કુદરતે મદદગાર બની ગઈ
કુદરતે મદદગાર બની ગઈ
કુદરતે મદદગાર બની ગઈ,
દરેક પળ યાદગાર બની ગઈ,
ઓચિંતા પ્રસંગો એવા ઘડાયા કે,
અમારી પ્રેમ કહાની બની ગઈ.
વરસાદે પલાળ્યા એવા કે,
ઘેલી જવાની બની ગઈ,
બુંદ શીતલ ટપકી એવી કે,
ઓલી દીવાની બની ગઈ.
ગરજ્યા વાદળા એવા કે,
સમીપ સુહાની આવી ગઈ,
ઓચિંતી, તત્ર વીજળી કડકી ને,
જળમાં અગ્નિ ભડકી ગઈ.
હતા ફૂલોના આશક અમે કે,
તે મધુરજની ગમી ગઈ,
પ્રશાંત, પ્રસંગો બન્યા એવા કે,
તે જીવન સંગીની બની ગઈ.