહી.
માહી : પણ સ્વેતુ, હું તને પ્રેમ કરું છું.
સ્વેતુ : હા માહી, મને ખબર છે તું મને પ્રેમ કરે છે એટલે જ તને મેસેજ કર્યો મારી ભૂલ મને સમજાણી ત્યારે.
માહી : એ વાત રહેવા દે બીજું કહે ને કેમ આપણે વાત નથી કરવાના.
સ્વેતુ : માહી, મે તને આટલો સમય સુધી હેરાન કર્યો એના માટે જ મારે તારી પાસે માફી મંગાવી હતી એટલા માટે જ મેસેજ કર્યો હતો હવે થી આપણે વાત નહી કરી.
માહી : સ્વેતુ, પ્લીઝ એવું ના કરીશ.
સ્વેતુ : માહી તું સમજ ને જો બધું જ એવું પાછુ હતું એમ થાય અને પછી મારા પપ્પા ને ફરીથી ખબર પડી તો . . .
માહી : તારા પપ્પાને આપણે સામે થી જ બધું કહી દેશું સમય આવ્યે.
સ્વેતુ : ના. . . માહી, તને મારા પપ્પા ઓળખે જ છે અને ત્યારે ખબર છે ને તારા પર કેવા ગુસ્સે થયા હતા.
માહી : ભલે ને થયા.
સ્વેતુ : ના માહી મારે લીધે તને શા માટે તકલીફ આવે.
માહી : સ્વેતુ, તારે લીધે મને તકલીફ પડે એવું બને જ નહિ અને જો એવું કંઈ હોઈ તો એમાં જરૂરથી મારી કોઈ ભૂલ હોઈ શકે.
સ્વેતુ : ના માહી આજ આપણે આ છેલ્લી વાર વાત કરીએ છીએ મારે હમણાં લેક્ચર છે એટલે હું હમણાં જાવ છું.
માહી : સ્વેતુ, મને આમ પાછો મૂકી ને ના જા. . .
સ્વેતુ : માહી, પણ. . .
માહી : તું ક્યાં છે અત્યારે ?
સ્વેતુ : કૉલેજમાં અંદર જ છું.
માહી : હા, તો હમણાં આવું છું તારી કૉલેજે. . .
સ્વેતુ : પણ માહી કૉલેજ આવી તું શું કરીશ ?
માહી : તને મળવું છે.
સ્વેતુ : પણ માહી . . .
માહી : સ્વેતુ મારે કંઈ બીજું નથી સાંભળવું હું આવું છું બસ એક તો આપણે દોઢ વર્ષ પછી આમ વાત કરી અને સ્પેશિયલ આપણે મળ્યાં હતા એને તો લગભગ સાડા ત્રણ વર્ષ થઈ ગયા હવે આજ તો મળવા આવવા દે.
સ્વેતુ : પણ મારે હમણાં થોડી વાર માં લેક્ચર છે.
માહી : હા તો એ પહેલાં હું તને ફ્રી કરી દઈશ.
સ્વેતુ : ભલે, આવ મારી કૉલેજે હું બહાર આવું છું.
માહી : હા આવ્યો હમણાં.
( માહી અને સ્વેતું પછી મળે છે ત્યાં સ્વેતુ ની કૉલેજ ની બહાર ઘણા બધા સમય પછી મળ્યા છે વાત તો બંને ને ઘણી કરવી હોઈ છે પણ સરખું બોલી નથી શકતા. )
માહી : કેમ સ્વેતુ તને આટલી બધી નફરત થય ગઈ છે મારા થી કે હવે વાત કરવા નું કે મળવા નું પણ નહીં.
સ્વેતુ : ના માહી એવું નથી પણ મને મારા પ્રત્યે જ હવે નફરત થવા લાગી છે.
માહી : એવું ના બોલ સ્વેતુ.
સ્વેતુ : મેં તારી સાથે આમ કર્યું તને દુઃખી કર્યો તારા પર આમ ગુસ્સો કર્યો અને એ જ મારા આ ભૂતકાળ થી મને નફરત છે.
માહી : પણ મને એના થી પણ પ્યાર છે, તારો ગુસ્સો પણ મને વ્હાલો છે.
સ્વેતુ : એય, તું એવું બધું ના બોલ. . .
માહી : કેમ તને આવી વાતો થી પ્રેમ ઉભરાય છે?
સ્વેતુ : માહી, એ બધું રહેવા દે ને હવે હું જાઉ મારે હમણાં લેક્ચર ચાલુ થશે.
માહી : હા, તું જા તારે લેક્ચર છે, પણ મને મેસેજ કરજે ફ્રી થાય પછી.
સ્વેતુ : પણ માહી હવે શું છે તારે મળવું હતું મળી લીધું વાત કરવી હતી તે થઇ ગઈ.
માહી : સ્વેતુ, તું ફ્રી થાય પછી મને મેસેજ કરજે, ક્યારે ફ્રી થઈશ ?
સ્વેતુ : સાંજે કૉલેજ પૂરી થાય પછી.
માહી : હા, તો ત્યારે મેસેજ કરજે. ચાલ હું જાવ છું તું પણ અંદર જા અને કંઈ પણ કામ હોય તો મેસેજ કરજે.
આમ કહી માહી સ્વેતુ ને તે કૉલેજમાં અંદર જાય ત્યાં સુધી તેને જોવે છે અને પછી ત્યાં થી નીકળે છે અને એ જ વિચારોમાં છે કે સ્વેતુ મેસેજ કરશે હવે કે નહીં. કેમકે તેની સાથે વાતો તો ઘણી કરવી હતી પણ તે સામે આવી તો બોલી જ ના શક્યો અને સ્વેતુ ને પણ પોતાની બધી લાગણી અને બધી વાતો કરવી છે પણ તેણે પોતાના હૃદય પર કાબૂ રાખેલો છે કે તેના લીધે કોઈ ને કઈ તકલીફ ના પડે અને, હવે તો જલ્દી થી બસ સ્વેતુ નો મેસેજ આવે એની રાહ છે માહી ને !