Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4.5  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

રાધાનો વિરહ - કૃષ્ણ અને વાંસળી

રાધાનો વિરહ - કૃષ્ણ અને વાંસળી

1 min
197


કૃષ્ણના સમગ્ર જીવન ચરિત્રનો સાર અને પ્રેમ એટલે રાધા....રાધા.... રાધા....અને બસ રાધા... જ એટલે જ એમના જીવન ચરિત્રમાં રાધાની હાજરી વર્તાય છે. રાધા-કૃષ્ણ અને વાંસળીનો સંબંધ જ અનોખો અને અભિન્ન છે. એટલે જ વાંસળી સાક્ષી છે રાધા કૃષ્ણના વિરહની.

ગોકુળમાં યમુના નદીના કિનારે કદંબ નીચે છાયામાં બેઠા-બેઠા કૃષ્ણએ જ્યારે-જ્યારે વાંસળીના સૂરો રેલાવ્યા છે ત્યારે-ત્યારે રાધા કૃષ્ણમય અને ઘેલી બનીને સૂરની દિશામાં દોડી જાય છે, રાધાના હૃદયનો ધબકાર જ છે વાંસળી. રાધાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને વિરહ અનન્ય અને અદભૂત છે, જાણે કૃષ્ણનો પ્રેમ વાંસળી રૂપે થઈને રાધાના હૃદયમાં વિરાજતો.

કહેવાય છે કે જ્યારે કૃષ્ણએ વ્રજ છોડ્યું હતું ત્યારે તે વાંસળી પણ તેમણે ત્યાં જ છોડી દીધી, કારણ વાંસળી સાથે રાધાની યાદો જોડાયેલી હતી. વાંસળી એ રાધા અને કૃષ્ણના નિ:સ્વાર્થ, નિર્મળ પ્રેમની નિશાની છે. એટલે જ કદાચ રાધા-કૃષ્ણ અને વાંસળીનો સંબંધ અદ્રિતીય અવિસ્મરણીય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy