Karan Mistry

Crime

2.5  

Karan Mistry

Crime

કટ કટ

કટ કટ

5 mins
592


"કટ કટ, શું માંડ્યું છે આ, આ કોઈ ફેમેલી ડ્રામા ચાલે છે ? ઇન્ટેન્સ પ્રિયા ઇન્ટેન્સ, સિનેમાહોલમાં લોકોના હોશ ઉડી જાય તેવા એક્સપ્રેશન આપવાના હોય, ગમાર સાલી, આવી ગઈ તે નાના શહેરોમાંથી એકટિંગ કરવા"


કોઈ B ગ્રેડનું મુવીનું શૂટ ચાલતું હતું અને એ પણ સુપરસ્ટાર માહિર ખાન સાથે અતરંગ સીન ચાલતો હતો. પ્રિયાનું પહેલું મુવી હોય હતું અને સીનમાં માહિર પ્રિયાના અતરંગ અંગોને સ્પર્શતો હતો તેમાં પ્રિયા જરા અકડામણ અનુભવતી હતી અને ડિરેક્ટરે તરત કહ્યું કટ કટ અને સેટ પરજ પ્રિયાનું અપમાન કર્યું.


પ્રિયા જે હિરોઈન બનવા માટે ગુજરાતના નાના શહેરથી માયાનગરી મુંબઈમાં આવી હતી, તે આ મોટા પડદા પાછળની હલકાઈ અને ગંદકીથી બિલકુલ અજાણ હતી. આજના જમાનાનાં સ્ટાર, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર પોતાની શરીરની ભૂખ સંતોષવા માટે વ્યક્તિની કલાને નેવે મૂકી દયે છે. ડિરેક્ટરને પોતાના પર ગુસ્સો કરતા જોઈને ત્યાં સેટ પર જ ગભરાય ગઈ અને રડમસ ચહેરો થઇ ગયો.


“અરે યાર , હવે આ રોના ધોના અને ખોટા નાટક, માહિર યાર આને કંઈક સમજાવ” ડિરેક્ટરે પ્રિયાની ગભરાહટ જોઈને કહ્યું. જાણે તેને કઈ જ પડી ન હોય.

“રિલેક્સ ડાર્લિંગ રિલેક્સ, ચાલ મારી વેનિટીમાં જઇયે થોડો રેસ્ટ કર” મહિરે પ્રિયાનો હાથ પકડીને કહ્યું.


માહિર અને પ્રિયા બંને વેનિટીમાં ગયા અને ડિરેક્ટર સાહેબે થોડો ટાઈમ બ્રેક બધાને આપી દીધો.વેનિટીમાં અંદર જઈને માહિર પ્રિયાને સમજાવા લાગ્યો.

“લિસન પ્રિયા, તું વિચાર તું તારા ઘર બાર છોડીને અહીં શું કરવા આવી છે ? આ બધું એકટિંગનો જ એક પાર્ટ છે તું જુએ છેને, જો મુવીમાં અતરંગ સીનના હોય તો મુવી ચાલતી નથી. પડદા પર દેખાડવા માટે અભિનય કરી લેવાનો. ફિલ્મ અને સ્ક્રિપટની માંગ હોય તો કરવું પડે. અને તને આ પ્લેટફોર્મ મળ્યું છે તો પોતાની જાતને નસીબવાન સમજ બાકી તું જોઇશ તો રોજે કેટલી છોકરી અહીં ને તહીં ચક્કર કાપે છે હે ને. જી જાન લગાવી દે પછી જો ફિલ્મ સાઈન કરવા માટે ડિરેક્ટરોની લાઈન લાગી જશે.” આ રીતે માહિર પ્રિયાને મનાવી રહ્યો હતો.

“હા સર પણ…” પ્રિયાએ મૂંઝવણ ભર્યો જવાબ આપ્યો.

“કમ ઓન પ્રિયા, તારામાં એકટિંગની સ્કિલ છે દેખાડી દે આખી દુનિયાને બહુ વધારે વિચાર નહિ” પ્રિયાને ખભે હાથ મૂકીને પ્રિયાને ખાતરી અપાવતો હોય તે રીતે કહ્યું.

“ઓકે સર, આઈ વિલ ડુ ઈટ”

“થેટ્સ ધી સ્પિરિટ, અને હા ડૉન્ટ કોલ મી સર, કોલ મી માહિર, ઓકે”

“યસ માહિર”

“વાહ જલ્દી શીખી ગયી. ચાલ રેડી થાય જા આપણે થોડા ટાઈમમાં શૂટ સ્ટાર્ટ કરીયે, હું નિખિલને(ડિરેક્ટર ) જણાવું છું એ પણ રેડી થઈ જાય“ બહુ જ હળવાશથી માહિરે પ્રિયાને મનાવી લીઘી.


બહાર જઈને માહિરે ડિરેક્ટરને બધી વાત કીધી અને આજના શૂટના થોડા હળવા સીન શૂટ કરવા કહ્યું. શૂટિંગ સ્ટાર્ટ થયું અને બીજો કોઈ નોર્મલ સીન કરવા માટે નિખિલે જણાવ્યું. જેમ તેમ કરીને આજનું શૂટ પૂરું થયુ. પ્રિયાને માહીરની વાત પરથી માહિર પર થોડો વિશ્વાશ આવવા લાગ્યો. પેક-અપ થયા બાદ માહિરે પ્રિયા પાસે આવીને પૂછ્યું


“ક્યાં રહે છે પ્રિયા તું”

“વર્સોવામાં ફ્લેટ રેન્ટ પર રાખીને રહું છું.”

“વાહ સરસ, હું ત્યાંથી આગળ લોખંડવાલા કોમ્પ્લેક્સ પાસે જ રહું છું ચલ તને ડ્રોપ કરી દઉં”


પ્રિયા થોડી અચકાની પણ વળી માહીરની મીઠી વાતોમાં આવી ગઈ અને માહિરે ડ્રાઈવરને ગાડી લઈને આવવા કહ્યું અને બન્ને ગાડીમાં બેસીને રવાના થઇ ગયા.

“ડ્રાઈવર આજ વર્સોવા લિંક રોડ સે લેના”

“જી સર”


ગાડીમાં માહિર પ્રિયાને વાત વાતમાં બધું જ પૂછવા લાગ્યો અને પ્રિયા પણ જવાબ આપતી ગઈ. વાત વાતમાં વર્સોવા પ્રિયાને જ્યાં ઉતરવાનું હતું તે આવી ગયું.

“બસ અહીં જ રાખી દયો સામેથી લેફ્ટ જમાં જ મારુ ઘર છે.”

“સ્યોર”

“હા હા”

“ડ્રાઈવર યહી સાઈડ મે રખ દો”


પ્રિયા ગાડીમાંથી ઉતરી તેના રસ્તે ચાલવા લાગી.

“બાય બાય પ્રિયા, સી યુ ટુમોરો”

રોજનું આ શેડ્યૂલ થઇ ગયુ હતું શૂટ પછી માહિર પ્રિયાની ગાડીમાં જ જતી. જોત જોતામાં એકાદ અઠવાડિયામાં મુવીના નોર્મલ સીન પુરા થઇ ગયા હતા. અને હવે અતરંગ સીન કરવાના હતા. વળી પાછું એવું જ થયું પ્રિયાને થોડી મૂંઝવણ થયી. કેમ કે અમુક સીન જે સ્ક્રિપ્ટમાં લખ્યા ના હતા તેવા જ કરવા માંડ્યો માહિર અને જો પ્રિયા સીન કરવાની મનાઈ કરતી તો એને માહિર કઈ ને કઈ બહાનું આપી સમજાવી દેતો.


થોડાક દિવસ આવું ચાલ્યું એટલે માહીરને લાગ્યું કે છોકરી થોડી જિદી છે એટલે તેના માટે કંઈક અલગ જ પ્લાન ઘડવો પડશે.

એમાં મોકે જ તેનો જન્મદિવસ આવતો હતો અને માહિરે તેના પાલી હિલ વાળા ફાર્મ હોઉસ પર પાર્ટીનું આયોજન કરવાનું નક્કી કર્યું અને સેટ પર જણાવ્યું કે “ ફ્રેંડ્સ તમને ખબર જ છે મારો જન્મદિવસ આવે 21 ડિસેમ્બર એટલે મારા ન્યૂ પાલી હીલના ફાર્મ હોઉસ પર પાર્ટી થ્રો કરું છું અને બધાએ આવવાનું છે ”


આખરે 21 ડિસેમ્બર આવી ગયી, પ્રિયાએ સેટ પરની અને મુંબઈની તેની બેસ્ટ ફ્રેન્ડ રેણુને મેસેજ કરીને કહ્યું

“યાર રેણુ મને થોડું ઓકવર્ડ લાગે છે”

“અરે ડિયર હું છું ને, અને તું માહીરની પાર્ટીમાં નહિ આવે તો મીડિયાની નજરમાં ચડી જઈશ અને શરૂઆતમાં કે કેરિયર દાવ પર લાગી જશે, અને ત્યાં બધા હશે ને ચિંતા ન કર થોડો ડાન્સ અને ડ્રિન્ક, ચીલ એન્જોય કરવાનું”

“ઠીક છે પણ તું મારી સાથે જ રહેજે હો”

“ડોન્ટ વરી, તારી સાથે જ છું ને, ચાલ હવે તૈયાર થઇ જા, હું કેબ લઈને તારા ફ્લેટ પર કલાકમાં પહોંચું છું”


કલાકમાં કેબ આવી અને બન્ને માહીરની પાર્ટીમાં પહોંચી ગયા. સ્ટાર લોકોની આવવાની શરૂઆત થઇ ગઈ હતી. ડી.જે. સોન્ગ અને દારૂની વચ્ચે પાર્ટી રંગે ચડી ગયી હતી. નેક્સટ મુવી પ્રિયા સાથે હતી એટલે પ્રિયા અને માહિર બંને સાથે સાથે જ રહેતા હતા.


માહિરે પ્રિયાને ડ્રિન્ક ઓફર કરી પણ પ્રિયા એ ના પડી કે હું નથી પીતી. એટલે તરત માહિરે જ્યુશનું કહ્યું અને કહ્યું કે ચીલ, મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ. પાર્ટી રંગમાં હતી બધા દારૂ પીને નશામાં ચૂર હતા અને આમ તેમ મન ફાવે તેમ ડાન્સ કરતા હતા. પાર્ટીનો સમય પૂરો થવા પર હતો અને બધા પોતપોતાના ઘરે જવા નીકળતા હતા.


“માહિર હવે હું પણ નીકળું”

“વેઇટ વેઇટ, એક ડ્રિન્ક તો લેવું જ પડશે, ઇટ્સ માય બર્થડે યાર”

“ઓકે”

“માહિર બાર પર ગયો અને એક ડ્રિન્ક બનાવ્યું અને પ્રિયાને ખબર ના પડે તેમ ઘેનનો પાવડર મેળવી દીધો”


રેણુ અને ડિરેક્ટર નિખિલ પણ ત્યાં જ હતા એટલે પ્રિયાને ડર ન હતો. પ્રિયાએ ડ્રિન્ક પીધું અને દસેક મિનિટમાં બબડતી બબડતી સુઈ ગયી અને દવાની અસર થવા માંડી. પ્રિયાને ઉઠાવીને માહિર તેના રૂમમાં લઇ ગયો અને બહાર આવીને રેણુને કીધું કે તને મારો ડ્રાઈવર ઘરે મૂકી જશે. પ્રિયા ભાનમાં ન હતી અને માહિર પ્રિયાના શરીરને લૂંટવા મંડ્યો, ચૂંથવા મંડ્યો એક નિર્દોષના શરીરને અને નિખિલ પણ આવ્યો અને તે પણ…


સવાર થયું અને પ્રિયા એ પોતાને માહીરની બાહોમાં સુતેલી પડી જોયી અને અનુભવ્યું કે પોતાની સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કામ થયું છે. ઉભી થઇને પોતાની જાતને સમી સરખી કરતી હતી અને ત્યાં જ માહીરના ફૉનમાં ટેક્સ્ટ આવ્યો કે “મારુ કામ મેં કરી દીધું ને” એ ટેક્સ્ટ રેણુનો હતો. આ વાંચીને આઘાત સાથે પોતાને સરખી કરીને ઘરે જ ચાલી ગઈ.


બપોર થઇ અને માહિર ઉઠ્યો. જોયું તો પ્રિયા ન હતી, કોલ કર્યા પણ ન ઉઠાવ્યા છેવટે રેડી થઇને પ્રિયાના ઘર તરફ જવા નીકળ્યો. ઘરે પોંચ્યો લોક ખુલો હતો અને અંદર રૂમમાં જઈને જોયું તો લોહીના ખાબોચિયા, પ્રિયાએ પોતાના હાથની નસ કાપીને ઝીંદગીને કાપી નાખી હતી. અને બેડ પર સુસાઇડ લેટર પડ્યો હતો તેમાં લખ્યું હતું કે “મારા આ મોત માટે માત્ર હું અને મારુ હિરોઈન બનવાનું સપનું જ જવાબદાર છે”


Rate this content
Log in

Similar gujarati story from Crime