STORYMIRROR

Bhavna Bhatt

Drama Thriller

5.0  

Bhavna Bhatt

Drama Thriller

મા ને પત્ર

મા ને પત્ર

1 min
15.9K


મારી પ્યારી મા તું મને મળી અને મારુ નસીબ બદલાઈ ગયું. મા નો પ્રેમ તારાથી જ મળ્યો. મા ભલે તેં મને જન્મ ના આપ્યો પણ આપણો દિલ નો સંબંધ બહુ ઊંચો છે. મા હું જંગલી ઘાસ જેવી હતી તે મને તારા સંસ્કારોનું સીંચન કરીને ફુલ જેવી બનાવી. આજે હું જે પણ છુ એ મા તારા આશીર્વાદ અને દુવા નું ફળ છે. મા શું કરૂ તમારૂ વણઁન લખવા શબ્દો પણ નથી જડતા.

મા મારા જીવનના દરેક પ્રોબ્લેમનુ સોલ્યુશન તું છે. મા તેં ડગલે પગલે જે હુંફ અને મમતા આપી એના થકી જ આજે હું સલામત છું. મા મારા અંધકાર ભર્યા જીવનમાં તારી મમતાની જ્યોત જલાવી મને ઉજજવળ કરી. મા મારા જીવનના મુશ્કેલ ભયાઁ રસ્તા ને આસાન બનાવનાર પથદશિઁકા છે તુ. મા તારાથી જ મારી દુનિયા છે. મા રસ્તામા પડેલા કાચના ટુકડા ને મા તે કોહિનૂર બનાવી દીધી.

મા તમને શું અર્પણ કરૂ. તારા ચરણોની ધૂળ છું મા. તારા ઉપકારો અને મમતા નું ૠણ હું મારા ચામડીના જોડા બનાવી દઉં તો પણ ના ઉતરી શકે....


Rate this content
Log in

Similar gujarati story from Drama