Bhavna Bhatt

Drama Inspirational Thriller

5.0  

Bhavna Bhatt

Drama Inspirational Thriller

લીના

લીના

3 mins
6.1K


લીના ત્રણ ભાઈઓથી નાની હતી. એના જન્મ પછી એક જ વર્ષમાં એના પિતા અકસ્માતમાં ગુજરી ગયા હતા. ઘરનો માહોલ એવો હતો કે કોણ કોને સંભાળે. સગા વહાલા તો બે ચાર દિવસ આવીને જતા રહ્યા.

લીનાની મમ્મીએ નોકરી ચાલુ કરી છોકરાઓ ને ભણાવ્યા પોતે દુઃખ સહન કરી છોકરાઓ માટે જીવતી કે કાલે સુખ આવશે.

મોટા છોકરાએ દસ ધોરણ પછી નોકરી ચાલુ કરી અને પરિવારમાં મદદ કરતો કે જેથી બીજા ભાઈઓ અને લીના ભણી શકે આમ દિવસો અને વર્ષ પસાર થતા રહ્યા.

એક દિવસ મોટો દિકરો ઘરે આવ્યો સાથે એક છોકરી હતી માએ પૂછયું કે કોણ છે? દિકરો કહે તારી વહુ છે, મે લગ્ન કરી લીધા છે, આશીર્વાદ આપ અને હું આ ઘર છોડીને જવું છું. મેં એક ઘર રાખ્યુ છે. અહીં નાના ઘરમાં અમને નહીં ફાવે એમ કહીને વિદાય લઈ જતો રહ્યો. મા અને બીજા બાળકો અને લીના ખૂબ જ રડયા અને સમય આમ પસાર થતો રહ્યો.

એક દિવસ બીજા નંબરના દિકરા એ ઘરે આવી કહ્યુ કે મા મારી કંપની તરફથી હું વિદેશ જવું છું અને ત્યાં જ હું રહેવા માંગુ છું, તો મારી આશા રાખશો નહીં અને હવે તમે ત્રણ શાંતિથી રહજો અને એ પણ ઘર છોડીને જતો રહ્યો.

આમ કરતા ત્રીજો દિકરો ભણી ને નોકરીમાં લાગ્યો. મા ને એમ કે હવે તો સુખ આવશે અને હું નોકરી છોડી શકીશ પણ વિધાતાના લેખ કોણ વાંચી શક્યું છે.

એક દિવસ ઓફીસથી જ ત્રીજા દિકરાનો ફોન આવ્યો કે મારા બોસની દિકરી સાથે કોર્ટમાં મેરેજ છે. આજે પણ મારા બોસની શર્ત છે કે હું તમારી સાથે કોઈ સંબંધ ન રાખું તો મને કંપનીમાં અડધો ભાગ આપશે અને એક બંગલો અને ગાડી આપશે. તો મેં એમની શર્ત મંજૂર રાખી છે. આ જાણ કરવા જ ફોન કર્યો છે. આ સાંભળીને લીના ના મમ્મી આઘાતમાં પડી ગયા. લીનાએ મા ને બેઠા કરવા કોશિશ કરી પણ માનું એકબાજુથી શરીર જ કામ કરતું ન હતું. લીના મા ને મોટા દવાખાને લઈ ગઈ. ડોક્ટર એ કહ્યું કે લકવો થયો છે.

દવાખાનેથી મા ને ઘરે લાવ્યા બાદ લીનાએ નોકરી ચાલુ કરી અને માની સેવા ચાલુ કરી.

રોજ સવારે મા ને માલિશ કરવી જમાડવા અને જોબ પર જવાનું આવીને પથારિવશ મા ને કસરત કરાવાની અને જમવાનું બનાવી મા ને સાચવવાના. રાતે સૂતા પહેલા મા ને ન્યુઝ પેપર અને ધાર્મિક પુસ્તક વાંચી સંભળાવવાના. આમ લીના એકલા હાથે ઝઝુમતી રહી અને એ પણ પુરી લાગણીથી.

આમ કરતાં મા ને પથારીવશ થયે એક દસકો વીત્યો અને લીનાની ઉંમર પણ લીનાની દુનિયા માથી છે એને બીજા કશામાં રસ નથી. લીના હાલ પોતાની મા ને ખુશ રાખવા બધું જ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama