STORYMIRROR

HEMILKUMAR PATEL

Romance Inspirational

3  

HEMILKUMAR PATEL

Romance Inspirational

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 4

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 4

5 mins
37

        હવે આવ્યો મંદિરની પ્રતિષ્ઠાનો દિવસ. જે વિચાર આયુષે કર્યો હતો તે રીતે જવામાં કોઈ વાંધો નહતો. પણ અંકિતનું મને શાંત નહોતું. એ વારે ઘડીએ આયુષ સામું જોઈને દયા આવતી હોય તેમ વિચારતો અને આયુષ ઈશારામાં કહેતો કે મને કંઈ નહીઁ થાય. એટલું બધુ ના વિચારો. હવે રાત્રે જમણવાર પત્યા પછી આયુષના કહેવા પર કેટલાય હોસ્ટેલના સ્ટુડન્ટને ભેગા કરે છે સાત આઠ જણા બેઠા હોય છે અને વાત શરૂ થાય છે.

અંકિત બોલ્યો. “અલ્યા આયુષ તું હમણાંથી આર્કીટેકમાં બહુજ જાય છે, કંઈક લફડા લાગે છે તારા.”

આયુષ બોલ્યો. “કંઈ નથી ભાઈ.”

વિકાસ બોલ્યો. “બોલી લે હોય તો ટેન્શન શું લે છે?”

આયુષ બોલ્યો. “એવુ હોત તો બોલત ને.”

અંકિત બોલ્યો. “જો ભાઈ કોઈ પણ વાત બહાર ના જવી જોઈએ તું બોલી લે હવે. નહીંતર એના સમ ચાલ હવે.”

                       થોડા સમય વાત ચાલે છે આવી રીતે હેરાન કરતા હોય તેમ પછી નામ બોલે છે.

આયુષ બોલ્યો. “અમી અમી પટેલ.”

વિકાશ બોલ્યો. “ઓહહ ખેમી.”

આયુષ બોલ્યો. “હે..... ખેમી નહીઁ અમી.”

વિકાશ બોલ્યો. “અરે નામ પાડ્યું છે ભાવેશે.”

આયુષ બોલ્યો. “આહા એમ કે ને. બીજું નામ ના મળ્યું તે ખેમી.”

વિકાશ બોલ્યો. “બંને સરખા છો ખેમી જૉમ્બી.”

આયુષ બોલ્યો. “બંને સરખા છે એટલે તો વાત નાખું છું.”

વિકાશ બોલ્યો. “ચાલ તો તારો સેટ કરવામાં મારો સપોર્ટ.”

જીલ બોલ્યો. “ આપણો પણ.”

આયુષ બોલ્યો. “ એ તું સાઈડમાં રે વચ્ચે ના રહે, દાવ થશે નક્કામો.”

જીલ બોલ્યો. “આતો તારા સારા માટે કહ્યું.”

વિકાશ બોલ્યો. “ચાલ હમણાં તારી વાત કરાવું એની જોડે.”

             પછી આ બે ત્રણ જણા ચાલતા ચાલતા હોસ્ટેલ જવા નીકળ્યા હોય તો અચાનક કોલ કરે છે વિકાશ ડાયરેક્ટ અમીને.

વિકાશ બોલ્યો. “અરે સાંભળને તારું કામ છે.”

અમી બોલી. “હા બોલને.”

વિકાશ બોલ્યો. “અરે એક ફ્રેન્ડ છે મારો તારી જોડે ફ્રેન્ડશીપ કરવાનું ઈચ્છે છે.”

અમી બોલી. “કોણ?”

વિકાસ બોલ્યો. “આયુષ છે તેનું નામ, વાત કરજે પછી એની જોડે.”

અમી બોલી. “વિચારવું પડશે ને મારે.”

વિકાસ બોલ્યો. “હા વિચારી લે વિચારી લે તું.”

અમી બોલી. “ચાલ પછી વાત કરું હું.”

એમ પછી ફોન બંધ કરે છે.

વિકાશ બોલ્યો. “વિચારવાનો સમય માંગે છે આપવો પડશે.”

આયુષ બોલ્યો. “આપ આપ વાંધો નહીઁ પણ આખી હિસ્ટ્રી મને કહેજે.”

વિકાશ બોલ્યો. “હા પણ અત્યારે ફેસબુક રિકવેસ્ટ મોકલી દે.”

આયુષ બોલ્યો. “હા એ કરી દઉં.”

વિકાશ બોલ્યો. “ધીરે ધીરે જજે સ્પીડ ના પકડતો.”

આયુષ બોલ્યો. “હા વાંધો નહીઁ. તું મને આખી હિસ્ટ્રી કઈ રીતે કહીશ, મળશે કઈ રીતે?”

