Lata Bhatt

Romance

3  

Lata Bhatt

Romance

ક્ષિતિજની ધારે ધારે

ક્ષિતિજની ધારે ધારે

5 mins
722


“હું આકાશ..આકાશ મહેતા”, ઓફિસમાં આવતાવેત જ તેણે પોતાની ઓળખાણ આપી ને હું પણ મારી ઓળખાણ આપુ તે અપેક્ષાએ મારી સામે જોયું. મેં કહ્યું, "હું અદિતિ ..અદિતિ દેસાઇ”

તે હસતા હસતા બોલ્યો, "ઓહ....તો તો આપણે ક્યારેય નહીં મળવાના.હું આકાશ તમે અદિતિ”

"હા સાચી વાત છે પણ હા, કોઇ ક્ષિતિજ આવે ને આકાશ અદિતિને મેળવી આપે એવું બને”.

"પણ એ મિલન ભ્રામક જ હોવાનું" આકાશની એ હાજરજવાબી મને ગમી.

આકાશ સાથેની મારી એ પ્રથમ મુલાકાત.. અમે દસ જણા પૂનાની એક જાણીતી કપનીમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાયા હતા.તેમાંના ત્રણ ગુજરાતી... હું, આકાશ અને રિયા. મારા માટે આ કંપની જ નહીં આ શહેર પણ નવું હતું. સ્મરણની ભીડમાં હજુ અટવાતી હતી. મમ્મી પપ્પાથી હું ક્યારેય છૂટી નહોતી પડી પણ બી.ઈ.ના સાતમા સેમેસ્ટરમાં કેમ્પસમાં જ મને આ એક મટીનેશનલ કંપનીની જોબની ઓફર મળી હતી. પપ્પાએ તો તરત જ હા પાડી દીધી. પણ મમ્મી થોડી ખચકાતી હતી. પપ્પાએ મમ્મીને સમજાવી "જો વિદ્યા, આપણે આ પંખી પાસેથી કંઇક શીખવું જોઇએ. યાદ છે એ કબૂતરના બે બચ્ચા ...જ્યારે ઈંડામાંથી બચ્ચા બહાર નીકળવાના હતા ત્યારે તે કબૂતરી રાત દિવસ તેની ઉપર બેસી રહેતી. અરે બચ્ચાનો જન્મ થયો ત્યારે પણ ક્યારેય તેનો સાથ નહોતી છોડતી પણ બચ્ચા ધીમે ધીમે મોટા થયા અને જ્યારે ઊડતા શીખ્યા એટલે તેને છૂટા મૂકી દીધા હતા.આપણે પણ અદિતીને એક નવું આકાશ આપવાનું છે."

મમ્મીએ કહ્યું “પણ આમ ગુજરાતની બહાર....”

“અરે આજના જમાનામાં જ્યાં મોબાઇલ અને કમ્પ્યૂટર છે ત્યારે શું નજીક ને શું દૂર.. મારો મિત્ર પેલો દિપક પૂનામાં જ છે.“ પપ્પાનો અવાજ પણ સહેજ ભારે તો થઇ જ ગયો હતો.

ચિરાગ બોલ્યો ”પણ મમ્મીના હાથની રસોઇ તો ખાવા નહીં મળે ને..સારુ ચાલો, મમ્મી હવે મારા તરફ વધુ ધ્યાન આપશે.”

મમ્મી બોલી, “એ તો અદિતિની ફરમાઇશને કારણે..”

ને હું બોલી "ને મમ્મીના હાથના જાદુને કારણે” હું જ ફરમાઇશ કરતી.નવી નવી વાનગી બનાવવાનો મમ્મીને શોખ. હું યૂ ટ્યુબ પર જોઇને તેને રેસિપી આપતી. ને મમ્મી તે રેસિપી પ્રમાણે વાનગી બનાવતી.ચિરાગને ખાવાનો એટલો શોખ નહીં. હા મમ્મીની રસોઇ તે આંગળા ચાટી ચાટીને ખાય પણ ક્યારેય તેના તરફથી કોઇ વાનગીની ફરમાઇશ ન હોય.

