HEMILKUMAR PATEL

Drama Romance

3  

HEMILKUMAR PATEL

Drama Romance

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 5

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 5

5 mins
63


26/06/2017

                આયુષએ અજાણ્યામાં ઘણુંય બોલ્યો હોય છે, પ્રેમ કરવા માટે ફોર્સ પણ કર્યું હોય છે. એવા સમયે તેને જાતે નક્કી કર્યું હતું કે નથી જ થવાની તો અમી તેને નફરત કરે તેવી વાત કરી. હેરાન કરતો ગયો અને છેવટે બીજા દિવસે ધ્રુવીએ તેને ફોન કર્યો અને તે અમીની ફ્રેન્ડ છે. આયુષને ધ્રુવીનો ફોન આવે છે પણ નંબર એની જોડે હોતો નથી એટલે ઉપાડે છે.

ધ્રુવી બોલી. “હાય આયુષ હું ધ્રુવી બોલું.”

આયુષ બોલ્યો. “હા બોલો.”

ધ્રુવી બોલી. “તમે કેન્ટીનમાં આવી શકો?”

આયુષ બોલ્યો. “હા આવું હમણાં.”

                        આટલુ બોલી ફોન કટ કરે છે.

આયુષ મનમાં વિચારે છે. “મોટો દાવ લાગે છે, કેન્ટીનમાં શું વાત કરવાની હશે ? કોને પૂછું, વિકાશને ના પૂછાય તે મને રસ્તામાં મળ્યો હોસ્ટેલે સંદીપ કોલેજ હતો.” સંદીપ કોલેજમાં છે અને ફોન આવે છે આયુષનો, સંદીપ ફોન ઊંચકે છે.

સંદીપ બોલ્યો. “હા બોલ ભાઈ.”

આયુષ બોલ્યો. “અલ્યા ધ્રુવીનો ફોન આવ્યો હતો, છે શું વાતમાં?”

સંદીપ બોલ્યો. “વાતમાં કંઈ નથી તારી લાલ છે પણ મેં કીધું કે તમારે જો કોઈ વાત કરવી હોય તો આર્કિટેક્ટમાં બોલાવીને કરો પણ કોઈ માન્યું નથી. તારો કચરો થવાનો છે.”

આયુષ બોલ્યો. “જરાય નહીઁ થવા દઉં કચરો. કેમ કે મારી ઓળખ.”

સંદીપ બોલ્યો. “ભાઈ જે પણ થાય ત્યાં સમજીને કામ લેજે.”

આયુષ બોલ્યો. “આ વખતે નહીઁ દરેક વખતે સમજીને જ ડિસિઝન લીધું. ચાલ હું બધાને ઇન્ફોર્મ કરી દઉં છું, જેટલાં ઓળખીતા છે એટલા બધાને. “

સંદીપ બોલ્યો. “હા વાંધો નહીઁ.”

              આયુષ અંકિત વિકાશ તેની ગર્લફ્રેન્ડ દિવ્યા બધાને કહે છે કે કેન્ટીનમાં બોલાવ્યો મને. હવે અહીંથી શરૂ થાય છે કેન્ટીનથી આયુષની લાઇફનો સૌથી મોટો યુ ટર્ન, એ આયુષને આખો ખાઈ જશે. ધ્રુવી અમી અને તેની જોડે બીજા બે માણસો બેઠા હોય છે, વિકાશને વાર લાગે છે આવવામાં, ત્યાં સુધી આ લોકો વાત કરે છે.

ધ્રુવી બોલી. “આય અહીંયા બેસ આયુષ.”

આયુષ બોલ્યો. “થેંક્યુ.”

ધ્રુવી બોલી. “શું પ્રોબ્લેમ છે તારી?”

આયુષ બોલ્યો. “હું કંઈ સમજ્યો નહીઁ.”

ધ્રુવી બોલી. “અમીને ઈચ્છા નથી તો ફોર્સ કેમ કરે. અમી તારે આયુષને ફ્રેન્ડ રાખવો ? બોયફ્રેન્ડ ના રિલેશનમાં આવવું? તારે એની જોડે જીવવું.”

અમી બોલી. “ત્રણેયમાં જવાબ ના છે.”

ધ્રુવી બોલે. “તો તને ખબર નથી પડતી હેરાન ના કરાય, તને લાફો મારીશ ત્યારે ખબર પડશે.”

આયુષ બોલ્યો. “એ વધારે.............. “

આયુષ જ્યાં બેઠો છે ત્યાં તેના બાજુના ટેબલ પર એની કોલેજના સપનામેમ બેઠા છે તે ઈશારામાં બોલવાની ના પડે છે અને આ વાતનું માન રાખી આયુષ કંઈ બોલતો નથી. અને આ આયુષના જીવનનો પહેલો ઈન્સલ્ટ અને પહેલો એક્સપિરિયન્સ હતો.

ધ્રુવી બોલી. “કેમ વધારે એટલે શું બોલવા શું જાય છે, અહીંયા જ મારી દઈશ. બહુજ દાજ ચડી હતી અમીને તારી ઉપર.”

આયુષ મનમાં વિચારે છે. “સેમ કોપી ટુ કોપી છે મારી. કમ્પ્લેટ મારી જેમ જ વિચારે છે કાંડ આપણે કરવાનું નામ બીજાનું આવે. પ્લાન બનાવ્યો હશે અમીએ અને ભોગ બને છે ધ્રુવી. પણ માનવું પડે દુર્યોધનને કર્ણ સાચું ખોટું જાણ્યા વગર સાથે હતો. આના જેવા મારા ફ્રેન્ડ હોત તો કેટલું સારું હોત.”

એટલામાં વિકાશ આવી જાય છે, તેની ગર્લફ્રેન્ડને લઈને.

ધ્રુવી બોલી. “વિકાશ અમીને પસંદ નહોતો આયુષ તો કેમ વાત કરાવી ?”

વિકાશ બોલ્યો. “એને નહોતો પસંદ તો ત્રણ મહિના વાત કેમ કરી ?

ધ્રુવી બોલી. “એની ઈચ્છા હતી એટલી વાત કરવાની પણ આગળ વધવાની નહીઁ.”

દિવ્યા બોલી. “જો ધ્રુવી અમને કોઈ ઇન્ટ્રસ નથી કોઈની વાતમાં મને એટલી ખબર પડે કે અમીને ઈચ્છા નથી વાત કરીને આયુષને માથે ના ચડાવાય.”

ધ્રુવી બોલી. “ચાલો થઈ ભૂલ, બસ હવે.”

આયુષ મનમાં વિચારે છે. “એને કરી એ ભૂલ મેં કર્યો ગુનો. આજે ખબર પડી ગઈ કે છોકરીનો વાંક હશે તો છોકરાનો કોઈ કેસ હાથમાં નહીઁ લે પણ જો કોઈ છોકરીનો કેસ હશે તો પોલીસ છોકરાને નિચોવીને મારશે. મહિલા અનામત લાગે ને એટલે કદાચ.”

ધ્રુવી બોલી. “હવે સાંભળી લે કાન ખોલીને. હવે ખોટો ટાઈમપાસ ના કરતો.”

આ સાંભળીને આયુષ અચાનકજ વધારે પડતો ગુસ્સે થઇ જાય છે હેરાન થતો હોય તેવી એને અંદરથી થવા લાગ્યુ. પરસેવો નીકળવા માંડ્યો.

આયુષ બોલ્યો. “ફરીથી બોલતો.”

ધ્રુવી બોલી. “ટાઈમપાસ અમી જોડે ના કરતો.”

આયુષ મનમાં વિચારે છે. “ટાઈમપાસ વર્ડ હૃદય પર તીર વાગ્યું હોય તેવો લાગ્યો. આ વર્ડનો અર્થ ખબર પડવી જોઈએ. આ ટાઈમપાસ એટલેજ કદાચ અત્યારના લવરીયાઓ અટ્રૅકશનથી જોડાયા છે પ્રેમ કોઈને નથી. આ વર્ડની ડીટેલમાં સર્ચ કરીશ અને મારી નવી બુક પણ બની શકશે.”

