અમૃત પટેલ સ્વયંભૂ

Thriller Drama

2.5  

અમૃત પટેલ સ્વયંભૂ

Thriller Drama

કુંમ્ભિલ

કુંમ્ભિલ

8 mins
870


                            

         દીકરી આગ્રહ કરી ને રઘુવીરને પણ સાથે જ લઈ આવી. થોડી આનાકાની બાદ તે પણ દીકરીને ઘેર મહાનગરમાં રહેવા આવી ગયા જોકે આ સિવાય બીજો કોઈ છૂટકો પણ નહોતો. જમાઈએ ક્યારેય દીકરાની ખોટ સાલવા દીધી નોહોતી.


        જમાઈની બદલી અહી થતા તે "એઆર હોમ્સ" ના પંદરમાં માળે રહેવા આવ્યા હતા. રઘુવીર રહ્યા ખર્યું પણ તે હાયરાઈઝ બિલ્ડિંગમાં નીચે કોમનપ્લોટના એક ખૂણે સમવયસ્ક સાથે દિવસો પસાર કરી રહયા હતા.


      શરૂઆતમાં તે એકલતા અનુભતા પણ હવે તેમની દોસ્તી વીક્કી સાથે થતા આંનદમાં રહેવા લાગ્યા. તે અહીં આવ્યાને છ મહિના માંડ થયા હશે પણ રોજ સાંજે વીક્કી સાથે ખૂબ વાતો કરતા. વીકકી તેનાં નાના કરતા રઘુવીર સાથે વધારે હળીમળી ગયો હતો.


        રઘુવીર આજે ગાર્ડનમાં વહેલા આવી ગયા છે તે વીકકીની આવવાની રાહ જોતા દૂર નજર કરી રહ્યો છેઃ

     કેટલો સમય પસાર થયો... તે આંગળીના વેઢે જાણે ગણવાનો પ્રયાસ કરતો હોય તેમ તર્જની ઉપર અંગુઠો ફેરવતો રહયો. આ દરમિયાનમાં તેમના માનસપટ ઉપર કંઈ કેટલાંયે પ્રસંગો તરવરી ઊઠ્યા.


     વતનમાં પસાર થયેલા દિવસો...

      રંજન સાથેના શરૂઆતના દિવસો. દીકરા-દીકરીનો ઉછેર અને એક દિવસે દીકરા દિપેશનું એકા એક ઘર છોડી જવું.!

      રઘુવીરની આંખ ભીની થઈ.!


     શરૂઆતના દિવસોમાં દીપેશની ખૂબ શોધખોળ થઈ પછી બધાએ આશા છોડીને પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થયાં.

     અને દીપેશ બધા માટે એક રહસ્યમય બનીને રહી ગયો!


      તે પછીના વારસો જાણે ઢાળ પરથી પડતા પાણીની જેમ પસાર થઈ ગયા.

      દીકરીને સાસરે વળાવી. હુતો-હુતી ગાળું હાંકે રાખતા હતા ત્યાં એક દિવસ રંજને પણ હાથ તાળી દઈ રમત અધૂરી મુક્તી હોય તેમ 'હવે અમે નહી રમીએ ...! કરતા રઘુવીર ને એકલો મૂકી ચાલી ગઈ. રઘુવીરનું બીજું તો કોઈ નજીકનું કહી શકાય તેવું રહ્યું નહોતું.

      એકલવાયું જીવન જીવતા રહ્યા.


      આ એકલતામાં તેને દીકરા દીપેશની ખૂબ યાદ આવતી. ક્યાં તેનાં ઉછેરમાં કમી આવી તે આમ અચાનક...!

      ક્યાં ગયો હશે!? બસ આ એકનો એક સવાલ રઘુવીર ને અત્યાર સુધી ભેજવાળા લાકડે વળગેલી ઉધઈની જેમ કોરી રહ્યો છે...


      હાલ દીકરીને ત્યાં આવ્યા તે પછી વીક્કી સાથે દોસ્તી બંધાતા રઘુવીર વીક્કીને રોજ નવી નવી વાર્તાઓ સંભળાવીને જાણે તે દીપેશ સાથે પસાર કરેલા કાળમાં પાછા ફરવા માગતા હતા!


     અત્યારે પણ રઘુવીર સામે દીપેશ જ્યારે વીકકીની ઉંમરનો હતો તે સમયનો એક પ્રસંગ ઉપસી આવ્યો...


