STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime

લાલ તલ

લાલ તલ

1 min
307

ટ્રાફીક સિગ્નલ આગળ એક કાર આવીને ઊભી રહી. કાચ ઉપર ટકોરા જેવો અવાજ થયો. એને જોઈ કાચ ધીરે ધીરે નીચે ઊતર્યો. ભિક્ષા માટે લાંબા કરેલાં એ થથરતાં મેલાં ઘેલાં હાથ વાળી સ્ત્રીની નજર એના સુંદર ચહેરા પર પડી. એના ગાલ ઉપરનો લાલ તલ જોઈ એને ફાળ પડી. 

એક તીણી ચીસાચીસએ એના હૈયાંને ચીરી નાખ્યું. એના પેટના આંતરડાંને જાણે જોરથી આમળી નાખ્યું.

એક અંધારી રાતે કચરા પેટીમાં ફેંકી આવેલી એની દીકરીનાં ગાલ પર પણ આવું જ તલ હતું. 

અને એ કાર સડસડાટ એની નજર સામેથી અદ્રશ્ય થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy