Aakruti Thakkar

Romance

4  

Aakruti Thakkar

Romance

કૃતિનો મનરવ ભાગ :૨૦

કૃતિનો મનરવ ભાગ :૨૦

4 mins
376


અત્યાર સુધી આપણે જોયું કે રાહુલભાઈ કૃતિને સમજાવે છે કે કૃતિએ પ્રિન્સ સાથે વાત કરવી જોઈએ અને પછી જ નિર્ણય લેવો જોઈએ. કૃતિ પ્રિન્સ સાથે વાત કરવા સહમત થાય છે. શું થશે જ્યારે કૃતિ પ્રિન્સ સમક્ષ આ બધી જ બાબત રજૂ કરશે ત્યારે ? શું પ્રિન્સ આ બધું જ સ્વીકારશે ? કે પછી હજી બહાર આવશે કંઈક બીજું જ રહસ્ય... ચાલો જોઈએ આ ભાગમાં..

બીજા દિવસે સવારે કૃતિ અને તેના પપ્પા તૈયાર થઈને નાસ્તો કરવા બેસે છે. કૃતિ રાહુલભાઈને પૂછે છે, “શું આજે રાત્રે હું પ્રિન્સ સાથે જમવા બહાર જઈ શકું ? ત્યાં જ બધી વાત કરીને જાણી શકું કે શું સત્ય છે ?"

રાહુલભાઈ : “હા બેટા , તને એમ યોગ્ય લાગે તો એમ કર.”

કૃતિ :"હા પપ્પા. હું નીકળું છું” 

અને કૃતિ સ્કુટી લઈને ઓફિસ જવા નીકળી. રસ્તામાં વિચારે છે કે ઓફિસ પહોંચ્યા પછી પ્રિન્સને ફોન કરીશ અને રાત્રે ડિનર સાથે કરવા માટે પૂછીશ.એને તરત જ યાદ આવે છે, કે આજે પ્રિન્સનો ગુડમોર્નિંગ નો મેસેજ પણ આવ્યો નથી. લાગે છે કે આ બધી ઘટનાઓથી એ પણ મૂંઝાયેલો હશે. ઓફિસ પહોંચીને કૃતિ પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢીને જુએ છે તો પ્રિન્સના ગુડ મોર્નિંગ નો મેસેજ આવેલો છે. કૃતિ પણ ગુડમોર્નિંગ લખીને મોકલે છે અને પછી પૂછે છે કે તે ક્યાં છે ? સામેથી જવાબ આવ્યો. 'ઓફિસ' કૃતિએ તરત જ પ્રિન્સનો નંબર લગાવ્યો અને સામેથી ફોન ઉપડ્યો,

કૃતિ: "હેલો ગુડ મોર્નિંગ.”

પ્રિન્સ :“(ઠંડા અવાજે ) ગુડ મોર્નિંગ."

કૃતિ : “( મસ્તીની અદામાં) આજે તો કોઈ બહુ વહેલું ઓફિસ પહોંચી ગયું ને !"

પ્રિન્સ :"(મૂડ વગર) હમમ્મ...."

કૃતિ : "કેમ આજે કોઈ બહુ શાંત શાંત છે ?”

પ્રિન્સ : "કંઈ નહીં કામમાં છું. બોલ કંઈ કામ હતું ?"

કૃતિ :"હા. કામ તો હતું જ ત્યારે જ તો ફોન કર્યો છે."

પ્રિન્સ:" હા હવે તું કામ વગર ફોન ઉપાડે પણ ક્યાં છે ?"

કૃતિ : "શું કહ્યું ?"

પ્રિન્સ: "કંઇ નહી. બોલ શું કામ હતું ?"

કૃતિ: "સાંજ સુધી તારું બધું કામ પૂરું થઈ જશે ?”

પ્રિન્સ: "હા, કેમ ? "

કૃતિ : "તો હું ડિનર માટે તને ઇન્વાઇટ કરું એટલે..."

પ્રિન્સ :"સમજ્યો નહીં.”

કૃતિ: "તો ડિનર માટે સાથે જઈએ એમ."

પ્રિન્સ :"આમ અચાનક ? કાલે તો તું..."

કૃતિ :“કાલે ને આજેની વાતોને છોડ ડિનર સાથે લઈ શકીશું કે નહીં એ જવાબ આપ.”

પ્રિન્સ : "હા."

કૃતિ : "ok. આઠ વાગ્યે. "

પ્રિન્સ : "હા, મળીએ."

કૃતિ : "8:00 વાગે તું મને ઘરેથી લઈ જઈ શકીશ ?"

“તારા ઘરેથી?"

“હા, કેમ મારા ઘરેથી ન લઈ જઈ શકે તું ?"

"અરે, એવું નથી પણ..."

“ ઓકે. તો હું 08:00 વાગે તૈયાર રહીશ.

અને બંને તરફથી ફોન મુકાઈ જાય છે

કૃતિ :"( મનમાં) મને બને એટલું વર્તન પહેલા જેવું સામાન્ય રાખવું પડશે જેથી હું પ્રિન્સના વર્તન અને તેની વાતોનું યોગ્ય અવલોકન કરી શકું અને એ પણ મને બધું સત્ય કહી શકે."

સાંજ પડતાં જ કૃતિ પોતાનું કામ પતાવીને ઘરે પહોંચે છે અને શિવાની બહેનને કહે છે, “મમ્મી હું ફ્રેશ થઈ જાઉં. 8:00 વાગે પ્રિન્સ મને લેવા આવવાનો છે."

શિવાની બહેન : "પ્રિન્સ ઘરે લેવા આવવાનો છે ?"

“હા મમ્મી " એમ કહીને કૃતિ ફ્રેશ થવા અને તૈયાર થવા પોતાના રૂમમાં ચાલી ગઈ.

બરાબર આઠ વાગ્યે પ્રિન્સ કૃતિના ઘરની બહાર પોતાની કાર લઈને પહોંચી ગયો અને કૃતિને ફોન કર્યો. કૃતિ એને જવાબ આપીને તરત નીચે આવે છે. કૃતિ ગાડી પાસે આવીને ઊભી રહી. પ્રિન્સે તેને અંદર બેસી જવા ઈશારો કર્યો. કૃતિ દરવાજો ખોલીને અંદર બેઠી.

“ જઈએ ?"

“હા"

પ્રિન્સ :"એક વાત પૂછું ?"

“હા પૂછ ને"

“તારું વર્તન આમ અચાનક બદલાયેલું કેમ લાગે છે ? મને ઇગ્નોર કરતી હતી, મેસેજ કે કોલના જવાબ ન હતી આપતી અને કાલથી.... કાલથી ફરી તારું વર્તન કંઈક વધારે જ ફ્રેન્ડલી થઈ ગયું છે. શું કારણ છે કૃતિ આ બધાનું ? મારું મગજ પ્રશ્નોના વાવાઝોડાથી ઘેરાઈ રહ્યું છે. જે છે તે સાચું કહે હવે. હવે ધીરજ નથી મારામાં...."

કૃતિ : “વેઇટ વેઇટ... આટલું બધું એક સાથે ? તારું મગજ વિચારોથી ઘેરાયેલું છે એટલે તું મને આ બધી વાતોથી ઘેરી રહ્યો છે ? આપણે અત્યારે ડિનર માટે જઈ રહ્યા છીએ ને....બસ ત્યાં જ તારા બધા પ્રશ્નોનું અને હા તારા વાવાઝોડાનું પણ સમાધાન થઇ જશે. થોડી ધીરજ તો રાખવી પડશે મિસ્ટર...."

“ઓકે "

થોડી જ વારમાં બંને નક્કી કરેલા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. પ્રિન્સએ ગાડીમાંથી ઉતરીની કૃતિ તરફનો દરવાજો ખોલ્યો અને કૃતિ કારમાંથી ઉતરી. બંને રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા. શાંત અને ખૂણાવાળી ટેબલ તરફ કૃતિએ ઈશારો કર્યો અને બંને ત્યાં જઈને બેઠા, ત્યાં જ વેઇટર પાણી અને મેન્યુ લઈને આવ્યો. તેણે પાણી અને મેન્યુ ટેબલ પર રાખ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. પ્રિન્સે કૃતિના હાથમાં મેન્યુ આપ્યું. કૃતિએ પ્રિન્સને પ્રશ્ન કર્યો,

“શું ખાવું છે ?"

પ્રિન્સ એ જવાબ આપ્યો,“જે તું ખાઈશ એ જ."

“ઓહો.... તો આજે મારી પસંદનું એમ !"

“હા" પ્રિન્સે ટુંકો જવાબ આપ્યો. 

કૃતિએ વેઈટરને બોલાવીને ઓર્ડર આપ્યો અને એના ગયા પછી તે પ્રિન્સ તરફ જોઈને બોલી, “જો પ્રિન્સ મને તારાથી વાત કરવી છે. હું વાતને ગોળ ગોળ નહીં ફેરવું. જે પણ વાત છે એ સીધી જ કહીશ.જેથી મને યોગ્ય સમાધાન મળે."

“હા, પણ તું શેના વિશે વાત કરી રહી છે ?"

“મેં તને પૂછ્યું હતું કે, તું પરીને ઓળખે છે ? અને તે કહ્યું હતું, એ તારી સાથે કોલેજમાં ભણતી હતી. બસ એ વિશે જ વાત કરવી છે."

"હા, એ મારી સાથે કોલેજમાં ભણતી હતી પણ એનું શું છે ? તું સ્પષ્ટ વાત કર."

“પરી તારી સાથે કોલેજમાં હતી ત્યારે તમે મિત્રો હતા કે એનાથી વધારે ?"

કૃતિની આ વાત સાંભળીને પ્રિન્સ કૃતિ સામે જોઈ રહ્યો.

શું જવાબ આપશે હવે પ્રિન્સ ? શું એ પોતાની ભૂલ સ્વીકારી લેશે કે પછી હશે હકીકત કંઈક અલગ જ ? કૃતિ સત્ય જાણી શકશે કે પછી હજી આવશે કોઈ નવો વળાક.... જાણવા માટે વાંચતા રહો : કૃતિનો મનરવ...

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance