Karan Mistry

Tragedy

2  

Karan Mistry

Tragedy

એક અજાણ્યો

એક અજાણ્યો

5 mins
577


"યશ,અહીં આવ", ખૂબ ગુસ્સામાં મારી સોતેલી મમ્મી બોલી.

મારા માટે કઈ નવું ના હતું જ્યારથી મારી જન્મદાતા માંનું મૃત્યુ થયું ત્યારથી આ ગુસ્સા ભરેલા અવાજથી હું ટેવાય ગયો હતો. મારી માંનો પ્રેમભર્યો મીઠો અવાજ હવે આ નવી માંના ગુસ્સાભર્યા અવાજમાં બદલાય ગયો હતો.

"શું છે આ બધું ? એક કામ તારાથી સરખું નથી થતું,ભૂત જેવો તેમાં, બોઘો સાવ"

"અહીં આવ આ સરખું કર નહીં તો તારા બાપને કહીશ .."


મારી માં ના મૃત્યુ પછી મારા પપ્પા એકલા થઈ ગયા હતા. આ મારી સોતેલી માં સાથે રોજનો કંકાસ અને તેમના બિઝનેસનાં ટેન્શનમાં દારૂની લતે ચડી ગયા હતા. તેમનો માર ખાવો એના કરતાં વાસણ બે વાર સાફ કરી નાખવા સારા. જો કે રોજના કોઈ કારણસર એકાદી થપ્પડ તો સાંજે પડતી જ. અંદાજે બે વર્ષ જેટલું થયું હતું મારી મમ્મીના મૃત્યુ ને ત્યાર પછી એક પણ દિવસ મારા આંસુ વિનાનો નથી ગયો. રોજ રાત્રે બસ એ ઓરડાના એક ખૂણામાં બેસીને મમ્મીને યાદ કરી ને રડી લેવાનું અને બીજા દિવસે હસતું મોઢું રાખી એક કામવાળાની જેમ ઢસરડો કરવા તૈયાર થઈ જવાનું.


દસમાં ધોરણનું વેકેશન ચાલતું હતું, હું મારા બધા કઝિન ભાઈ-બહેનોને મળવા થોડા થોડા દિવસ એમના ઘરે રોકવા ગયો હતો. હું મારા મામાના ઘરે જ હતો અને અચાનક સાંજે છ વાગ્યાની આસપાસ મારા પપ્પાનો ફોન મારા મામાના ફોનમાં આવ્યો.

મામાએ કઈ જણાવ્યું નહીં અને મને બોલાવીને ખાલી એટલું કીધું કે "ચલ બેટા ઘરે જવાનું છે પપ્પાનો ફોન હતો કે ઘણાં દિવસ થઇ ગયા તારી મમ્મીને તારા વિના ગમતું નથી"


આમ પણ અહીં મામાના ઘરે દસેક દિવસ રોકાણો હતો અને મને પણ ઘરની યાદ આવતી હતી એટલે મેં પણ કઇ પૂછ્યા વિના ઘરે જવા માટે રાજી થઇ ગયો. પણ આમ અચાનક જ જવાનું થયું એટલે મને થોડી શંકા થઈ પણ પછી મેં કઈ વધુ વિચાર્યું નહીં અને હું અને મામા મારા ઘરે જવા તેમની ગાડી લઈને નીકળી પડ્યા. રસ્તામાં જ હતા ત્યારે બે ત્રણ ફોન આવ્યા અને મામાએ ખાલી ક્યાં અને કેટલે પહોંચ્યા તેની જાણ કરી ગાડી ચલાવ્યે જતાં હતાં.


આટલી ઉતાવળ મેં પહેલા ક્યારેય જોઇ ન હતી એટલે મારા દિલના ધબકારા પણ વધી ગયા,મનમાં કેટલાય વિચાર ઘુમારાતા હતાં એટલે મારાથી ન રહેવાયું એટલે મેં મામાને પૂછી લીધું કે "શું થયું મામા!?"

"આ પેલું કામ ઉતાવળમાં આપવાનું હતું ને એ ભાઈના ફોન ઉપર ફોન આવે છે."

પછી મેં વધારે કઇ પૂછ્યું નહીં અને થોડીવાર ગાડીમાં એક અજીબ ચુપ્પી થઈ ગઈ. મારુ ઘર રાજકોટ એટલે જામનગરથી બે કલાકના અંતરે જ હતું એટલે અમે બસ હવે પહોંચવાની તૈયારીમાં જ હતા પણ મામાએ ગાડી સીધી ઘરે લેવાને બદલે સ્ટર્લિંગ હોસ્પિટલ તરફ વાળી. ગાડી ત્યાં હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરીને અમે હોસ્પિટલના અંદર પ્રવેશ્યા મામાએ તેના ફોનમાંથી કોઈને ફોન કર્યો અને ક્યાં આવનું તે પૂછ્યું અને મૂકી દીધો અને અમે હોસ્પિટલમાં ICU ના વોર્ડ બાજુ જવા નીકળ્યા.


એક તો મનમાં કંઈક થયાની શંકા તો હતી જ અને ત્યાં હોસ્પિટલના કોરિડોરમાં પપ્પાને ઉભેલા જોયને મારી ગભરામણ વધી ગઇ. દૂરથી તેમને જોઇ ને દોડતો દોડતો તેમની પાસે ગયો અને હાફળો-ફાફળો થઇ ધ્રુજતા અવાજે પૂછ્યું

"પપ્પા શું થયું? અહીં કેમ?"

"કઈ નહીં દીકરા તારી મમ્મી....."

"શુ થયું મારી મમ્મીને? તેને ICUમાં કેમ રાખવામાં આવ્યા?"

પપ્પા કઈ બોલે એ પહેલા કેટલાય સવાલ પૂછી લીધા.


"તારી મમ્મીનું કાર સાથે એક્સિડેન્ટ થયું છે અને બોવ કઈ નહીં માથામાં થોડી ટક્કર લાગવાથી બેભાન થઈ છે. તું કઈ ચિંતા ન કર ડૉક્ટર છે ને હમણાં ભાનમાં આવી જશે" બસ આટલો જવાબ આપતા આપતા પપ્પાની આંખ ભરાય ગઈ અને અવાજ નરમાતો ગયો.

ના મમ્મી બેભાન નથી તેને કૈક વધારે થયું છે. મામા મને સંભાળીને આશ્વાસન આપી રહ્યા હતા પણ મારી આંખમાંથી આંસુ બંધ નહોતા થતા. એટલામાં જ ડૉક્ટર ઑપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા અને કીધું.


"મગજમાં જોરદાર ટક્કર લાગવાથી તેમને બ્રેઈન હેમરેજ થયું અને અમે તેમને ના બચાવી શક્યા, આઈ એમ સોરી."


હું દોડતો ICUની અંદર ગયો અને મારી મમ્મીના એ શબને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયો. બસ તે દિવસથી લઈને આજ બે વર્ષ થઈ ગયા પણ મારા આંસુ સૂકાણા નથી. એ આંસુને ભરી શકે એવું કોઈ નથી આવ્યું મારી ઝીંદગીમાં.


મારી મમ્મીના મૃત્યુંના થોડા દિવસ પછી મારુ દસમાં ધોરણનું રિઝલ્ટ આવ્યું અને હું જિલ્લાકક્ષાએ ત્રીજો આવ્યો હતો. હું ખુશ હતો પણ આ ખુશી કોના માટે. હું વિચારતો હતો કે આ રિઝલ્ટ જોઈ ને મારી મમ્મી કેટલી ખુશ હોત આજ કાશએ મારી સાથે હોત. હું ભગવાનને હંમેશા તે જ્યાં હોય ત્યાં ખુશ રાખે એ જ પ્રાર્થના કરતો. હું એન્જિનિરિંગ કરવા માંગતો હતો એટલે મેં સાયન્સ સ્કૂલમાં એડમિશન લીધું.


પપ્પા એ નક્કી કર્યું કે એ બીજા લગ્ન કરશે અને મારું ધ્યાન રાખી શકે એટલે આવી મારી સોતેલી માં. પપ્પા તો તેમના કામમાં હંમેશા વ્યસ્ત રહેતા હોય એટલે. હજુ સુધી હું મમ્મીને ગુમાવ્યાના ગમમાંથી દૂર નહતો થયો એટલામાં સોતેલી મમ્મીએ એક મહિનામાં જ પોતાનો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો. હું તો હંમેશા તેમનામાં મારી માં નો પ્રેમ શોધતો હતો પણ બદલામાં દર વખતે એક નફરત, ગુસ્સો અને અવગણના જ મળતી હતી. કારણ બસ કે હું તેમનો પોતાનો દીકરો નહી. આ પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે એ મને સહન કરતા શીખવશે અથવાતો મને તોડી નાખશે એ તો આવનારો સમય જ જણાવશે.


ત્યારપછી મારું સાયન્સનું રિઝલ્ટ પણ કથળવા લાગ્યું અને આ જ પ્રેમની હૂફને શોધવામાં ને શોધવામાં હું બારમાં સાયન્સમાં ફેઈલ થઇ ગયો જે થવાનું જ હતું. ઘરમાં રહેવું હવે તો ભાર લાગવા માંડ્યો. જયારે ઘરની બહાર જાઉં ત્યારે એ ભીડમાં પણ હું મારી માંની આંગળી શોધું છું આજે પણ હું મેળામાં ખોવાય ગયેલ બાળકની જેમ વર્તુ છું, ખિસ્સામાં હમેશા સ્યુસાઈડ લેટર લઇ ને ફરું છું કે ક્યારે એને મારા સિવાય કોઈ બીજું વાંચવા વાળું મળશે. રસ્તો પણ આજુબાજુ જોયા વિના ઓળંગું છું. કદાચ હવે કઈ મારી ઝીંદગીનો મતલબ નથી રહ્યો. એવું લાગે છે કે જિંદગીના બધા જ રસ્તાઓ ધૂંધળા થઇ ગયા.


મારી મમ્મીની ખોટ પછી બધું જ બદલાય રહ્યું હતું, મારા પોતાના પણ. છતાં પણ આ દુનિયામાં જીવવા માટે હસતું મોઢું રાખવું પડે છે નહિ તો માણસો વધારે મીઠું ભભરાવે. અમુક ખાસ લોકો સિવાય કોઈ ને મારી આ પરિસ્થિતિની ખબર નહિ અને હું પણ અને મારા દિલમાં જ સમાવી રાખવા માંગું છું. હવે તો ઝીંદગી છે ત્યાં સુધી જીવન છે બાકી તો અ સ્યુસાઈડ લેટર છે જ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy