લંપટ
લંપટ
મયુર મોરની જેમ કળા કરવામાં માહિર હતો. સામાજિક સેવાનાં કાર્યો થકી પોતાની ઈચ્છાઓ પૂરી કરતો અને જો કોઈ સ્ત્રી અવાજ કરવા કોશિશ કરે તો એની ગંદી તસ્વીરો અને વિડિયો જાહેર કરવાની ધમકી આપતો અને મયુર મલ્ટી નેશનલ કંપનીનો માલિક હતો એટલે દર મહિનાના છેલ્લા રવિવારે સેવા થકી મેવા મેળવતો હતો.
ઘડીકમાં ઘરડાઘરમાં સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવે ને ઘડીકમાં બહેરા મૂંગા મંડળમાં તો કયારેક અંધજન મંડળમાં તો ક્યારેક અનાથ આશ્રમમાં આમ અલગ અલગ જગ્યાએ દર મહિનાના છેલ્લા રવિવારે સેવા થકી પોતાની લંપટતા પૂર્ણ કરે.
મયુરની પત્ની અવનીકા બધુંજ જાણે પણ એનો પક્ષ લેનાર કોઈ હતું જ નહીં કારણકે મયુર અવનીકા ને અનાથ આશ્રમમાંથી જ પરણીને લાવ્યો હતો. અને અવનીકાને એવી તે માર મારીને બીવડાવી હતી કે ભૂલમાં ક્યાંય મોં ખોલ્યું તો એની ઉપર અત્યાચાર વધી જાય.
જો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય તો મયુરની પહોંચ એટલી બધી વિશાળ હતી કે અવનીકાની ફરિયાદ કોઈ લે જ નહીં. આમ અવનીકા ડરી ડરીને જીવતી હતી.
મયૂર પોતાની ઈચ્છાઓ પૂરી કરતો અને નિતનવા શિકાર શોધતો.
આ તો એક સામાજિક સેવાનાં કાર્યો ભૂમિકાને જવાનું થયું અને મયુરને ભૂમિકા પસંદ આવી ગઈ એટલે ફેસબુક ઉપર પહેલા ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી અને પછી ભૂમિકા ને મેસેજ કર્યો અને લખ્યું કે કાલે મળવું છે.
ભૂમિકા તો પ્રોગ્રામમાં જ મયૂરની આંખો થકી ઓળખી ગઈ હતી કે આ તો લંપટ છે આનો ભરોસો કરાય નહિ.
ભૂમિકા એ એનાં જ ફેસબુક એકાઉન્ટમાંથી અવનીકા ને શોધીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી અને પછી મોબાઈલ નંબરની આપ-લે કરી અને ભૂમિકા એ જ અવનીકાને મેસેજ બતાવ્યા. મયૂરનાં અને વાતચીત કરતાં અવનીકાની દુઃખદાયક સત્ય કહાની બહાર આવી.
