HEMILKUMAR PATEL

Romance Inspirational

3  

HEMILKUMAR PATEL

Romance Inspirational

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 3

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 3

7 mins
54


ફેબ્રુઆરી 2017

                      આયુષ કોઈના ખયાલોમાં રહેવા લાગ્યો, પાછો તે એકલો થવા ગયો અને તે છોકરીને જાણવા ગયો તેનું કંઈ નામ નથી ખબર છતાં પણ તે એના નજરમાં પડી. હશે ચાલો એક બીજો આ દુનિયામાં લવમાં પડવા જઈ રહ્યો છે. હકીકત ના ખબર હોય ને કંઈ પગલું ભરાય જાય તે ડર બધાને છે પણ આ વખતે થાય છે કંઈક અલગ વિકાશ તેની જોડે વાત કરવાની ટ્રાય કરે છે જો કે આયુષ કોઈની જોડે ઢંગથી વાત પણ નથી કરતો તે હવે વાત કરવાનું જાય છે વિકાશ.

વિકાશ આયુષના રૂમમાં જઈને બોલે છે. “અરે કેમ હમણાંથી થોડો ખોયેલો રહે છે ?”

આયુષ બોલ્યો. “પહેલા આવો જ હતો લ્યા ક્યાં નવુંં છે મારા માટે !”

વિકાશ બોલ્યો. “વાત બધીજ સાચી પણ હવે તો અમને એમ લાગેને કે અમારાથી કંઈક ભૂલ થઈ હોય તને ખોટું લાગ્યુ હોય.”

આયુષ બોલ્યો. “કશું પણ એવુંં નથી, બોલ બીજું નવી જૂની વાતોમાં.”

વિકાસ બોલ્યો. “નવી જૂની વાતોમાં કંઈક એવું છે, વેલેન્ટાઈ ડે ના દિવસે રાત્રે કોલેજ કેમ્પસમાં ફંકશન છે.”

આયુષ બોલ્યો. “હા તો એને ત્રણ દિવસની વાર છે.”

વિકાસ બોલ્યો. “વાર ભલે ત્રણ દિવસની હશે પણ અમને આખી કોલેજ શણગારવા કહ્યું છે, તો આખી કોલેજ શણગારવા વીસ પચીસ માણસોથી ના થાય બીજા હોસ્ટેલમાંથી લાવાના કહ્યા મેમએ, એટલે થયું તને કહી દઉં આવીશ?”

    આયુષ મનમાં વિચારે છે. “એ છોકરીનું મને નામ નથી ખબર પણ એટલું તો ખબર છે તે વિકાશના ક્લાસમાં છે ચાલો તો વેલેન્ટાઈ ડેના દિવસે આપણી લવ સ્ટોરી ચાલુ કરીયે.

વિકાશ બોલ્યો. “ક્યાં ખોવાયો છે લ્યા તું. તું એકલો નહીઁ જીલ અને તરંગ પણ આવે છે. લેતો આવજે હું જાઉ છું.”

આયુષ બોલ્યો. “હા હું આયો તૈયાર થઈને.”

આયુષ મનમાં વિચારે છે. “આજ સુધી કોઈ છોકરી જોડે ક ખ જેટલી પણ વાત નથી કરીશ અને આજે ટાઈમ મળ્યો છતાંય કંઈ નહીઁ કરી શકાય તેવુંં લાગે છે, પહેલા કેન્ટીનમાં જઈ ડ્યું પીવુંં પડશે ડર કે આગે જીત હૈ, ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. ભાગ ટોપા.”

                              વિકાશ ક્લાસમાં કાગળિયા મંતરતો હોય છે એટલે કંઈક બનાવતો હોય છે. આયુષ જીલ અને તરંગ ત્યાં આવે છે.

આયુષ બોલ્યો. “આ શું મંત્ર્યાં કરે છે, બનાવે છે શું?”

વિકાસ બોલ્યો. “અરે બોક્સ બનાવના છે પૂંઠાનાં, તું બહાર જા બામ્બૂ પડ્યા હશે તેને મશાલ બનાવવાની છે, અડધે સુધી ત્રણ પાંખિયા કટ કરવાનાં હથોડી અને ટીપણા વડે, પછી બીજું અમે સંભાળી લઈશું.”

આયુષ બોલ્યો. “એટલે કામ પત્યા પછી બાય બાય. એમ.”

વિકાશ બોલ્યો. “ના લ્યા તું જાને ભાઈ કામ બહુ છે. અમી કટર આપને તારી, મારી ક્યાંક જતી રહી.”

અમી બોલી. “હા આપું એક મિનિટ હું પછી બહાર બામ્બુ માટે કાપડ કટ કરવા જવાની છું.”

આયુષ પાછો ફરે છે અને આ તે જ છોકરી છે જેને આયુષ થોડી થોડી પસંદ કરે છે.

આયુષ બોલ્યો. “મ ફાડી અત્યારે એકલીજ બેઠી છે, બધા બહાર કામમાં અને આ એકલી સેમ કોપી મારી જેમ રહેવાની આદત છે. મઝા આવશે હવે ધીરે ધીરે.” મનમાં વિચારતો અને બહાર નીકળતો હોય છે.

                   એક મિનિટ એક વાત રહી ગઈ હોય તેવુંં લાગ્યુ, વિકાશ અને તેના બધા ફ્રેન્ડ જે ક્લાસ છે તે આર્કિટેક્ચરનો અને આયુષ સિવિલ એન્જીનીર ડીપાર્ટમેન્ટમાં તો પછી આયુષ પાછું કંઈક વિચાર કરે છે.

આયુષ વિચારે છે. “કોમ્બીનેશન સારું છે આર્કીટેક અને સિવિલ. મને બધુજ જોડતા આવડે અને તે કંઈ જગ્યાએ કેમ જોડવુંં અને કંઈ રીતે મૂકવુંં એ તેને આવડશે. પણ ઉતાવળ નહીઁ. અત્યારે આપણું કામ કરો અત્યારે કશું જ કરવાની જરૂર નથી.”

                      આયુષ બહાર જઈને જેમ વિકાસે કહ્યું તેમ કામ કરવા માંડે છે. જીલ અને તરંગ બામ્બુ ભેગા કરે છે. આયુષ જોડે ઘણાય લોકો કામ કરે છે. બધા છોકરા છોકરી જોડે વાતો કરતા હોય અને આવુંં પહેલીવાર જોવે છે અને તેમની વાતો સમજે છે. ત્યાં બપોરનું જમવાનું પતાવી આર્કિટેક્ટના સ્ટુડન્ટ અમુકે સૂઈ જાય છે કામ કરતા કરતા અને આયુષનું એક જ કામ હતું તે પૂરું કરી બામ્બુને કાપડ વીંટાળવાનું કામ કરે છે. વિકાશ ત્યાંથી પસાર થતો હોય છે.

આયુષ બોલ્યો. “અલ્યા વિકાશયા, આ કપડું કેવી રીતે કટ કરું? કાતર લાય.”

વિકાસ બોલ્યો. “કટર માસ્ટર ક્યાં ગઈ?”

આયુષ બોલ્યા. “કોણ લ્યા?”

ત્યાંથી જમીને આવતી અમીની સામું જોઈને બોલે. “લે આવી ગઈ આની વાત કરું. અમી આ આયુષ જોડે રે'ને કટર લઈને તે ફટાફટ કપડાં ફાડી નાખશે અને ફટાફટ કામ થશે.”

આયુષ બોલ્યો. “એ ડફોળ કપડાં ફાડવા નહીઁ.”

વિકાસ બોલ્યો. “એ અમી સમજી ગઈ કપડું ફાડી વીંટાળવાનું.”

અમી બોલી. “હા એ હું સમજી ગઈ. કપડાં બધા ફાડી દઉં છું એટલે કટ કરી દઉં છું.”

                      પણ થયું એવું કે અમી ડાયરેક્ટ આવીને તેનો જમણો હાથથી આયુષના ડાબા હાથની આંગળી પકડી જોરથી ખેંચી કાપવા જાય છે.

આયુષ મનમાં બોલે. “હાથ છોડ હાથ છોડ, મેં કીધું હાથ પકડ. આતો વધારે જ કંઈક કરે છે. આટલુ ફ્રી માઈન્ડ છે. અને હું ટોપો. ચાલ વાંધો નહીઁ આજ સુધીમાં આને રેકોર્ડ તોડ્યો મને અડવાનો, એટલેકે મને અડનાર પહેલી છોકરીમાની એક છે.”

                        થયો આયુષનો પણ દાવ થયો. હવે લાગવાની વાટ. હલાલ થવા ખુદ ગયો છે લાગી જશે પુરેપુરી. ભોગવવુંં પડશે તેને. પણ એ એક અજાયબી માણસ છે જૉમ્બી નામ પાડ્યું છે લક્ષણ પણ એવા જ છે. એક ખાલી છોકરીને પોતાના જેવા વિચારો જોવા ગયો છે અને પછી શાંત પાણી ઊંડા હોય તેવો સીન છે આતો. વિકાશ હવે બોક્સ બનાવા આયુષને અંદર મોકલે છે, એવા સમયે અચાનક અમી એકલી જ બેઠી હોય છે. આયુષને પરસેવા છૂટે. છતાં બેસીને કામ કરતો હોય ત્યારે વાત કરવાની કોશિશ કરવા જાય પણ કરી નથી શકતો. અમી બોલવાની કોશિશ કરે છે.

અમી બોલી. “તમને કટ કરતા આવડશે પૂંઠા, આયુષ?”

આયુષ બોલ્યો. “કટ કરવાનું પછી કરીશ, નામ કંઈ રીતે ખબર?”

અમી બોલી. “લે તમને કોણ નથી ઓળખતું તમને સ્ટોરી લખવાનો ઇન્ટરેસ્ટ છે.”

આયુષ બોલ્યો. તમને કંઈ રીતે ખબર કે હું રાઇટર છું?”

અમી બોલી. “ બધા જ જાણે છે તમને, આ વાત મને ગર્લ હોસ્ટેલના રેક્ટરે કહી.”

આયુષ બોલ્યો. “ઓહહ હા.”

આયુષ મનમાં વિચારે છે. “આ વાત સરખી તો બોય હોસ્ટેલના રેક્ટરને નથી ખબર. આ વાત વિકાશ સિવાય કોઈ ના કહે એનો મતલબ વિકાશે ઢંઢેરો પીટ્યો છે. અને આને એમ કે મને ખબર નહીઁ હોય કોઈ વાતની. વિચિત્ર તો પુરેપુરી છે. હવે પહેલીવાર વાત કરું છું. કંઈ ભૂલ ના થવી જોઈએ ચૂપ રહો.

                        આયુષ પાછો હોસ્ટેલમાં આવે છે. આ રીતે કામમાં અને ધીરે ધીરે વાત કરવામાં દિવસ નીકળી ગયા. વેલેન્ટાઈ ડેનું ફંક્શન પણ પત્યું. હવે વાત કરવી તો કરવી કંઈ રીતે, આયુષ મગજ દોડાવે ડાયરેક્ટ વિકાસને ના કીધું પણ હોસ્ટેલના રેક્ટર અંકિત જોશીને કહ્યું. આયુષ અંકિતના રૂમમાં ગયો અને બધી વાત ચાલુ કરી.

અંકિત બોલ્યો. “કેમ આયુષ, આજે મારું કામ પડ્યું?”

આયુષ બોલ્યો. “હું કેવો માણસ છું તે સાચે સાચું બોલજો.”

અંકિત બોલ્યો. “બધુંજ બરાબર છે પણ તું ભળતો નથી, બધા જોડે ભળવાનું રાખ શીખવા મળશે.”

આયુષ બોલ્યો. “મારે ભળવુંં છે પણ એક છોકરી જોડે.”

અંકિત બોલ્યો. “ઓહ સારી વાત છે આવુંં ક્યારે થયું?”

આયુષ આખી વાત કરે છે.

અંકિત બોલ્યો. “અરે આવુંં હોય તો વાત કર હવે.”

આયુષ બોલ્યો. “આમાં વિકાશના સપોર્ટ વગર કંઈ નહીઁ થાય, હું શું કહું છું સાંભળો. હવે માર્ચ મહિનામાં કોલેજના મંદિરની પ્રતિષ્ઠા રાખવાની છે એવી વાત મળી છે. ત્યાં સુધી હું કંઈ નહીઁ કરું. ત્યારે આખી હોસ્ટેલને કામે લગાડવાના છે કેમ કે કોલેજમાં રજાની વાત ચાલે. આ કામે લગાડતાં વખતે બંને હોસ્ટેલ એક થઈને કામ કરશે. તે દિવસે રાત્રે અમુક છોકરા ઓછા થાય ત્યારે વિકાશ હોવો જોઈએ અને જબરદસ્તી મારા મોઢામાંથી તમારે અમી નામ નીકળવાનું, શું આટલુ કરી શકશો?”

