લવ ઈઝ ટાઈમપાસ - ભાગ ૨
લવ ઈઝ ટાઈમપાસ - ભાગ ૨
2016
કોલેજ લાઈફ હવે શરૂ થઈ આયુષની જેમાં કેટલીક ગંભીર સમસ્યા આવશે આયુષ પર અને તેને કંઈ રીતે લડવું તે બધુંજ આયુષ નક્કી કરશે. હોસ્ટેલ અને કોલેજમાં જવું એજ જીવન બનતું હતું બધા લોકો કહે કે આ એકલો કંઈ રીતે જીવી શકતો હશે મસ્તી મઝાક વગર પણ આયુષ તો એકલો રહેતો હોય તો એમનેમ તો નહીંજ હોય ને વિચારોમાં ખોવાઈ જતો તો હશે ને. આવી જ રીતે વિચારોમાં ટાઈમ નીકળતો પણ આને ટાઈમપાસ ના કહી શકાય એનો કંઈક અલગ જ જવાબ નીકળતો હશે. જીવન હવે શરૂ થાય છે આયુષનું.
આયુષ એકલો રહીને બધાની વાતો સમજે છે બધાની લાઈફ સ્ટાઈલ કેવી છે સમજવાની કોશિશ કરે છે. તે બધાથી અલગ કેમ છે ? તે પુરેપુરી રીતે સમજે છે. એના લાઈફમાં હવે એક કોમન વાત નીકળે છે કાંડ કરવું પણ પોતાનું નામ ના આવે તે એનો ઘમંડ. માનવું પણ પડે આયુષને કે બધું કામ કરવાનું આયુષને નામ આવે બીજાનું. વાહ ભાઈ ખરેખર એન્ટિક પીસ બનાવ્યો ભગવાને.
હોસ્ટેલમાં બીજી બધી એમનેમ ફાલતુ વાતો સમજે છે ને ધીરે ધીરે બધા જોડે રહે છે, ધીરે ધીરે બદલાય છે આયુષ પણ કોઈને દોસ્ત બનાવતો નથી. વાત છે બધી સાચી એવા સમયે વધારે કંઈ નહીઁ વરસ નીકળે છે અને તે જુનિયરનો સીનીઅર બને છે. આયુષને બાજી પત્તા અને ચેસ વધારે પસંદ હોય છે. ત્યાં જુનિયરનો એક રૂમનો દરવાજો ખુલ્લો હતો અને તે ત્યાંથી ટહેલતો નીકળતો હતો ને બધાને રમતા જોઈને એને રમવાની ઈચ્છા થઈ અને ત્યાં વાત કરવાની કોશિશ કરે છે.
આયુષ બોલ્યો. “ શું ભાઈઓ આવી શકું હું?”
જુનિયર ૧ બોલ્યો. “ આવો આવો તમે અમારા સિનિયર છો પૂછવાનું ના હોય.”
આયુષ બોલ્યો. “ આતો તમે જુગાર રમતા હતા એટલે જોયું મેં.”
જુ ૨ બોલ્યો. “ શું ઈજ્જત કાઢો છો તમે, જુગાર નહીઁ મીંડી રમતા હતા.”
આયુષ બોલ્યો. “ દસસા ભેગા કરો. હવે સાંભળો તમે નહીઁ તું કરીને વાત કરવાની. આવો તો મોટો નથી તમારાથી કે તમે કહો. બીજું બધું છોડો હું આયુષ પટેલ છું, આતંકવાદીએ નામ પાડ્યું છે જૉમ્બી તમે લોકો સુધરેલા નથી કે આયુષ બોલાવો તમે પણ બોલાવી શકો. હવે તમે ઓળખાણ આપો.”
જુનિયર ૧ “હું વિકાશ આ છે જોર્ડન, આ બીજો પોપટ જેવો દેખાય તે જીલ, બીજો છે આકાશ અને છેલ્લો છે તે તરંગ.”