વિકાશ બોલ્યો. “મળી જશે કારણ દિવ્યાને મેં પ્રપોઝ કર્યું મારી કોલેજની છોકરી અને તેને હા પાડી.”

આયુષ બોલ્યો. “અલ્યા એની પાછળ જીલ પડ્યો હતો.”

  જીલ બોલ્યો. “કર્યો દાવ.”

આયુષ બોલ્યો. “એ બધુજ છોડ ફેસબુક રિક્વેસ્ટ મોકલી મેં વાતો કરતા કરતા.”

જીલ અને તરંગ બંને બોલ્યા. “અમે પણ.”

આયુષ બોલ્યો. “એ બન્યા આ બંને મારા લાકડા વચ્ચે આવ્યા.”

જીલ બોલ્યો. “કંઈ નહીઁ અમે વાત નહીઁ કરીયે તું જ કર.”

આયુષ બોલ્યો. “રોડિસ ગેમ ની જેમ હવે વાતો કરવી પડશે. દરેક વાતમાં એક ડર. પણ આ ડર સાથે લઈને મારી તાકાત બનાવીશ.”

જીલ બોલ્યો. “જો ભાઈ અમે ફ્રેન્ડ દિલથી માનીયે એટલે કહીયે છીએ કંઈ પણ ઊંધુ સીધું થાય તો હારતો નહીઁ.”

આયુષ બોલ્યો. “નહીઁ આવે એવો દિવસ. તૂટીશ પણ હારીશ નહીઁ.

આ સમય એવો આવ્યો,

સમજણની સમજ ના મળી,

વાતો માં કોઈ વાતની કહેવત ના મળી,

થયો છે પ્રેમ દિલથી,

તેને તોડવાની રાહ ના મળી,

માન્યું ઘણુંય ભેગું થયું મગજમાં

એવા સમયે મળ્યો સાથ દોસ્તોનો,

હું ડરીને બેઠો કે દગો મળશે દોસ્તોથી,

પણ આ એવા કાંચ મળ્યા,

જે છે કહ્યું મોઢા પર,

મારી લાગણીને સમજવાવાળા ભાઈબંધો મળ્યા,

વખત ઘયો તે મારા ઘાયલ થવાનો,

તેમાં દવા લગાવનાર તમે મળ્યા.

વિકાસ બોલ્યો. “ખરેખર સખત લખે છે તું, આવું ચાલુ જ રાખજે.”

આયુષ બોલ્યો. “હા ચાલો મારે કામ છે, અંકિતભાઈને પૂછવું છે આવું કેમ બધાની વચ્ચે કહ્યું તમે?”

જીલ બોલ્યો. “સારુંને સેટ થઇ જાય તારું.”

                   આયુષ પછી અંકિતભાઈના રૂમમાં જાય છે.

અંકિત બોલ્યો. “શું થઇ વાત?” 

આયુષ બોલ્યો. “હા વાત તો ઘણી થઇ પણ એક પ્રોબ્લેમ મારે તમને કહેવો હતો. વિકાશ પર પૂરો ભરોસો મુકાય તેમ નથી.”

અંકિત બોલ્યો. “કેમ પણ?”

આયુષ બોલ્યો. “એટલા માટે કે કોઈ માણસને ઓળખવો હોય તો તેના જોડે રહેતા માણસોને પૂછવું પડે. એના કોલેજના ઘણા ખરા લોકોને પૂછ્યું અને સૌથી વધારે જવાબ એવો મળ્યો કે છોકરી જોઈને તે ઢીલો થઇ જાય છે અને વટ મારવા જાય છે, ઘમંડ બતાવે છે. ત્યાં એ પોતાનું ઊંચું રાખવા જાય છે. અગર સેટ કરવામાં મદદ કરી તો કદાચ આનાથી મારે સાચવીને રહેવું પડશે.”

અંકિત બોલ્યો. “પણ એ તો સિમ્પલ માણસ લાગે.”

આયુષ બોલ્યો. “મને પણ લાગ્યુ સિમ્પલ પણ હવે કોલેજના લોકોની વાત નઝર અંદાજ પણ ના કરી શકાય. હું જાઉં છું અત્યારે રૂમમાં હાય કરીને મેસેજ છોડ્યો છે ફેસબુકમાં જોઈએ હવે કંઈ રીતે સેટ થાય છે.”

અંકિત બોલ્યો. “હા વાંધો નહીઁ પ્રોબ્લેમ જેવું લાગે તો કહીશ.”

પણ થોડા દિવસ જાય છે વાતો આવી રીતે ચાલ્યા જાય છે આયુષ અને અમીની. આર્કીટેક કોલેજમાં બીજા ભાઈબંધ જોડે વાત નીકાળે છે આયુષ ઘણુંય મળે છે વિકાશ વિશે. આ વાતની વિકાશને જરાય ખબર નથી હોતી. પણ વિકાશ અમી વિશેની એક માહિતી લઈને આયુષના રૂમમાં જાય છે.

વિકાશ બોલ્યો. “અલ્યા એક ડેન્જર વાત મળી છે અમીની.”

આયુષ બોલ્યો. “હા બોલ.”

વિકાશ બોલ્યો. “એનો એક બેસ્ટ ફ્રેન્ડ છે તેનું નામ રવિ છે.”

આયુષ બોલ્યો. “બેસ્ટ ફ્રેન્ડ જ છે ટેન્શન શું?”

વિકાશ બોલ્યો. “લવશિપ હંમેશા બેસ્ટથીજ થાય.”

આયુષ આશ્ચર્યમાં આવીને બોલે છે. “કેટલા સમયથી છે?”

વિકાશ બોલ્યો. “ત્રણ ચાર વરસ કહે છે.”

આયુષ બોલ્યો. “તો પછી બેસ્ટફ્રેન્ડ રહેશે નો ટેન્શન. હું કંઈક વાત કરું પણ પોતાની પર્સનલ વાત મને કરતીજ નથી.”

વિકાશ બોલ્યો. “કદાચ એ તારી જોડે વાત કરવાનું કે આગળ જવા ઈચ્છા ના ધરાવતી હોય!”

આયુષ બોલ્યો. “તું વધારે ના વિચારે આજે મેં પ્રપોઝ કર્યું ઘણી વાતો કરી નહીઁ રહી શકું તારા માટે ફીલિંગ છે પણ માનતી જ નથી. ક્યારનીય ના પાડે છે વિચારને ચાર પાંચ કલાક જેવું મેં હેરાન કરી હશે.”

વિકાસ બોલ્યો. “પણ આવું ના કરાય હેરાન. થતું હશે તોય નહીઁ થાય.”

આયુષ બોલ્યો. “આમેય થવાનું નહોતું આપણે વાત મૂકી. તે મને પહેલા શું કહ્યું કે અમીની કોલેજ અને હોસ્ટેલ પાર્ટનર ધ્રુવીની નજરે સારોં થઈશ તો કદાચ તે અમી પણ માનશે. ધ્રુવીના મગજમાં હું સારો છું તે તારા કોલેજ ફ્રેન્ડ તેજસ અને કિશન પંડ્યા એટલે કે પીકે એ મને કહ્યું હતું કે એ એમજ કહે છે હું સારો છું. અને અત્યારે મેં પ્રપોઝ પણ વિચારીને કર્યું છે અને હેરાન પણ વિચારીને કરી મેં એને. ત્રણ મહિનાથી વાત કરીયે છીએ હજુ કોઈ પણ રિસ્પોન્સ નથી આવ્યો તો હું મારા રસ્તે ચાલવા તૈયાર છું અને તે એના રસ્તે. હું ખુશ જોવા માંગુ છું તેને, એટલે એ ક્યારેય મારી વિશે વિચારે નહીઁ એટલે એટલી હેરાન કરી મેં એને કે નફરત કરવા માંડે. પછી આપણે જેમ જીવતા હતા તેમ જીવીશું અને એની જોડે ક્યારેય વાત નહીઁ કરું અને બીજી વાત મેં સાચો પ્રેમ કર્યો છે. તકલીફ અત્યારે થાય છે મને પણ પહેલાજ કોઈને પ્રોમિસ લઈ લીધી મારી પાસે એમાં કહ્યું કે હું ક્યારેય તૂટીશ નહીઁ અને ક્યારેય હારીશ નહીઁ.”

વિકાશ બોલ્યો. “મતલબ તે જાણી જોઈને કર્યું?”

આયુષ બોલ્યો. “હવે હું એને ખુશ જોઈશ અને હું ખુશ થઈશ.”

પણ હવે ભગવાને કંઈક અલગ જ આયુષની કુંડળીમાં લખ્યું હતું. અમીથી દૂર ભાગવા ગયો અને તે જ પાછી આવતી દરેક અલગ અલગ વાતમાં. બધાની વચ્ચે અમી નામ બોલ્યો તો બધા હેરાન કરવાનાં છે. હવે થાય છે એવુ તેને અમીને ઘણી હેરાન કરેલી. એટલે તેની ફ્રેન્ડ તેને બીજા દિવસે કોલેજ કેન્ટીનમાં બોલાવે છે. અને ત્યાં થશે આયુષની ઈન્સલ્ટ.



Rate this content
Log in

Similar gujarati story from Romance