અંકિત બોલ્યો. “રેગિંગ જેવુંં હેરાન કરીને નામ નીકળવાનું. આવુંં કેમ કરવાનું વિચારે.”

આયુષ બોલ્યો. “હેરાન કરીને નામ લેવામાં આવશે તો ભોળો દેખાય બધાની હાજરીમાં અને લોકોને લાગશે કે ભોળો છે એને કોઈને જોઈને પ્રેમ કર્યો તો અતિશય કરતો હશે અને હા હું પ્રેમ જ કરવા માંડ્યો છું. કંઈ સારું થયું તો વિશ્વાસ આપું આખી જિંદગી એને સાચવીશ. કોઈ દિવસ મારાં તરફથી દગો તેને નહીઁ મળે.”

અંકિત બોલ્યો. “દગો આપવાનો તને વિચાર પણ ના આવે અમે ઓળખીયે તને. પણ ભોળો નજરમાં આવીશ તો રિસ્પેક્ટ વધશે, પછી કોઈ તે નામથી તને હેરાન ના કરે. જબરજસ્ત મગજ વાપર્યું તે.”

આયુષ બોલ્યો. “રાઇટર છું આવી તો હું સ્ટોરી લખતો હોય.”

અંકિત બોલ્યો. “એટલે જ એકલો રહે છે અને શાંત બેઠો ગાર્ડનમાં કંઈક લખ્યા જાય છે ભળતો નથી. હવે આવ્યો યુ ટર્ન જે તને બદલી નાખશે. પણ એક વિશ્વાસ આપ મને.”

આયુષ બોલ્યો. “હા બોલો.”

અંકિત બોલ્યો. “ભવિષ્યમાં કંઈક તકલીફ થાય તને દગો મળે કદાચ, આ તો નક્કી ના કહી શકાય પણ કદાચ મળે દગો તો કોઈ દિવસ તૂટતો નહીઁ અને જીવનથી હાર નહીઁ માનતો.”

આયુષ બોલ્યો. “આ વાત કરી તમે એમાજ મારાં હૃદયની સ્પીડ પાંચસો ક્રોસ મારી ગઈ. કંઈક સારું બોલો.”

અંકિત બોલ્યો. “આયુષ તું બે વરસથી અહીંયા છે, હું છેલ્લા આંઠ વરસથી. મેં ઘણાય જોયા છે રોજ કોલેજમાં, અને તું લગભગ બધાના હૃદય જીતી ગયો છે. દરેકની મસ્તીમાં તને પહેલો કરે છે તું એક રમકડાં જેવો માણસ છે. કોઈ રમીને જાય અને તકલીફ થાય તને એના પહેલા હું તને કહી દઉં એટલે.”

આયુષ બોલ્યો. “સાચી વાત હું નહીઁ હારું. અને અગર જો સામેથી રમશે કોઈ તો ચેકમેટ હું જ કરીશ.”

અંકિત બોલ્યો. “અને એમાં મારો સપોર્ટ બસ.”

આયુષ બોલ્યો. “હું જલ્દી જાઉં નહીંતર બીજા લોકો કંઈક વિચારવા માંડશે.”

અંકિત બોલ્યો. “હા જા બેટા.”

અંકિત મનમાં વિચારે છે. “બસ આ આયુષનું જીવન સારું થાય, કંઈ પ્રોબ્લેમ ના આવે. આટલો મસ્ત માણસ છે કોઈ તેનું દિલ તોડશે તો નહીઁ સહન કરી શકે. હારી જશે મને એવું લાગે છે. તો પણ હું તેને સાચવી લઈશ.”

આયુષ રૂમની બહાર જતા વિચારે છે. “ચાલો રેક્ટરનો સપોર્ટ થઈ ગયો. હવે કેમ્પસમાં મને કોઈ રોકી નહીઁ શકે.”

                            બસ પછી શું દિવસો વીતતા જાય છે અને પ્રતિષ્ઠાનો દિવસ આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance