Karan Mistry

Inspirational

3  

Karan Mistry

Inspirational

તારા એક ડગલાનું ઓશિયાળું

તારા એક ડગલાનું ઓશિયાળું

4 mins
329


તારા એ એક ડગલાનું ઓશિયાળું આ નસીબ

જો જે ક્યાંક પાંદડું રહી ના જાય આડુંને આડું


ગુરુવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ જોબ ઘરે આવ્યો અને નાહીધોઈને ફ્રેશ થઇને બેઠો. શાંતિ હતી હતી પણ મનમાં હજું એ બપોરનાં બ્રેકમાં થયેલી વાતો ફરતી હતી. દિલમાં અરેરાટી હતી એવા જીવતા મરેલા અને જિંદગીમાં કોઈપણ લક્ષ્ય વગર જીવતા માણસો માટે. એ લોકોના એકને એક વિચારો મનમાં દરિયાના મોજાની જેમ અથડાયા કરતા હતા. વિચારોની ભરતી આવ્યે જ જતી હતી અને એ સવાલો, એ વિચારોના ઓટરૂપી જવાબને શોધવાનો પ્રયત્ન કરતો હતો.


એ લોકોને પોતાની અનમોલ ઝીંદગીની કઈ જ નહિ પડી હોઈ ? એ લોકો માટે શું રૂપિયા જ ખુશીનો પર્યાય હશે ? જવાબદારી બધાને હોય છે પણ એ પોતાના પેશન પ્રમાણે વર્તીને પૂરી ના કરી શકે ? ગધા-વૈતરું જ એમની જિંદગીનું લક્ષ્ય ? જે કંપનીમાં કામ કરે એ જ કંપનીને પાછળથી ગાળો આપવાની ? જો એ લોકોને પોતાની જિંદગીમાં આટલા બધા અફસોસ હોય અને નાખુશ હોય તો કેમ પોતાના દિલને ગમતું કામ નહિ કરતા હોય ? ક્યારેય એમને એમનું દિલ નહિ કહેતું હોય કે બસ થયું હવે, પણ હવે હું મારા દિલની ખુશી માટે જ બધું કરીશ. મારા સપના પણ પુરા કરીશ અને એ સપનાઓથી જવાબદારીઓ પણ પૂરી કરીશ. આવા ઘણા બધા સવાલ ઉભા થતા હતા એ લાશ સમાન લોકો માટે.


એ વાત જેને મારા મનને હચમચાવી નાખ્યું એ એમ હતી કે બપોરે બ્રેકમાં હું મારા સાથી કર્મચારીઓ સાથે કંપનીની બહાર પાનની દુકાને ગયો. એ કંપનીને જોઈન કર્યે હજુ એક અઠવાડિયું જ થયું હતું અને નવા-નવા મિત્રો બન્યા જેમની જોડે હું કામ કરતો એ બધા સાથે જ હતા. કંપનીએ બોસ્ની જી-હજૂરી કરતા એ લોકો બહારથી સાવ અલગ હતા. તેમનો સાચો રંગ ત્યાં પાનની દુકાને જ જોવા મળતો. બધા પોતપોતાની રીતે એકબીજાની ખેચતા હતા.એ લોકો પોતાના બોસની ઉતારતા હતા જે લોકો એ સવારે તેમને માથું નમાવીને ગૂડ મોર્નિંગ કહ્યું.


“અરે આજ તો તારો માલિક તારા વખાણ કરતો હતો, શું જાદુ કર્યો વળી તે” કોઈ એમ્પ્લોયી એ બીજા એમ્પ્લોયીને કહ્યું.

“અરે લા શું જાદુ, કામ કરીને આલીએ તો વખાણ તો કરે જ ને, પણ સાલો વખાણ જ કરે છે નોટ કાઢવાની આવે ત્યારે બસ વખાણ કરીને વાત ફેરવી નાખે” અફસોસ અને નાખુશ ચેહરા સાથે જવાબ આપ્યો.

“તો જોબ ફેરવી નાખો ને” મેં વચ્ચે ટાપસી પૂરી.

“તું હજુ Iઇન્ટર્ન છે ને જવાની વાત કરે છે, થોડોક ટાઈમ રે બધી ખબર પડી જશે.” કોઈ એ જવાબ આપ્યો.

“પૈસા કમાવાની વાત સાચી પણ કામ ન ગમતું હોય તો ના કરાય ને” મેં ચર્ચા ને આગલા વધારી.

“કોને કહ્યું કામ નથી ગમતું.”

“જો સાચે જ કામ ગમતું હોત તો બોસની મજાક ના કરત અને સેલેરીને માટે આમ અફસોસ કરત”

“તું કામ કર પગાર આવશે અને પૈસા આવશે પછી તું પણ પૈસાનો પૂજારી થઇ જઈશ”

“ના, એવું તો નહિ જ થાય કેમ કે મને પણ નથી ખબર હું અહી ક્યાં સુધી છુ. નવું નવું છે કામ ગમે છે એટલે કામ પણ કરું છુ ને સાથે સાથે અનુભવ પણ મેળવું છુ.”

“હા બસ અનુભવ મેળવી લે, એક વર્ષ પછી જો જે ”

“કોને જોયા છે આગલા વર્ષો, આજનોજ દિવસ છે જેમાં બધું કરવાનું છે”

“સારું સારું ચલો બહુ ફીલોસોફી થઇ ગયી, અંદર જઈ હવે” કોઈએ કહ્યું જે લોકોને કદાચ કંટાળો આવતો હતો અથવા તો સાચી વાત ખુચતી હતી.


બધા લોકો અફસોસ સાથે કામ કરતા હતા એ પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી અને એમને પણ ખબર હતી કે મારે આ નથી કરવું તો પણ કરતા હતા. બપોર પછીના સેશનમાં મારો કામમાં જીવ લગતા નહોતો એ લોકોના વિચાર પરથી એમના પર દયા આવતી હતી. જેમ તેમ કરી કામમાં મન લાગ્યું, પણ ઘરે જાયે ને વળી પાછા એ જ સવાલો મનમાં. બધા સાલા રોબોટ અને કમ્પ્યુટરની સામે મશીનની જેમ બેસી રહેતા હતા. પરિસ્થિતિનો શિકાર હતા કે પછી ડરતા હતા આગળનું ડગલું ભરવામાં. એમની વાતો પરથી એટલું તો નક્કી કરી લીધું કે આગલા ૩ વર્ષોમાં એમના જેવું તો નથી જ બનવું. કઈ નહિ કરું તો ચાલશે પણ પાનના ગલ્લે ઉભા રહીને એ લોકોની જેમ અફસોસ તો નહિ જ કરું.


ઘડીવાર તો વિચાર આવ્યો કે હું એમની જગ્યાએ હોત તો શું કરત ? પણ તરત દિલ એ જવાબ આપી દીધો કે તારા સપના તને જ ક્યે ને એ કરજે. અને એ જ સપનાઓને પુરા કરજે. બસ સમય નીકળતો ગયો ૨ મહિના જેવું કંપનીમાં કામ કર્યું અને આજે છેલ્લો દીવસ હતો કંપનીમાં જેની કોઈને ખબર ના હતી. બસ અચાનક બાય બાય કેવાનું હતું. બપોરે એજ જગ્યા એ ગયો અને કીધું,

“ચાલો આવજો મળીયે પછી”

“કેમ લા ? ના ફાવ્યું જે અમે ૨ વર્ષથી વિચારીયે અને તું બે મહિનામાં જ મુકીને જાય છે”

“એના માટે સપનાઓ પુરા કરવાનું જુનૂન જોઈએ”


બધા એ ખોટું સ્મિત આપીનેબાય બાય કહ્યું. મેં મનમાં કીધું જાવ સડતા રહો હું તો મારા રસ્તે મારા મનનું કીધું કરવા જાવ છુ.અને નીકળી ગયો એ અજાણી સફરમાં.


જો કે આપણી આજુબાજુ આવા માણસો હોવા જરૂરી છે. આવા લોકોના અફસોસ અને મરેલી ઝીંદગીથી આપણને આપણા સપનાને યાદ કરવાતા રહે અને એ લોકો ના એવા કચરા જેવા વિચારથી આપણી સપના પૂરી કરવાની ઝીદ વધતી રહે, એ સપના પુરા કરવાની ઝંખના વધતી જાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational