લાફીંગ ક્લબ
લાફીંગ ક્લબ


પરમે આમ તો વકીલ તરીકે 500થી વધુ છૂટાછેડા ના કેસ માં દંપતિઓ ને અલગ કર્યા હતા. પણ આજે વાત જરા જુદી હતી કારણ કે આજે એને પ્રીતિથી અલગ થવાનું હતું. કેસ પૂરો થયો, રસ્તામાં એક જગ્યાએથી એક ફોર્મ લીધું, ઘરે પહોંચ્યો, આરામ ખુરશી પર બેઠો, તેની હાલક ડોલક વચ્ચે તેની નજર પોતાના ફ્લેટ સામેના ફળીયામાં રહેતા હસમુખભાઈના પરિવાર પર પડી. ૧૩ જણાનો પરિવાર! ખબર નહીં શું વાત કરતા હશે પણ બધા ખૂબ હસતાં હતા. "હસવું જીવન માટે ખૂબ જરૂરી છે." પોતાના ખિસ્સામાં રહેલ લાફિંગ ક્લબના ફોર્મનું પહેલું વાક્ય વાંચી પરમે ભીની આંખે આખું ફોર્મ ભરી દીધું.