લોકમાન્ય તિલક જયંતિ ૨૦૧૮
લોકમાન્ય તિલક જયંતિ ૨૦૧૮
ઓગસ્ટની પહેલી તારીખ આવે અને આપણાં સહુનાં લાડીલા લોકમાન્ય તિલકની યાદ આવે. આજે તેમની પુણ્યતિથિને દિવસે એક પ્રણ લઈએ. આળસ ખંખેરવી અને દેશ પ્રત્યે ફરજ બજાવવી! ૧લી ઑગસ્ટ ૧૯૨૦.
“સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક્ક છે."
આ વાક્ય કાનમાં ગુંજી ઉઠે. અંગ્રેજોનાં હાથ નીચે જ્યારે ભારત હતું ત્યારે આપણાં દેશની પ્રજાની ખુમારી અજોડ હતી. ક્યાં ગયાં આજે એવાં શૂરવીરો. પૈસાની ચકાચૌંધમાં શું બધાં બહાદૂરો ચૂડીઓ પહેરીને બેઠાં છે. ૨૧મી સદીની પૈસા પાછળની આંધળી દોટ આપણને કઈ દિશામાં લઈ જઈ રહી છે?
આધુનિકતા, મોજશોખનાં ઉપકરણો પાછળનું પાગલપણું આપણાં સચ્ચાઈનાં માર્ગમાં રોડાં નાખે છે. સહુને માત્ર “પૈસા” ની ઘેલછા છે.
નિતિમયતા અને દેશ પ્રત્યેની વફાદારી પ્રત્યે સહુ બેદરકારી દાખવીએ છીએ. ભારતમાતાનનાં સંતાનો મોડું થાય એ પહેલાં જાગો, ભારતનાં સપુત તરીક
ે પોતાની જવાબદારી નિભાવો!
૧૮૫૬માં જન્મ અને પુનાની “ડેક્કન કૉલેજની સ્નાતકની પદવી’ ગણિત અને સંસ્કૃત સાથે મેળવી. ૧૮૯૩માં મુંબઈ યુનિવર્સિટિમાંથી વકિલાતની પરિક્ષા પાસ કરી. એ જમાનામાં ‘મરાઠા અને કેસરી” બે સમાચાર પત્રની શરૂઆત કરી. એ સમાચાર પત્ર દ્વારા અંગ્રેજો વિરૂદ્ધ પ્રચાર કર્યો. ગણપતિ મહોત્સવનું મહારાષ્ટ્રને સમજાવ્યું. શિવાજી મહારાજે મોગલો સામે યુદ્ધ કર્યું હતું તેની મહત્વતા બતાવી. ૧૮૯૭માં ૧૮ માસની જેલની સજા ભોગવી.
લોર્ડ કર્ઝનનાં સમયમાં ‘અંગ્રેજી માલ' નો બહિષ્કાર કર્યો.
અંગ્રેજો સામે માથું ઉંચક્યું. “લોકમાન્ય" નું બિરુદ પામ્યા.
લોકમાન્ય તિલકની તો જેટલી ગાથા ગાઈએ તેટલી ઓછી છે. આજે આ બધું જણાવવાનો એક જ ઈરાદો છે.
જાગો ભારતિય જાગો. સમય પાકી ગયો છે. શ્રી નરેન્દ્ર મોદીને સાથ આપો.