બી.ઈ.ના છેલ્લા સેમેસ્ટરના રિઝલ્ટ પછી ઓગષ્ટ મહિનાથી મારે સર્વીસમાં હાજર થવાનુ હતું.પપ્પા મને મુકવા પૂના આવ્યા હતા. અમે બે દિવસ દિપક અંકલને ત્યાં રોકાણા. અંકલ આન્ટી બંનેનો સ્વભાવ મળતાવડો હતો તેમની પુત્રી ઇશા તો મને એક ક્ષણ પણ રેઢી મૂકતી નહીં. મને તેમણે પોતાને ત્યાંજ રહેવાનું કહ્યું, પણ પપ્પાએ કહ્યું કે તે બહાર રહેશે તો થોડી ઘડાશે. રજાઓમાં ક્યારેક અહીં આવતી જતી રહેશે.

પપ્પા મને મૂકીને અમદાવાદ જતા રહ્યાં. મારે કંપનીના ગેસ્ટહાઉસમાં પંદર દિવસ રહેવાનું ને પછી કોઇ વ્યવસ્થા કરવાની હતી. શરુ શરુમાં ઘરની ખૂબ યાદ આવતી, ખાવાનું પણ ખાસ ભાવતું નહીં. મમ્મી સાથે દિવસમાં બે ત્રણ વાર વાત કરું ત્યારે જ મને શાંતિ થતી.

આકાશ સાથેની એ પ્રથમ મુલાકાતમાં જ એ મને ગમી ગયો હતો. હસમુખો, નિખાલસ અને સરળ સ્વભાવ. હું આકાશ તરફ ખેંચાતી જતી હતી. હું સહેજ ઉદાસ લાગુ તો તે તરત મને કોઇ ને કોઇ વાતે કરી હસાવી દેતો આકાશ સાથે ન હોય ત્યારે પણ હું આકાશને યાદ કરતી. ક્યારેક તે ઘેરથી કોઇ વાનગી મારા માટે બનાવીને લઇ આવતો. પરંતું તેનું રિયા સાથેનું વર્તન પણ આ પ્રમાણે જ રહેતું. મને જલન થતી.

એક વાર પપ્પાનો ફોન આવ્યો, "બેટા મુંબઇના એક છોકરાનું માંગું આવ્યું છે, હું ઇચ્છુ છું કે તમે બંને એક વાર મળી લ્યો. જો તમને બન્નેને યોગ્ય લાગે તો આપણે આગળ વાત ચલાવીએ".પપ્પાએ કેટલીક મેટ્રોમોની સાઇટ પર મારો બાયોડેટા મૂક્યો હતો. પપ્પાને કેમ કરીને કહું કે મને આકાશ ગમે છે. આકાશના મનને હું હજી સુધી જાણી શકી નહોતી તે મને પ્રેમ કરે છે કે નહીં તે જાણવાનો આડકતરી રીતે ઘણી વાર પ્રયાસ કર્યો હતો પણ જાણી શકી નહોતી. હું મારો પ્રેમ તેના પર થોપવા નહોતી માંગતી. હું ઇચ્છતી હતી કે પહેલ તેના તરફથી થાય આકાશ મને સામેથી પ્રપોઝ કરે.

મને આકાશનું દિલ વાંચવા મળે તે હેતુથી આકાશને કહ્યું, "પપ્પાએ મારે માટે એક છોકરો પસંદ કર્યો છે રાજ, મારે રાજને આ રવિવારે મળવાનું છે."

આકાશે સહજતાથી કહું "ઓકે મેડમ મળી લ્યો આમેય તારી ચોઇસ જોઇને લાગે છે કે એમ સરળતાથી તું કોઇનેય પસંદ નહીં કરી લે. જો ને તે દિવસે મોલમાં પાંચ જગ્યાએ ફર્યા ત્યારે એક કુર્તી તને પસંદ પડી હતી અને આ તો આખી જીંદગીનો સવાલ છે." મારા મ્લાન ચહેરા પર સહેજ હાસ્ય રેલાયું.

મને ખ્યાલ આવી ગયો આકાશને એવી કોઇ લાગણી મારા પ્રત્યે નહોતી.

તે પછીના રવિવારે રાજ મને મળવા પૂના તેના એક મિત્રને ત્યાં આવવાનો હતો.મેં સવારે કેબ બુક કરી. ત્યાં આકાશ આવી ચડ્યો, "અરે અત્યાર અત્યારમાં ક્યાં જાય છે?" મેં કહ્યું, "રાજને મળવા જાઉં છુ તો મને કહે હું મૂકી જઇશ. હું ય જોઉં ને કે રાજ કેવોક છે તારા દિલ પર રાજ કરી શકે તેમ છે કે નહીં,બરાબર ને ડાર્લિંગ? આજે હું ફ્રી જ છું, (આકાશ તેની એક્ટીવાને ડાર્લીંગ કહેતો.) હું હસી પડી મેં કહ્યું હું ચાલી જઇશ ,,,,ઓકે મેડમ, મને પાછો ક્યાંક તારી સાથે જોઇ જાય તો એ .. આઇ હોપ રાજ એવો નહીં હોય"

રાજને હું મળી આકાશને મળી ન હોત તો કદાચ રાજને પસંદ પણ કરી લેત.રાજની ઇચ્છા પણ હતી પણ આકાશે મારા દિલ દિમાગ પર કબજો કરી લીધો હતો એટલે રાજને મેં હા ન પાડી. બીજા દિવસે આકાશે મને પૂછ્યું, "શું મેડમ એન્ગેજમેન્ટ ક્યારે છે ?" "મેં રાજને ના પાડી દીધી. મને સાથે ન લઇ ગઇને એટલે જ આવું થયું તને ખબર છે મારી મમ્મી મને બહું લકી માને છે હું સાથે હોત તો જરુર તને રાજ ગમી જાત, કંઇ નહીં નેક્સ્ટ ટાઇમ મને કહેજે હું સાથે આવીશ".

ત્રણેક મહીના પછી ફરી એક માંગું આવ્યું. મેં આકાશને વાત કરી એ વખતે તો પૂનાનું જ માંગું હતું હું અક્ષયને મળી. આકાશની રાહ જોવી હવે નકામી હતી. મેં અને અક્ષયે આ સંબંધમાં આગળ વધવાનું નક્કી કર્યું. આકાશને વાત કરી. આકાશ ત્યારે કશું ન બોલ્યો. બીજા દિવસે મને મળ્યો ત્યારે મને કહ્યું, "અદિતિ યાદ છે આપણે પહેલી વાર મળ્યા ત્યારે મેં કહ્યું હતું કે આકાશ અને અદિતિ ક્યારેય મળી ન શકે, તે કહ્યું હતું કે કોઇ ક્ષિતિજ આવીને એને મેળવી આપે તો.. અદિતિ હું તને ખાતરી આપું છું કે આપણું મિલન એ ક્ષિતિજ જેવું ભ્રામક નહીં હોય કાલે તે વાત કરી અને મને લાગ્યું જાણે મારા હાથમાંથી કોઇ કશું ઝુંટવી રહ્યું હોય,... કાલે જ મને પ્રેમનો અહેસાસ થયો. જો તને મંજૂર હોય તો આ બંદા ઉંમરકેદની સજા ભોગવવા તૈયાર છે અને આકાશે ઘૂંંટણીયે પડી ગુલાબનું ફૂલ હાથમાં લઇ કહ્યું, 'વીલ યુ મેરી મી? મારી આંખમાં આંસુ આવી ગયા. આમ આકાશ અને અદિતિ પૃથ્વી પર જ મળી ગયા.....


Rate this content
Log in

Similar gujarati story from Romance