Hetshri Keyur

Crime Thriller

3  

Hetshri Keyur

Crime Thriller

લોહી તરબોળ ચપ્પુ

લોહી તરબોળ ચપ્પુ

7 mins
245


     ઢળતી સાંજનો મીઠો પવન અને બારીમાંથી આવતો સૂર્યાસ્ત સમયનો પ્રકાશ અંબિકા ના દીવાન ખંડમાં આવી રહ્યો હતો, સૌથી મોટો દીકરો ઉદય ટીવી માં પોતાનું પસંદગીનું કાર્ટૂન જોઈ રહ્યો હતો અને નાની બહેન ચર્મી પોતાના સંગીત નાં વર્ગ માટે તૈયારી કરી રહી હતી એવામાં અંદર થી સૌથી નાનાં દીકરા યશ નો ઘોડિયામાંથી રડવાનો અવાજ આવતાની સાથેજ અંબિકા દોડીને રૂમ માં ગઈ."તમે કેમ ઉઠી ગયા !?" અંબિકા એ માનવ ને પ્રેમ થી કહ્યું,અંબિકા નો પતિ માનવ વર્ષો થી પથારીવશ હતો ચાલી બેસી શકતો ન હતો,અંબિકા નાના યશ ને તેડી તરત પતિ પાસે ગઈ અને હાથ માં યશ બીજા હાથ માં દૂધ ની બોટલ પકડી પલંગ પર બેસી અને બોટલ ટેબલ પર રાખી પતિ ને સહારો દઈ બેસાડતા બોલી" કેમ ઊઠી ગયા, નીંદર નથી આવતી તમને ?" કહી ગોળી આપી આરામ કરવા કહી યશને બહાર લઈ ગઈ,બંને બાળકો મસ્તી કરતા હતા નાના ભાઈ ને જોઈ દોડી ને અંબિકા પાસે આવી ગયા, બંને લડવા લાગ્યા યશ ને ખોળા માં રાખી રમાડવા માટે પરંતુ મોટો દીકરો ઉદય ૧૨વર્ષ નો અને દીકરી પણ ફક્ત ૮વર્ષ ની હતી જેને કારણે બેમાંથી કોઈ ખોળામાં સુવડાવી શકે એવડા ન હતા. અંબિકાના પતિ ને ખુબજ સરસ નોકરી હતી પરંતુ કોઈ કારણો સર એ છેલ્લા પાંચ મહિના થી પથારીવશ થઈ ગયો હતો અને ડોક્ટર નાં કહેવા મુજબ હવે જિંદગી આખી એજ પરિસ્થિતિ રહેશે એવું હતું,માટે અંબિકા આજુ બાજુના ઘરમાં કામ કરી અને ગુજરાન ચલાવતી કારણ નાના બાળકો હોય તો અખો દિવસ નોકરી કરી શકે નહિ,માટે બે બાળકો શાળા એ જાય એટલે યશ ને જોડે લઈ અને પતિ ને થોડો ટાઈમ આરામ કરાવડાવે અને બે થી ત્રણ કલાક માં જઈ પરત આવતી રહેતી પરંતુ પૂરું ગુજરાન ચાલતું નહિ કારણ બાળકો ની શાળાની ફી તેમજ પતિનો ખર્ચો ઈલાજ નો ! એમાં યશ નાનો ! માટે અંબિકા ઘરે બેસી જ્વેલરી કામ કરતી અને થોડા પૈસા એમાંથી કમાતી અને ગુજરાન ચાલતું.

અંબિકા પોતાના ત્રણેય સંતાનનો ઉત્તમ ઉછેર એને માતા અને પિતાનો સહિયારો પ્રેમ આપતિ, ગુજરાન ચલાવતી અને ઘર ઉત્તમ રીતે સાંભળતી અને પતિ ની દેખરેખ રાખતી તેમજ સારા ખરાબ પ્રસંગે પણ પોહચી જતી તેમજ કુટુંબ સમાજ માં પણ સારું એવું સંભાળ કરતી,આ મુજબ અંબિકા ની જિંદગી ખુબજ સરસ ચાલતી, હા થાક કામ ને કારણે અને માનસિક દુઃખ પતિ ને કારણે રહેતું માંદા પતિ ને જોઈ દુઃખી રહેતી પરંતુ પોતે કોઈ ને કહી શકતી નહિ એ માનતી કહી ને દુઃખ ઈશ્વરે દીધું છે ઓછું તો થવાનું નથી પછી કહીને દુ:ખ રડી ને ફાયદો શેનો !જિંદગી સરસ ચાલી રહી હતી જોત જોતામાં યશ ૩વર્ષનો થવા આવ્યો પરંતુ પરિસ્થિતિ એજ,અંબિકા એજ રીતે ઘર,બાળકો કુટુંબ અને સમાજ ને સાંભળતી અને પતિ ની સેવા કરતી ઘરનું પૂરું કરતી. 

પરંતુ એક દિવસ અંબિકા બાજુની શેરીમાં કામ કરવા ગઈ હોય છે એવામાં પડોશમાં રહેતા એક બહેન આવે છે કહે છે" તમારા ઘરની પાણીનો ટાંકો છલે છે ! ઘરની બહાર સુધી પાણી આવી ગયું છે શેરી માં !તમે જટ આવો !" અંબિકા દોડી ને ઘરે જાય છે અને તુરંત પાણી ચડવા માટેની ચાપ બંધ કરી અને પાડોશીનાં ઘરે જઈ પાડોશી ને કહે છે "તમારો આભાર હો મયુરી બહેન ! મારો પાણી નો ટાંકો ચાલુ હતો, તમે કહ્યું તો તરત ખ્યાલ આવી ગયો, આવો ને આપણે ચા પીએ બાળકો તો હું કામ કરવા જઉં એટલે બંને ભાઈ બહેન અડધા કલાકમાં એની વાન આવે એટલે શાળા એ જતાં રહ્યા હોય એના પપ્પા સૂતા છે મારો યશ પણ સૂતો હશે હું હવે કામ માટે થોડી વાર પછી જઈશ ચાલો આપણે ચા પિયે !" કહી પોતાના પાડોશી બહેન ને પોતાને ઘરે ચા પીવા બોલાવે છે,અંબિકા પોતાના સ્વભાવ ને કારણે કુટુંબ સમાજ માં ખુબજ જગ્યા પામી હોય છે અને આમતો અંબિકા ની જિંદગી માં જવાબદારી સિવાય કઈજ હોતું નથી માટે પડોશ ની બે ત્રણ મહિલા જોડે એને બહેનપણી જેવું લાગતું હોય છે એની જોડે તે પોતાના મન ની વાતો કરતી હોય છે.

બંને ઘરમાં આવે છે,અંબિકા રસોડા માં ચા મૂકવા જાય છે અને અંદર પોચતા ની સાથેજ મોટે થી બુમ નાખે છે, "એ મયુરી ! મારો યશ એ મયુરી !" દોડી ને આવે છે તો મયુરી જોવે છે યશ ગેસ પાસે હાથ અને પગ જુદા અને માથું નીચે પડ્યું હોય છે યશ નું ! અંબિકા દોડી ને યશ નાં કટકાવાળું શરીર એકઠું કરી અને હૃદય સર્સો રાખે છે અને ખુબજ રડે છે,અચાનક ડર થી બોલે છે,"એ યશ નાં પાપા !"અને દોડતી અંદર નાં ઓરડા માં જાયછે ત્યાં મોઢામાંથી ફિન નીકળેલ પતિ ની લાશ અંબિકા જોઈ ભર ઉનાળે થીજી જાય છે એક બાજુ ઊભી રહી જાય છે એને કઈજ સૂજતું નથી. મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી.આસુ પણ સુકાય જાય છે.જાણે આસુ એની આંખમાંથી નહિ હૃદય થી નીકળે છે ! અંબિકા કઈજ વિચારી શકતી નથી પરંતુ પડોશ ની મહિલા તુરંત દોડી ને આખું ઘર તપાસે છે બાળકો બીજા બંને શાળા એ છે કે?.

 અને એનો શક સાચો પડે છે પાછળ નાં નવેરા ચોકડી ની બાજુમાં એક મોટી બેગ માં અસંખ્ય કટકા કરેલ અવસ્થામાં અંબિકાની દીકરી મળી આવે છે ! એમાંથી તાજુ તાજુ લોહી નીકળતું હોય છે,જાણે હમણાજ કોઈ શરીર નાં કટકા કરી બેગ માં ભરી ગયું હોય !મયુરી દોડતી અંબિકા અંબિકા રાડ નાખતી અંબિકા પાસે આવે છે અને કહે છે, " ચાલ તારી દીકરો પછી તારો વર હવે તારી દીકરી.......કહી અટકી જાયછે " સાંભળી અને અંબિકા જાણે ધરતી ફાટી ગઈ હોય એમ દોડે છે અને દીકરી પાસે જાય છે,અને બેભાન થઈ જાય છે મયુરી તુરંત આજુ બાજુના લોકો ને બોલાવે છે બધા ભેગા મળી કહે છે પોલીસ ને બોલાવીએ પરંતુ મયુરી કહે છે નાં આપણે પહેલા અંબિકા ને પૂછીએ !બધાને નવાઈ લાગે છે એવું કેમ કહે છે ! અને આખી શેરી માનતી નથી અને પોલીસ ને બોલાવે છે અને બધીજ વાત એમને જણાવે છે,પોલીસ નો શક મયુરી પર જાય છે.ઇન્સપેક્ટર.. રણજીત કહે છે, "જુવો બહેન એમને તમે બોલવા ગયા, એમની દીકરી પણ તમનેજ મળી અને અત્યારે પણ અંબિકા બહેન તો બેભાન જ છેને !અમારો શક તમારી પર જાય છે સાચું બોલો ! કહી મયુરી સામે જોવે છે , "હા સાહેબ આ કહેતા હતા પોલીસ ને ન બોલાવીએ !"પાડોશી માંથી કોઈ એક બોલે છે અને પોલીસ નો શક વધુ મજબૂત બને છે,એવામાં આંબિકા ભાન માં આવે છે ,પોલીસ ઘર તપાસે છે અને એને એનો મોટો દીકરો ઉદય બાળકો નાં ઓરડા માં મૃત અવસ્થા માં મળે છે કપાયેલ ગળા સાથે !