     નાના દીપેશને રોજ એક વારતા સંભળાવવી પડતી. એક વાર દીપેશ તેના મિત્રો સાથે વારતા સાંભળવામાં તલ્લીન હતો તે સમયે રઘુવીર વારતા પુરી કરતા છેલ્લે બોલ્યો, "જે જમાનામાં મૂલ્યવાન ખજાનો કોઠીમાં (એટલે કે કુંમ્ભમાં ) મુકીને, કોઠીને ઘરમાં જ કે ક્યાંક ખ્યાલ ન આવે એવે ઠેકાણે દાટી દેવામાં આવતી તે જમાનામાં, એવે ઠેકાણે પણ, માલિકને ખબરેય ન પડે તેમ કીંમતી ધનને હરી લેવાની જેને આવડત હતી તે કહેવાતો. "કુંમ્ભિલ "!


      "કુંમ્ભિલ" એ અત્યારનું "લોકર" એમાંથી કાઢી જનાર જાણભેદું જ હોય, ઘરકૂકડી હોય અરે, "સાળો" હોય!      "કુંમ્ભિલ" નો બીજો અર્થ " સાળો"....

         'સાળો એટલે...!? દિપેશ હસતા હસતા બોલ્યો.


         'અરે ભોળીયા મહાદેવ, તારી બહેનના જેમની સાથે લગ્ન થશે તેનો તું સાળો થયો...! અને બધાં ખડખડાટ હસી પડ્યા.

        અત્યારે પણ રઘુવીરના ચહેરે એજ હાસ્ય આવી ગયું. તે ભોંઠા પડી ગયો હોય તેમ આજુબાજુ કોઈ જોતું તો નથી ને ? તે રીતે જોઈ લીધું હજી કોઈ આવ્યું નહોતું.


       દિપેશ ક્યાં હશે? શું તે આ... દુનિયા...! રઘુવીર આગળ વિચારી ન શકયો તેના ગળે સોસ પડયો. આંખે ઝળઝળિયાં આવ્યા.

      ત્યાં...


      ગ્રાન્ડપા... બોલતો વીક્કી તેની પાસે આવી ગયો. તેણે ચશ્માં ઊતારી ઝડપથી આંખો સાફ કરી વીકકીને વહાલ કરવા લાગ્યો.


       હજી છ મહીનાજ થયા હતાં કોઈ સંબન્ધ નહોતો છતા બંને વચ્ચે એક અજીબ 'નાતો' બંધાયો છે! શરૂઆતમાં એક દિવસે જ્યારે બંનેનો મેળાપ થયો હતો ત્યારે વીકકીએ તેના નાનાને પૂછ્યું, 'નાના, મારે આમને શું કહી ને બોલાવવા.' ત્યારે તેના નાના એકાએક બોલી ગયા હતા; 'આ તારા ગ્રાન્ડપા છે.'


        તે દિવસે રઘુવીરની આંખમાં આંસુ આવી ગયા હતાં. જો તેના દીપેશને દીકરો હોત તો આવોજ હોત... તે દિવસે ફરીથી તે દીકરાને યાદ કરી ને વીકકીને ક્યાંય સુધી વ્હાલ કરતા રહ્યા..'ઋણાબંધ'!


        રોજ એકની એક પ્રવૃતિથી હવે બાકીના દિવસો પસાર કરવાનાં હતા. જોકે અહીં તેમની ઉંમરના મિત્રો સાથે હવે એકલવાયું લાગતું નહોતું તેમાંય વીક્કી અને તેના નાના સાથે રઘુવીરને વધારે ફાવી ગયું હતું. અલકમકની વાતોમાં દિવસો પસાર થતા રહ્યા

       પણ...


        આજ દરમિયાનમાં વીકકીના નાનાએ વાતવાતમાં જાણે એક રહસ્ય ઉપરથી પરદો ઉપાડ્યો હોય તેમ રઘુવીર જેમના માટે અત્યાર સુધી વિચારી વિચારીને દિવસો પસાર કરી રહ્યા હતા તે વાતનો હવે અંત આવવાનો હતો. રઘુવીરે આ વાત કોઈને કરી નહોતી પહેલા તે ખાતરી કરી લેવા માગતા હતા કે ખરેખર શું તે સાચું હશે?! અને જો તે સાચી વાત હોય તો....!


      બે દિવસ પહેલા વીક્કીના નાનાએ કહેલી વાતે રઘુવીરની ઊંઘ ઊડી ગઈ હતી... તે આજના દિવસની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો.


       આ દરમિયાનમાં તેમના માનસ પટ પર એક પછી એક દિવસ તરવરી રહયા... આખું ગામ અરે ખુદ દીપેશની બહેન પણ એમજ માનતી રહી હતી કે તેનો ભાઈ ક્યાંક ખોવાઈ ગયો છે! તે બિચારી તેના ઘરની થોડા દિવસો પહેલા ચોરી થઈ હતી તે ભૂલીને ખોવાયેલા ભાઈને કારણે દુઃખી હતી!


દીપેશનું ચાલ્યા જવું કે ખોવાઈ જવું તે એક રઘુવીર સિવાય બીજું કોઈ અનુમાન કરી શકે તેમ નહોતું!


     શુ કરે બિચારો બાપ હતો. હૈયાની વાત કોને કહેવાય અને તે પણ કયા આધારે! કોણ વાત માને અને એટલે તેણે પણ એક મુઠ્ઠી વાળી લીધી.


        પણ આજે સમય સાથોસાથ બધું જ બદલાઈ ગયું છે. વીક્કીના નાનાએ કહેલી વાત જો સાચી હશે તો?!

         મતલબ તે જીવે છે અને આજે...! રઘુવીરની છાતીએ સોય ભોકયાંનું દરદ ઊપડ્યું.


         રવિવાર સાંજે બધા કોમનપ્લોટમાં પોતપોતાની પ્રવૃત્તિ માટે આવતા આજે તે પણ આવશે..!


        અને રઘુવીર આજે એટલે જ પોતાની જાતને રોકી શક્યો નહોતો અને સાંજ ઢળતા પહેલાં જ બાંકડે આવીને બેસી ગયા છે. તેણે આ વાત તેની દીકરીને પણ જણાવી નહોતી!


         વીકકીના નાનાએ જે વાત કરી એ વાત રઘુવીર માટે આંચકારૂપ હતી. તેનું મન કોઈ રીતે આ વાત સ્વીકારવા તૈયાર નહોતું. તે વાત સાંભળતા સાંભળતા માંડ માંડ પોતાની જાતને સંભાળી શક્યા તેમણે આ અંગે કોઈને પણ અણસાર આવવા દીધો નહોતો. તે પુરે પુરી ખાતરી કરી લેવા માંગતો હતો. અને કદાચ જો આ વાત સાચી હોય તો પણ....!!


         વીક્કી તેના નાના સાથે આવ્યો છે. હજુ તેના પપ્પા આવ્યા નહોતા. રઘુવીરને વિકકીના પપ્પાને જોવાની તાલાવેલી જાગી તે વીક્કી તેમજ તેના નાના સાથે વાતો કરતા વારે વારે વીકકીને પૂછી લેતો કે તારા પપ્પા હજી આવ્યા નથી!?


        રઘુવીરને અહી આવ્યાને છ એકમાસ થવા આવ્યા પણ આજના જેટલી અધીરાઈ ક્યારેય થઈ નહોતી. અત્યાર સુધીમાં ક્યારેક તો તે તેની સામેથી પસાર પણ થઈ ગયો હશે...!

        પણ આજે રહસ્ય ખુલે તેમ હતું...!


       સાંજ ઢળી ગઈ, અવની પર અંધકાર છવાયો. મહાનગરની રોશની થઈ.

       ત્યાં...

        દૂર ઊભેલા માણસ તરફ આંગળી કરતા વીક્કી બોલ્યો; 'ગ્રાન્ડપા, પેલા ઊભા તે મારા પાપા છે. રઘુવીરે ચશ્માંની પક્કડ મજબૂત કરતા નાઈટ્ શૂટમાં ઊભેલા માણસ તરફ જોઈ તેમને અળખવાનો પ્રયત્ન કરી રહ્યો.!

      'હા... તે એજ છે.'

       દિપેશ.!

       રઘુવીર ને જાણે ચક્કર આવવા લાગ્યા..!


       તેણે જાત સંભાળી. આજ તો તેની પરીક્ષા હતી. સ્વસ્થ થઈ તેમણે વીકકીને કોઈ સાંભળે નહિ તે રીતે કાનમાં કંઈક કહ્યું!

      વીક્કી તેના પપ્પા જ્યાં ઊભા છે તે તરફ દોડી દીપેશ ઉપર જાણે કરંટવાળો વાયર ફેંકતો હોય તેમ બોલ્યો; 'પપ્પા, કુંમ્ભિલ એટલે શું?!


       દીપેશ ગભરાઈ ને વીકકીને જોઈ રહ્યો. તેના શ્વાસ તેજ થયા તેણે આજુ બાજુ ડરથી જોઈ લીધું કોઈ સાંભળતું નહોતું એટલે તેને રાહત થઈ!


       'કહો ને પપ્પા મારે પેલા ગ્રાન્ડપાને કહેવાનું છે...' વીક્કી સામેના બાંકડે બેઠેલા રઘુવીર તરફ આંગળી કરતા બોલ્યો.


દીપેશ સામેના બાંકડે તેમના સસરા સાથે વાતો કરતા વૃધ્ધને કુતૂહલથી જોઈ રહ્યો.!

        રઘુવીરની સાથે તેની નજર મળતાં તે ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

         આટલા વરસે આ કોણ હશે?

          એકનો એક સવાલ તેના માનસપટ ઉપર ઉભરાતો રહ્યો.

         શું તે....?!

                       ***


Rate this content
Log in

Similar gujarati story from Thriller