લજ્જા
લજ્જા
મોબાઈલ પર આવેલો ડો.કાંટાવાળાનો સંદેશો, "મને લેબમાં મળ." વાંચતા જ લજ્જાનાં મોંઢા પર ડર, વિષાદ અને ગુસ્સા મિશ્રીત ભાવો ઊપસી આવ્યા. શહેરની જાણીતી મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી લજ્જા એક ખૂબ જ હોંશિયાર પણ ગરીબ વિદ્યાર્થિની હતી.
પ્રથમ વર્ષમાં બાયોકેમેસ્ત્રીમાં આખા વર્ગમાં પ્રથમ આવેલી લજ્જાને બીજા વર્ષમાં આંતરિક ગુણમાં નાપાસ જાહેર કરવામાં આવી હતી. આ બાબત જ્યારે તે તેના પ્રોફેસર ડો.કાંટાવાળાને મળી તો તેમણે ખંધુ હસી ને કહ્યું, "જો તારે એમ.બી.બી.એસ.ની ડિગ્રી કોઈ પણ વર્ષ નાપાસ થયા વગર જોઈતી હશે તો હું જેમ કહું એમ કરવું પડશે." તેને ડો. કાંટાવાળા ને તાબે થવા સિવાય કોઈ જ છૂટકો નહોતો.
માઈક્રોબાયોલોજીનાં પ્રોફેસર ડો. મીનાબહેને લજ્જાને પોલીસ ફરિયાદ કરવા કહ્યું, પણ એથી તેને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં કે કાઢી મૂકવામાં પણ કદાચ આવે. આખરે કંઈક વિચારીને લજ્જાએ મોબાઈલ ફોન ઉઠાવ્યો અને સાહસ કરીને એક નંબર જોડ્યો.
