લવ ઈઝ ટાઈમપાસ - ભાગ ૧
લવ ઈઝ ટાઈમપાસ - ભાગ ૧
2015
અત્યારનો સમય બહુજ કઠિન બને જાય છે. પણ અત્યારના સમયમાં કોઈની પર વિશ્વાસ રાખવો કે નહીઁ તેના માટે પણ કેટલીય વાર વિચાર કરવો પડે છે એવા સમયે તો પ્રેમની વાત તો બહુજ કઠિન પડે.
એવીજ એક વાત કરીએ. એક છોકરો છે જેનું નામ આયુષ છે. આ છોકરો ભણવામાં બહુજ હોશિયાર ન કહી શકાય, કેમ કે ૮૦-૯૦ ટકાની વચ્ચે રમતો હોય છે પણ બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જરાય જોવાનું નહીઁ કે તેના પણ વિચાર કરવાનો નહીઁ. આ આયુષ એવો માણસ હતો કે એકલો સ્કૂલ જવાનું એકલો નાસ્તો કરવાનો અને એકલું ઘરે પાછું આવી જવાનુ, બીજી કંઈજ મગજમારી નહીઁ આને, તેને દોસ્તો બનાવવામાં કંઈજ ગમતું નહીઁ. હવે બાર ધોરણ પત્યા પછી તેને ગ્રેજ્યુએટ થવું પડે એટલે એ કોલેજમાં એડમિશન લે છે. હવે ઘરવાળા તેને સમજાવે કે હવે આયુષ તું એકલો જાય આવે એવુ નહીઁ ચાલે તારે એક દોસ્ત તો રાખવો પડે જે તારી મદદમાં આવી શકે. આયુષની તો પણ ના જ હતી. હવે થાય છે એવું તેનું બારમુ ૨૦૧૫ની સાલમાં પૂરું થયું ત્યારે તે હતો ઓગણીસ વરસનો આટલી ઉંમર હોવા છતાં કોઈ દોસ્ત નહીઁ કોઈ નહીઁ.
આયુષ ભલે દોસ્ત ના બનાવતો પણ એને જે રીતે એની આજુબાજુ જોયું તે રીતે એને એમ થયું કે દોસ્ત પણ ખાલી બોલવા ખાતર હોય છે બધા પાછળથી ખોટી આને ખરાબ વાતો કરતા હોય છે. આ વાતો સાંભળી તેને આ બધે રસ્તે જવુંજ ના ગમતું. પણ હવે આવી છે કોલેજ લાઈફ આયૂષની જે માણસ સ્કૂલમાં કે ઘરેથી ના શીખી શકે તે માણસની જીવન જીવવા પૂરતું નોલેજ કોલેજમાં જ મળી જાય. લોકો કેવા હોય શું કરતા હશે અને કેવા સમયે શું ડિસિઝન લેવો તે બધું ત્યાંથી શીખી જાય છે. પણ આયુષ એક વાત વિચારે છે જો સ્કૂલની જેમ એ રોજ આવતો જતો હોય તો કંઈ તંબુરામાં નોલેજ મળશે ! એટલે એ હોસ્ટેલમાં રહેવાનું વિચારે છે. પાછું એ પણ વિચારે છે હવે કંઈક મઝા આવશે એમ નથી વિચારતો કે સ્કૂલ લાઈફ મઝા કરવાની હતી કોલેજમાં તો રોજ કઈ ને કંઈ દાવ પાણી કચરાપેટી થઈ જશે.
આયુષને મળે છે એડમિશન, કોલેજમાં હોસ્ટેલનો રૂમ પણ મળે છે, તે એડમિશનનું બધું કામ પતાવી તેના પરિવારના માણસો તેને રૂમ સુધી મૂકી જાય છે, એવુ હોય ને કન્યાને મંડપ સુધી મૂકી જાય તે રીતે. પરિવારજનો યાદ રાખો છોકરો કોલેજ સ્ટડી પુરી કરવા જાય છે કે શેરડીનો રસ ચૂસવા નહીઁ. ચાલો પછી પરિવારજનો જતા રહે છે ત્યાંથી જતા રહે છે પછી મોટો સફર કરીને આવેલ સફરજન સૂવા તો જવાનો.
આ રીતે તેનો કોલેજનો પહેલો દિવસ ચાલુ થાય છે કોલેજ અને આયુષની આખી લાઈફ મઝાક બનવા જઈ રહી હતી, તે કરવા શું માંગતો અને શું થયું તેની વાતની જાણ આયુષને નહોતી. સમય તો જવાનો પણ સારો જવા દેવો કે ખરાબ જવા દેવો એ હોય છે આપણી પર પણ આ વખતે આયુષ ના સમજી શક્યો કે ના સમજાવી શક્યો. વાત કોલેજની તો એમનેમ ચાલ્યા જાય પણ અત્યાર જોવા જઈયે તો અત્યારના માં બાપના દીકરા દીકરીની હોસ્ટેલ લાઈફ કેવી જતી હોય તેમને ખબર જ હોતી નથી. પણ આયુષ બધી જ સિચ્યુએશનમાં લડવા પહેલા દિવસથી તૈયાર હતો.
કરીએ વાત આયુષની હજુ પણ તે એકલો કોલેજ જાય આવે, હોસ્ટેલના ડાઈનિંગ હોલમાં સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે નાસ્તો અને રાત્રે જમવાનું આટલુ હતો. હોસ્ટેલમાં બીજા લોકો આખુ ફ્રેન્ડ સર્કલ જતા પણ આ એકલો. એમ થાય કે આને એકલા રહીને મળતું શું હશે ? પણ એકલોય હતો વિચિત્ર બધાની સામું ધ્યાન રાખી બધાને સમજવાની કોશિશ કરતો કે કયો માણસ વિશ્વાસ નહીઁ તોડે તે જોતો. હોસ્ટેલ લાઈફ હોય તો બધા પોતાના નામથી ના બોલાવે હોસ્ટેલમાં એક હિરેન કરીને છોકરો તેનું નામ બધાયે આતંકવાદી પાડ્યું પણ આયુષને અત્યારે ખબર પડી કે કેમાં આવું નામ પાડ્યું. એ ગો ગોવા ગોન જૉમ્બીનું પિક્ટર જોઈને બહાર નીકળ્યો રૂમની ત્યાં લોબીમાં આયુષ ફોનમાં ગેમ રમતો અને એક બીજો છોકરો ત્યાં આંટાફેરા મારતો.
આતંકવાદી આવીને બોલ્યો.”જૉમ્બી .. બોસ.”
ત્યાં પેલો બીજો છોકરો બોલ્યો તેનું નામ દૂધની ડેરી પાડેલું કેમ કે એટલો ધોળો હતો તે બોલ્યો. “કોણ આયુષ.”
આતંકવાદી બોલ્યો. “આજથી આયુષનું નામ જૉમ્બી બોસ.”
આયુષ મનમાં વિચારે છે. “ આ ટોપાને બીજું કંઈ મુવી ના મળ્યું હવે મારા ગો ગોવા ગોન થઈ ગયું ચાલો ગોવા જઈયે અને ત્યાંથી પેનડ્રાઈવમાં કિક મૂવી લેતા આવીયે કંઈક તો ડેવિલ નામ પડે. આને તો દાવ પાણી કચરાપેટી કર્યા, આને લગાવ્યા ધંધે.”
હવે આયુષની લડત જીવનની ચાલુ થઈ શકે પણ આવું નામ તો દરેક હોસ્ટેલમાં કોઈને કોઈ નામ પડતા હોય તેમ બીજાના તો નામ વિચારી હસુ આવે અમુક લોકો ક્રિકેટના બેટ લઈને ધીરે રહીને મારે તો સાવરણીથી પીચ ધોનાર નામ પડી જાય. જાડ્યો હોય તો પેપો, માંજરો, ટીકડી, દડી, સસલું, પેટી, લાંબો, ટૂંકો, ભોંપો, પીયલો આવા અજાયબી નામ પડતા હોય છે આયુષની હોસ્ટેલમાં આવા કંઈક નામ બધાના પડેલા. હવે આયુષ દિલ ખોલીને જીવવાની મઝા માણવા જાય છે અને લાઈફમાં આવે છે યુ ટર્ન.

