મા તું ક્યાં છે
મા તું ક્યાં છે


મા ક્યાં છે તું??!!
આ નાતાલ તો આવી ગઈ..પપ્પાએ કહેલું કે મમ્મી તો સાન્તાક્લોઝ બનવા આકાશમાં ગઈ છે..તારા માટે ગિફ્ટ લેવા..હજુ તું કેમ નહિ આવી.
મારી સ્કૂલમાં ગઈકાલે સાન્તાક્લોઝ આવેલો ને ચોકલેટ પીઝા બર્ગર એવું બધું ઘંટડી વગાડીને આપી ગયેલો..પણ મા તું જે આપણા ઘરના મંદિરના ઠાકોરજીને ઘંટડી વગાડીને જગાડતી તેવો મધુર અવાજ આ જિંગલ બેલમાં નહિ સંભળાયો.. તારી જાગને જાદવા.. ભજન જિંગલ બેલ આગળ ફિકુ લાગે.. મા તું આવને. મારે તારા હાલરડાં સાંભળવા છે. મારે કૃત્રિમ ક્રિસમસ ટ્રી નથી જોવું. મારે તો તને આપણાં ઘરમાં તુલસી ક્યારા પર દીવો કરતી જોવી છે.ઇલેક્ટ્રિક દીવા નથી જોવા.
મા તારા ખોળામાં માથું મૂકીને ચાંદ તારા જોવા છે.
ક્યાં છે તું ? સાન્તાક્લોઝ બની ને આવને મા.
મારે ચોકલેટ નથી ખાવી મારે તારા હાથની ચીકી ખાવી છે..મમરાના લાડુ ખાવા છે..એ તું જ આપી શકે. અમારી સ્કુલના સાન્તાક્લોઝ નહિ.
મા તું જ મારી ક્લોઝ છે, સાંતા બનીને એકવાર આવી જા ને...
મા તું કયારે આવશે??!!!