જોર્ડન બોલ્યો. “આમતો મારું નામ જનાર્દન છે. પણ પ્રેમથી જોર્ડન બોલાવે.”
આયુષ બોલ્યો. “પ્રેમથી એટલે કંઈ ડાઉટ નથીને !”
જોર્ડન બોલ્યો. “નામ સાથે મસ્તી નહીઁ, મઝાક બીજી કરો.”
આયુષ બોલ્યો. “ ચાલો પત્તા વહેંચો મઝાક ચાલે બધી.”
આમ વિકાશ પત્તા વહેંચે છે. અને દરેક પત્તા ઉપાડતા વેંત કંઈક આવું થાય છે
વિકાશ પત્તા ઉપાડતા બોલે છે. “મૈત્રી સારું આવ્યું, બીજી વાર મૈત્રી આ પણ સરસ.”
આયુષ ઊંધા પત્તા જોઈને બોલે છે. “પત્તા પર નામ લખ્યું છે?”
જોર્ડન બોલ્યો. “ના ભાઈ તેની ગર્લફ્રેન્ડનું નામ બોલે છે.”
આયુષ બોલ્યો થોડોક ગુસ્સામાં. “ગર્લફ્રેન્ડ છે કોઈ ભગવાન નથી.”
વિચારમાં પડીને વિકાશ બોલ્યો. “કેમ તું આમ બોલે છે ભાઈબંદ.”
આયુષ બોલ્યો. “હું કંઈક એવું જીવું છું જો દોસ્ત ના હોય તો છોકરીઓથી નફરત રાખું છું, દસ મીટરનું અંતર રાખું છું. મને જરાય પસંદ નથી એવી વાતો કે જે છોકરી જોડે થતી હોય. બધા ગપ્પા છે. છોકરીનું નામ આજ પછી આવવું ના જોઈએ.”
જોર્ડન બોલ્યો. “છોકરીથી કેમ આટલી નફરત?”
આયુષ બોલ્યો. “છોકરીઓથી નફરત નથી બધા એમાં આંધળા બને છે એ વાત થી નફરત છે. હવે સાંભળ
હું જ્યારે કોલેજમાં નવો નવો આવ્યો ત્યારે બધુજ સમજવાની કોશિશ કરતો એમાં એક વાત મને મળી. વાત કંઈક એવી છે આ કોલેજ કે કોઈપણ કોલેજ હોય તેમાં લવરીયા ફરતા હોય. એમાં કોલેજની રીસેસ કલાકની પડે તો હું દસ મિનિટમાં જમવાનું પતાવીને કોલેજ કેમ્પસમાં ફરતો અને જોતો બધુજ, એમાં કેટલાય લોકો છોકરી જોડે ખભા પર હાથ રાખી લવ યુ લવ યુ કરતા ચાલતા હોય, તો કેટલાય બધાની વચ્ચે હાથ પર કિસ કરીને એવી નજરે જોતા હોય છોકરીની સામું કે આ છે શું એ હું વિચારતો હોઉં. માન્યું કે હું તેવી વાતથી ઘણો દૂર છું પણ એવા સમયે હું બધાને નિહાળતો. પછી આંટાફેરા મારતા કેટલાય લોકો ખૂણામાં બેસીને કંઈક અજાયબી હરકત પણ કરતા હોય તો કેટલીક છોકરીઓ છોકરાના કોલર સેટ કરતી હોય, અરે એ બળદિયાનો કોલર સેટ નહોતો તો શું જખ મારવા સેટ કર્યું તે એમ મનમાં મારાથી બોલાય જાય. તો કેટલીક જગ્યાએ કંઈક રમતા હોય ક્રિકેટ કે પછી વોલીબોલ. તો કેટલાય એવા છુપાવા જાય કોઈ જોઈ ના લે અને પાછળ તો ખબર નહીઁ શું કરતા હોય, હું ક્યાં એ લોકોની વચ્ચે લાકડું બનવા જાઉં.
વિકાશ બોલ્યો. “આજ લવ છે. અને મારે મૈત્રી જોડે પણ આવુજ છે.”
આયુષ બોલ્યો. “ઘંટા લવ. અટ્રૅકશન છે ખેંચાણ છે એક બીજાનું. ધોયેલા મોઢાની જેમ આવે મોઢામાં મૂડ ફ્રેશ સ્પ્રે મારીને અને કલર કરે છોકરીની સામું. આતો કંઈ લવ છે. લવની ભાષા જ કંઈક અલગ છે જે આ લોકો સમજતા નથી. લવ લવ કરીને ટોપાઓ સ્યુસાઈડ કરે છે અગર પ્રેમ કરતા હોય તો તેના માં બાપ તેને પ્રેમ નથી કરતા? શું જખ મારાવા મારે છે! આ બસ ખાલી કહેવત પડી કે એના માટે જીવન આપી શકું તો જીવ જ આપી દીધો. અને પ્રેમ કરતા હોય તો શું કામ બ્રેકઅપ થયું? પ્રેમ કરતા હોય તો લાખો ભૂલ થાય હજારો ખામી માંથી એક સારી આવડત શોધતા હોય. આ લવની ભાષા નથી વાત કરે.”
વિકાસ બોલ્યો. “તું ઘણુંય જોઈને બેઠો.”
આયુષ બોલ્યો. “જોઈને અને સમજીને બેઠો છું. દગો મળેજ છે આમાં ક્યાંક છોકરીઓ છોકરાને આપે તો ક્યાંક છોકરાઓ છોકરીને દગો આપે. અને જે લવ કરે છે એની આખી જીવનની લાલ.”
વિકાસ બોલ્યો. “ભાઈ કોલેજ છે તને પણ લવ થશે.”
આયુષ બોલ્યો. “થાય ત્યારે જોઈ લઈશું પણ અત્યારે નહીઁ. અત્યારે બસ ખાલી ફોકસ સમજણનું. તું આ મૈત્રી મૈત્રી કરે છે એ એક છોકરીજ છે ભગવાન નથી. તું ભગવાન નહીઁ બનાવ આવું કરીશ તો ઉપરવાળો ઓરીજનલ ભગવાન તાળા લગાવી દેશે મૈત્રીથી અને ક્યાંય હાલી નહીઁ શકે.”
વિકાશ આયૂષની વાતને મઝાકમાં જ લેતો હોય છે. પણ આયુષ હમણાં જે બોલ્યો તે કંઈ ખોટું પણ નહોતું. વિકાશ માન્યો નહીઁ તે વાત ને પણ થયું કંઈક એવુ કે તેનું થઈ ગયું બ્રેકઅપ. અને તે આખી રાત તે દિવસ કાંચની સામું જોતો રહ્યો, અને પોતાને પૂછતો રહ્યો કે વાતમાં કંઈક તો છે ભગવાન તો ઉપર જ છે. કોઈ દિવસ ભગવાનને ના માનવાવાળો આજે ભગવાન કહીને મોઢામાંથી અવાજ નીકળે છે.
આવી હોય છે અત્યારની લવશિપ. બસ હવે વખત આવે છે જે છોકરીને માનતો પણ નહીઁ ગણતો પણ નહીઁ તે આજે કોઈને પસંદ કરવા માંડ્યો એ પણ કઈરીતે બદલાયો તે પણ જાણવા જેવી વાત બની. આ માણસ ઘણો બદલવા માંડ્યો. જેના માટે જીવનમાં એકલું રહેવું તે આજે કોઈને પસંદ કરવા માંડ્યો છે અને તે આજે એના વિચારમાં ખોવાયો. આ છે આયુષની લાઈફનો ખરો યુ ટર્ન જે આયુષની સારું જીવન બનાવશે કે ખરાબ તે કંઈજ નક્કી નહોતું.
ચાલો જાણીયે તેની બીજી વાત પછીના ભાગમાં.

