Tirth Shah

Romance Tragedy

4  

Tirth Shah

Romance Tragedy

લગ્નજીવન (૨)

લગ્નજીવન (૨)

4 mins
414


(પાછળ જોયું તે મુજબ, રોહન મારા ઘરે આવ્યો છે અને મારી સાથે કોઈ વાત કરવા માંગે છે..)

મેં રોહનને બેસાડ્યો. બે મિનિટ માટે એ મૌન રહ્યો અને પછી મારી સામે જોઇને બોલવાનું ચાલુ કર્યું.

"યુ નો.. આજે સવારે જે થયું એ તમને ખબર હશે! કેટલા મોટા અવાજે મારી વાઈફ મને બોલતી હતી. મને ખબર છે આખીય સોસાયટીના લોકો સાંભળતા હતા. મને એજ ખબર નથી પડતી લગ્નના સાત વર્ષ કેમના મેં પાણીમાં કાઢ્યા ? હું મારી વાઇફને સમજી ન શક્યો."

મેં તેની વાત સાંભળી અને કહ્યું, "લવ મેરેજ કે...?"

સામે એ મનમાં હસ્યો અને મારી સામે મોઢું બગાડીને બોલ્યો 'લવ' તંબૂરાનો લવ.

મેં તેની વાત વચમાં કાપી અને મારા ફોનમાં જોવા લાગ્યો. ટીવીનો વોલ્યુમ સહેજ વધાર્યો. રોહનની નજર નીચે પડેલી તૂટેલી ફ્રેમ પર ગઈ. એ ફ્રેમને જોવા લાગ્યો. મેં તેની સામે જોયું અને ધીમા અવાજે હું બોલ્યો, "આ મારી વાઈફ છે..."

સામે રોહને એ ફ્રેમને જોયા કર્યું. એ મનમાં વિચારતો ભૂલથી ફ્રેમ તૂટી ગઈ હશે ! મેં કાચ ભેગા કર્યા અને રોહનને કહ્યું,

"આ જિંદગીમાં કાચનું મૂલ્ય વધારે છે. તૂટી જાય છે પછી રીપેર કરી શકતા નથી. કાચ એ નાજુક છે તેવીજ રીતે લગ્નના સંબધો ઘણા નાજુક છે. એનામાં આવેલી તિરાડ સુધારાય છે પણ, તૂટેલા કાચને જોડી શકાતો નથી. તિરાડ આવે ત્યારથી જ તકેદારી રાખવાની. આ લગ્નની નાવ તારે હંકારવાની છે અને તું ખલાસી છે ! એ નાવમાં બેઠેલા તમામ યાત્રીની સુરક્ષા આપણા હાથમાં છે."

રોહન મારી સામે જોયા કરતો. હું અંદર ગયો અને પાણી લઈને આવ્યો.

"તમારે અહીં આવે માંડ બે મહિના થયા છે. તમે પહેલા ક્યાં રહેતા હતા ? " પાણીનો ગ્લાસ આપતા હું બોલ્યો.

"અમે છેલ્લા સાત વર્ષથી ભાડે જ ફરીએ છીએ. કારણકે મારા લવ મેરેજ અને ઘરમાં અમને પ્રવેશ મળ્યો નહીં. હું ધ્વનીના કારણે ઘર બહાર નીકળી ગયો. ઘર બહાર નીકળ્યો એમાંને એમાં ભાડે જ રખડુ છું."

એટલામાં દવે કાકા આવ્યા અને મારી જોડે બેઠા. મેં તેમને કાનમાં કહ્યું, "ખોડણી કરતા નહીં. એ ત્રસ્ત છે."

રોહને મને સીધી સવાલ કરી દીધો.. ક્યાં છે તમારા વાઈફ ?

હું બે મિનિટ મૌન રહ્યો અને દવે કાકા પણ ચૂપ થઈ ગયા. બે મિનિટ બાદ હું બોલ્યો, " એ પિયર ગઈ છે. મારા સાસુની તબિયત નાજુક છે.. "

સામે એણે બીજો સવાલ કરી નાખ્યો." તમારા લવ કે અરેન્જ ?"

હું ફરી ચૂપ રહ્યો અને મેં તેને મારી આખીય વાત માંડીને કહી.

"અમે કોલેજ કાળમાં સાથે હતા. એ મારાથી બે વર્ષ નાની, હું તેના ક્લાસમાં હાથે કરીને આંટો મારવા જતો. એના કારણે એ મને ઓળખવા લાગી. ધીમેધીમે અમે નજીક આવવા લાગ્યા, કયારેક ગાર્ડનમાં તો કયારેક બાજુના તાળવે મળવા લાગ્યા. એ બીજી ન્યાતની અને હું અલગ ન્યાતનો. મારા ઘરે વાત ચાલવા લાગી અને મેં ઘરે તેના વિશે જાણ કરી નાખી. મને ઘરેથી મંજૂરી મળી ગઈ, પણ એને ન મળી. એના કારણે અમારા લગ્ન અટકી ગયા. બહુ જહેમત બાદ કેટલાય નાટકો બાદ, કેટલીય લાંબી વાતો બાદ, એના ભાઈને મનાવ્યો અને અંતે માંડ માંડ એના ઘરના માની ગયા. આમ અમારા પ્રેમ લગ્ન થયા."

રોહન મારી વાતમાં ખોવાઈ ગયો. મને કીધું લગ્ન પછી કેવો પ્રેમ રહ્યો ? દવે કાકાને વાતમાં રસ પડ્યો, તેમણે મને કોણી મારી અને ઈશારો કર્યો.

"લગ્ન પછી અમે અહીં રહેવા આવ્યા. તે સમયે અમારો અખોય પરિવાર ભેગો રહેતો હતો. મારે બીજા બે ભાઈ અને એક નાની બહેન. અમે સંયુક્ત રહેતા. હું તેના માટે કયારેક વેણી લાવતો, ક્યારેક તેના માટે મીઠું પાન લાવતો. હું તેને બહાર ફરવા લઈ જતો.. એ મારા માટે મસ્ત ખાવાનું બનાવતી અને અમે રાતે ચાલવા જતા. રસ્તે મારો હાથ ઝાલીને અમે સુખ દુઃખની વાતો કરતા. એના પ્રોબ્લેમ મને કહેતી, ઘરમાં શું બન્યું અને શું બનવાનું છે એ બધું કહેતી. કયારેક અમે બહાર જમવા જતા તો કયારેક હું તેના માટે વ્રત પણ રાખતો. એ મારા માટે નકોરડા ઉપવાસ કરતી. અમારો પ્રેમ ઘણો પાંગરતો જતો હતો. સમય જતાં અમારો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. સમય જતાં હુતો હુતી અમે જ રહ્યા આ ઘરમાં. ભાઈ પરણી ગયા અને બહેન સાસરે ગઈ. મારા માતા-પિતા અહીં રહેતા તો કયારેક ભાઈના ત્યાં એ ગાળામાં અમે ઘણા નજીક આવી ગયા. અમારો પ્રેમ લગ્ન પછી વધુ મજબૂત બની ગયો હતો. હું સરકારી નોકરી કરતો અને તે એક બિનસરકારી સંસ્થામાં હતી. એવામાં.."

મેં દવે કાકાને કહ્યું, "કાકા ઘરે જાઓ બહુ વાતો સાંભળી.. કાકી તમને યાદ કરતા હશે !

મેં ફરી રોહનને કીધું, "મારે બીજા કામ છે માટે આપણે વાત અહીં અટકાવીએ તો !"

રોહન મારી સામે જોઇને બોલ્યો, ' હું હમણાં સાંજે આવું છું. મારે તમારાથી ઘણું શીખવાનું છે. હું આવીશ મને મારા સવાલોના જવાબ આપજો. '

હું ફરી એકલો બેઠો. એ લોકોને ગયે દસ મિનિટ થઈ ગઈ હતી. ટીવી બંધ કર્યું અને ફોનમાં નજર નાખી. ફોનમાં એ જુના ફોટોને જોતો અને મનમાં હસ્યાં કરતો. એ તૂટેલી ફ્રેમ હાથમાં લીધી અને કાચ ડોલમાં નાખ્યો.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Romance