માહી પ્રેમ -૦૨
માહી પ્રેમ -૦૨
છ વર્ષ પહેલા
આજ સવાર થી જ મનોમંથન માં કંઇક ઘૂમી રહ્યું હતું. છેલ્લા આઠ મહિના થી એને જે કહેવું છે તે કહેવા ની કોશિશ કરી રહ્યો છે. રોજ નક્કી કરે કહી દેવું પણ એક બીક હતી કે કહીશ તો એના શું પરિણામ આવશે ? પણ આજ દ્રઢ નિશ્ચય કર્યો છે કે આજ તો કહી જ દેવું છે. થોડોક ડર તો હતો પણ આજ કહી દેવાનો નિશ્ચય હતો. સ્કૂલ પૂરી થયા પછી બન્ને મળ્યા રોજ ની જેમ ઘણી હિંમત ભેગી કરી આજ પોતાના મન ની વાત સ્વેતુ ને કહે છે.
માહી: હલ્લો સ્વેતુ
સ્વેતુ: હેલ્લો માહી
માહી: મારે તને એક વાત કહેવી હતી
સ્વેતુ: જરૂરી છે બહુ નઈ તો ઘરે જઈ ને વાત કરી.
માહી: જરૂરી મારે માટે તો છે તું સાંભળ પછી તારે નક્કી કરવાનું જરૂરી છે કે નહિ.
સ્વેતુ: બોલ શું કહેવું છે?
માહી: સ્વેતુ આ વાત હું તને ઘણા સમય થી કહેવા માંગુ છું પણ આજ હિંમત કરી ને કહી રહ્યો છું
સ્વેતુ: જલ્દી બોલ શું કહેવું છે કોઈ જોઈ જશે આ
પણ ને તો એક કરતાં બીજું થશે
માહી: હા, તો એમ કહેવું હતું કે હું તને લાઈક કરું છું
સ્વેતુ: માહી આતું શું કહી રહ્યો છે આપડે બંન્ને ફ્રેન્ડ તો છીએ એમાં આ લાઈક ની વાત ક્યાંથી આવી
(મન માં તો સ્વેતુ પણ ખુશ છે કે હાશ આજે તો આણે વાત કરી આ પણ આખરે એ પણ આ સમાજ નો જ એક ભાગ એટલે વિચરે છે)
સ્વેતુ: તને શું થયું છે. આપણે અત્યારે આપણા ભણવા માં ધ્યાન આપવા નું છે ને તું આવી બધી વાતો લઈ ને બેઠો છો.
માહી: એ તો મને પણ ખબર છે આપડે ફ્રેન્ડ છીએ પણ હવે તું મને ગમવા લાગી છે...
(આટલું બોલી માહી સ્વેતુ નું મોઢું જોઈ એ વાત ત્યાં રોકી દે છે.)
માહી: સ્વેતુ એક વાર તું વિચારી લેજે પછી મને કહેજે મને ઉતાવળ નથી.
સ્વેતુ: ભલે ચલ ઘરે જઈ ને પછી મેસેજ કરું
માહી: ભલે
માહી સ્વેતુ પાસે થી નીકળી જાય છે અને બંને પોતાના ઘરે જાય છે.માહી ને બીક છે હવે સ્વેતુ નો શું મેસેજ આવશે.