ધ્રુવી બોલી. “શું વિચારે છે?”

આયુષ બોલ્યો. “હવે હું જઈ શકું?”

ધ્રુવી બોલી. “હા કંઈ બોલવું હોય તો બોલી લે.”

આયુષ મનમાં વિચારે છે. “અમી હવે મને પ્રપોઝ કરશે તેવો સમય જલ્દી લાવીશ અને તારી વાતને ખોટી પાડીશ.”

ધ્રુવી બોલી."પણ એના બેસ્ટ ફ્રેન્ડ છે તને ખબર કંઈ રીતે પડી."

આયુષ બોલ્યો. "આનો જવાબ ક્યારેય નહીઁ મળે. અને અમીએ કોણે કહ્યું તે વિચારજે જવાબ મળશે. મારા મોઢેથી કોઈ દિવસ જવાબ નહીઁ મળે."

ધ્રુવી બોલી. "હા વાંધો નહીઁ."

                            હવે ત્યાંથી નીકળે છે અને નીકળીને સપ્નામેમને ફોન કરે છે.

આયુષ બોલ્યો. “કેમ રોક્યો મને?”

સપના બોલી. “મને ખબર છે તું હતો ગુસ્સે પણ અત્યારે ગુસ્સાથી નહીઁ મગજથી કામ લેવું પડશે.”

આયુષ બોલ્યો. “મેમ પણ ટાઈમપાસનો ટેગ મને લાગ્યો, અને આ બહુજ તકલીફ આપે છે વર્ડ મને, ધમપછાડા ખાય છે આખુ શરીર મારું.”

સપના બોલી. “જો આયુષ આપણી કોલેજમાં જેટલાં પણ એક બીજાને પ્રેમ કરતા હોય એમ કહે છે પણ તે પ્રેમ કરતા હોતા નથી, તે એકબીજા જોડે ટાઈમપાસ કરે છે. મને ખબર છે તું ટાઈમપાસ ના કરે તો પ્રેમ કરે છે તો આ વખતે તારે સાબિત કરવું પડશે. અને ના કરી શકે તો પણ કોઈ વાંધો નથી. આ કોલેજમાં સત્તાણુ ટકા લોકો એક્બીજાજોડે ટાઈમપાસ જ કરે છે. તારે ટેગ લાગ્યો એટલો જ ફરક છે.”

આયુષ બોલ્યો. “તો પછી એક મારાં જીવનને પ્રોમિસ કરું છું, હું આ ટેગ હટાવીને રહીશ અને જો કંઈપણ ગરબડ લાગી તો એના જીવનમાં હું એવો ઘુસીસ કે એને ક્યારેય વિચાર્યું પણ નહીઁ હોય.”

સપના બોલી. “બેસ્ટ ઓફ લક.”

આટલી વાતો પછી આયુષ ફોન કટ કરે છે.

આયુષ મનમાં વિચારે છે. “હવે પછી મારો એક ગોલ, ટાઈમપાસ વર્ડ ટેગ હટાવવો અને કોલેજમાં આવો ટાઈમપાસ હશે તો કેવી રીતે ને કંઈ રીતે થાય છે તે હું ફાઇન્ડ કરીશ. અને તેનાથી ભવિષ્યમાં સુ થઇ શકે તે અત્યારથી વિચારવાની કોશિશ કરીશ. અમી અને ધ્રુવી થૅન્કસ, તમે બંનેએ મને ક્લ્યુ આપ્યો છે અને તે જ હશે મારી નવી સ્ટોરી, ડેવિલ રિટર્ન સ્ટોરી ચાલુ. બુક અલગ હશે મારા જીવન પર નહીઁ. ટાઈમપાસને અટકાવવા કોઈને તો આગળ આવવું પડશે, તેના માટે હું બધુંજ ફાઇન્ડ કરી એક સ્ટોરી બનાવીશ. ચાલો જીવનની લડાઈ અને રમત ચાલુ.”


Rate this content
Log in

Similar gujarati story from Drama