 પોલીસ શક ને આધારે પાડોશી મહિલા ને પકડે છે એવામાં અજુગતું એવું બને છે જે સાંભળી બધા નાં હોશ ઉડી જાય છે અને થાય છે કળયુગ આનેજ કદાચ કહેવતો હશે ! "મે માર્યા છે મારા ઘરના બધા ને !" કહી અંબિકા પોલીસ નો હાથ પકડે છે કહે છે" મયુરી નિર્દોષ છે મૂકી દયો સાહેબ એને !" 

 પોલીસ અને હજાર દરેક નાં મોઢા પર આશ્ચર્ય અને જોડે ખુબજ ગુસ્સો ચોખ્ખો દેખાય આવે છે , "એ તું માં છો કે નાગણી !" હજાર એક વૃદ્ધ મહિલા બોલે છે.પાસે આવી અંબિકા ને બે જપટ લગાવે છે.અંબિકા ખુબજ રડવા લાગે છે અને એવું કહે છે જે સાંભળી બધાને થાય છે કળયુગ છે પરંતુ લાચાર માં અને પત્ની છે અંબિકા કળયુગ માની નાં કહી શકાય અને હજાર બધા ની આંખ માંથી આસુ નીકળવા માંડે છે !

અંબિકા પોતાની કથની કહે છે," સાહેબ મારા પતિ છેલ્લા અમુક વર્ષો થી પથારીવશ હતા,બાળકો પતિ ઘર બધુજ મારે સાંભળવાનું હતું હું પ્રેમ થી સાંભળતી પરંતુ મને મોટી જીવલેણ બીમારી છે મારા ગયા પછી મારા ત્રણેય સંતાન અને પતિ ની શું દશા થશે !વિચારી મે આ પગલું ભર્યું !કહી પોખ મૂકી રોવા માંડે છે.

" સાહેબ મે સવારે દૂધ માં દવા નાખી મારા પતિ ને મારી નાખ્યાં કારણ બાળકો ને મારી નાખું અવાજ આવે એ સહન એ નાં કરી શકે મારા પતિ ને દૂધ આપી હું ઓરડામાંથી જતી રહી મારાથી મારા પતિ ને જતા જોવાયા નહિ, કહી માથું કુટી ને રોવા માંડી મારો જીવન સાથી નો જીવ મે લીધો સાહેબ મારો જીવન સાથી નો જીવ મે લીધો ! કહી ઊંડો સ્વાસ લઈ બોલી પછી મારો દીકરો અને દીકરી તૈયાર થઈ ગયા હતા શાળા માટે મે દીકરી ને બોલાવી કપડાં સૂકવવા બહાને અને મોઢે ડૂચો મારી ઓછાડ નો અને પેલાએને મારી નાખી પછી મે મારી આંખ બંધ કરી એના કટકા કર્યા અને બેગ માં ભરી દીધી ત્યાં દીકરો તૈયાર થઈ આવતો દેખ્યો મે હું દોડી ને ઓરડા માં ગઈ મને એમ આવતી જોઈ ઉદય બોલ્યો પણ ખરો શું થયું મમ્મી? પપ્પા ઠીક છેને?પરંતુ મે કહ્યું હા બેટા મને છેને તારું પરિકર જોઈએ છે મારે એની ધાર વડે તારા પપ્પા ની દવા નો ડબ્બો ખોલવો છે પરિકર લેવા કબાટ બાજુ ફર્યો મે મોઢે હાથ દઈ એના ગળે ચપ્પુ ફેરવી દીધું પછી અવાજ તો નીકળે નહિ !કહી બેસી પડી એને કહે હવે એક યશ રહ્યો હતો સૂતો હતો એ તો અવાજ પણ ન કરે સૂતેલ લઈ અને રસોડા માં ગઈ કાપી નાખ્યો !"

બોલી અને કહ્યું " મને ફાંસી થી પણ મોટી સજા આપો પરંતુ મારા પાપ ની સજા આપો મને સાહેબ !" અંબિકા ને ફાંસી ની સજા ફરમાવવામાં આવી પરંતુ ફાંસી નક્કી થઈ એના એક દિવસ પહેલા અંબિકા એ પોતાની બીમારી કારણે જીવ છોડ્યો ! 

અંબિકા એ ખોટું પગલું ભર્યું હતું અંબિકા પોતાના સંતાન ને સગાને દઈ શકતી હતી તેમજ પતિ માટે પણ કૈક રસ્તો કરી શકતી હતી પોતાના જીવતા જીવત કે બીજું કંઈ પણ પરંતુ આ પગલું ખોટું ભર્યું કહેવાય ! પરંતુ કહે છે ને મતી ભ્રષ્ટ થાય ત્યારે કોઈની મતી કામ કરતી નથી !


Rate this content
Log in

Similar gujarati story from Crime