Aakruti Thakkar

Others

3  

Aakruti Thakkar

Others

કૃતિનો મનરવ - ૧૩

કૃતિનો મનરવ - ૧૩

4 mins
174


કૃતિ ફોન ઉપાડે છે અને સામાન્ય વાત થાય છે અને તરત જ પરી એને પૂછે છે “ આજે કૅફે ડિલાઇટમાં તું પ્રિન્સને મળી હતી ને ?

કૃતિ આશ્ચર્ય પામીને પૂછે છે,“હા, તને કેમ ખબર પડી ?"

 “ મારે તને મળવું છે અને રૂબરૂમાં વાત કરવી છે "

 “ હા મળીએ, પણ એ તો કહે કે વાત શું છે ?”

“ કાલે રૂબરૂ જ બધી વાત કરીએ."

“ હા, કાલે 5:00 વાગે "

“ હા, ઓકે, શુભ રાત્રી.”

કૃતિના મોઢા પર આશ્ચર્યના ભાવ જોઈને તરત જ તેના મમ્મી અને પપ્પાએ એક સાથે જ પ્રશ્ન કર્યો, “શું થયું કૃતિ ?"

 કૃતિ: “કંઈ નહીં, સ્કૂલમાં અમે સાથે ભણતા હતા એ પરી કાલે મળવાનું કહે છે. આમ અચાનક મળવાની વાત કરી એટલે આશ્ચર્ય થયું બીજું કંઈ નહીં."

 પપ્પા: “ઘણો સમય થઈ ગયો હશે એટલે મળવાનું કહ્યું હશે. મળી લે, તને અને એને બંનેને સારું લાગશે.”

કૃતિ:“ હા પપ્પા.”

કૃતિના મમ્મી પપ્પા કૃતિના રૂમમાંથી બહાર જતા જતા રૂમનો દરવાજો બંધ કરતા જાય છે અને કૃતિ પલંગ પર વિચારે છે: આ પરીને કેમ મને મળવું છે ? એવી શું વાત કરવી હશે અને એણે પ્રિન્સ સાથે મળવાની વાત કેમ ઉચ્ચારી ? એને કેવી રીતે ખબર પડી કે હું પ્રિન્સને મળી છું ? શું પ્રિન્સ વિશેની વાત હશે ? શું એ પ્રિન્સને ઓળખતી હશે ? આખરે એને મારાથી વાત શા માટે કરવી છે ? વિચારોમાં જ કૃતિને ઊંઘ આવી જાય છે.

 બીજા દિવસે તે પોતાના કામમાં વ્યસ્ત તો થઈ જાય છે પરંતુ વારંવાર તેને પરીના જ વિચારો આવે છે, કે આખરે એને શું વાત કરવી હશે ? આખરે એનો ઇન્તજાર ખતમ થયો અને સાંજે 5:00 વાગે એ નક્કી કરેલા સ્થળ પર પરીને મળવા ગઈ, ત્યાં પરી પહેલેથી જ એની રાહ જોઈને બેઠી હતી. બંને વચ્ચે સામાન્ય વાતચીત થયા પછી પરી પોતાની વાતના મૂળ મુદ્દા પર આવી.

પરી:“ તું કાલે પ્રિન્સને કેફે - ડીલાઈટમાં મળી હતી ને ?

કૃતિ : “હા પરી."

પરી: “એ તારો માત્ર મિત્ર છે કે પછી... ?

કૃતિ:“ પણ તું આ બધું કેમ પૂછી રહી છે ?”

પરી: “ હું એટલે પૂછી રહી છું કે હું તને મારી જેમ એની જાળમાં ફસાયેલી જોવા ઇચ્છતી નથી. જે મેં ભોગવ્યું છે તું એ ન ભોગવે તેથી તને સાવધાન કરવા આવી છું."

કૃતિ: “ શું ? શેની વાત કરી રહી છે તું ? તે શું ભોગવ્યું છે ? વિગતવાર વાત કર.”

પરી: “ હા કૃતિ, પ્રિન્સ.... હું પ્રિન્સની જાળમાં ફસાઈ હતી. એ અમીરજાદાએ મને કોલેજના સમયમાં પોતાની જાળમાં ફસાવી અને ત્યારપછી...."

કૃતિ:“ ત્યાર પછી શું ? આગળ બોલ..."

પરી: “અમીર બાપની ઓલાદો આવી જ હોય છે કૃતિ. ( પરી રડતા રડતા બોલે છે કૃતિ એને શાંત પાડવાની કોશિશ કરે છે અને પરી આગળ બોલવાનું શરૂ કરે છે.) કૃતિ અમે કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હતા. એણે મારી સાથે પ્રેમનું ખોટું નાટક કર્યું અને જ્યારે મેં એને લગ્ન કરવાની વાત કરી ત્યારે...."

કૃતિ :“ત્યારે શું પરી ?"

“ ત્યારે એણે લગ્ન માટેની ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે આ કંઈ ઉંમર છે લગ્ન કરવાની ? અત્યારે તો બસ જલસા કરવાના છે આજે તું છે તો કાલ બીજી કોઈ અને પછી ત્રીજી.... અને અટ્ટહાસ્ય કરીને ત્યાંથી ચાલ્યો ગયો. હું કેટલાય સમય સુધી એને આજીજી કરતી રહી અને સમજાવતી રહી, કે મારો પ્રેમ સાચો છે.. હું તને મનથી ચાહું છું... પણ એ એક વાત પણ સાંભળવા કે સમજવા તૈયાર ન હતો અને આમને આમ સમય વીતતો ગયો અને ભણવાનું આખરે પૂરું થયું હું એને સમયાંતરે અમારો પ્રેમ યાદ કરાવતી રહી પણ એ એકનો બે ન થયો અને આખરે હારીને, તૂટીને મેં એના જીવનમાંથી વિદાય લીધી, પણ આ બધા દિવસો અને બધી રાતો મેં કેવી રીતે પસાર કરી છે એ મારું મન જાણે છે કૃતિ. એ મારી લાગણીઓથી રમી રહ્યો હતો અને હું એને સાચો પ્રેમ સમજી બેઠી હતી. એ તારી લાગણીઓને નુકસાન ન પહોંચાડે એટલે તને સાવધાન કરવા આવી છું. આપણે બહુ સારા મિત્રો તો નથી પણ શાળાના સમયમાં આપણે સાથે ભણતા ત્યારથી હું તને ઓળખું છું. તું સંસ્કારી, સ્વાભિમાની અને સરળ સ્વભાવની છે. કાલે મેં તને એની સાથે કેફે ડિલાઈટમાંથી બહાર આવતા જોઈ અને મારું હૃદય એક ધબકાર ચૂકી ગયુ કૃતિ. તરત જ એ વિચાર આવ્યો કે કૃતિ આની સાથે ?... હું કૃતિને આ બધું સહન કરવા નહીં જ દઉં એના જીવનમાં પ્રિન્સના ખરાબ પગલા પડવા નહીં દઉં. એને પ્રિન્સની કાળી નજરથી બચાવીને જ રહીશ."

“ કૃતિ...એની જાળમાંથી તને બચાવવા માટે અહીં આવી પહોંચી. કૃતિ ચેતી જા, સમજી જા, એ છોકરો દેખાય છે એટલો ભોળો અને સારો નથી. એની સચ્ચાઈ મને ખબર છે."

(પરી રડવાનું શરૂ કરે છે.કૃતિએ પરીને શાંત કરી અને બોલી)

“ હા પરી, હું તારી વાતો અને ભાવનાઓને સમજી રહી છું, પરંતુ પ્રિન્સ કોઈ રીતે અભિમાની કે ખરાબ નથી લાગતો."

 પરી એને બોલતી અટકાવીને બોલી, " નહીં લાગે, કોઈ દિવસ નહીં લાગે, કેમ કે એની પાસે એવી આવડત છે કે એ ભોળો અને સમજુ બનીને છોકરીઓને આકર્ષે છે અને પછી ફસાવે છે. મીઠી મીઠી વાતો કરી તેની લાગણીઓ સાથે રમત રમીને તેમને ધક્કો મારીને છોડી દે છે."

કૃતિ : “ (મનમાં) પ્રિન્સ ... ? પ્રિન્સ આવો હોઈ શકે ? મને તો એ સૂલઝેલો અને સંસ્કારી છોકરો લાગે છે. કોઈ છોકરીની લાગણી સાથે આટલી હદે રમી શકે એ છોકરો ? તે આવું કઈ રીતે કરી શકે ? અને એનું ઘર .... હા એ પૈસાદાર તો દેખાય જ છે. એનો પરિવાર... એનો પરિવાર તો સંસ્કારી અને સમજુ દેખાય છે. અને પપ્પા તો એના અને એના પરિવારના કેટલા વખાણ કરતા હતા. તો એ બધું... એ બધું શું હતું ?"

ક્રમશઃ


Rate this content
Log in