Aakruti Thakkar

Others

3  

Aakruti Thakkar

Others

કૃતિનો મનરવ ભાગ : ૧૯

કૃતિનો મનરવ ભાગ : ૧૯

4 mins
181


અત્યાર સુધી આપણે જોયું કે કૃતિ બધી હકીકત પોતાના માતા-પિતાને જણાવે છે. રાહુલભાઈ તેને હવે આગળ તે શું કરવાની છે એના વિશે પૂછે છે. કૃતિ શું જવાબ આપે છે ? ચાલો જોઈએ આ ભાગમાં...


કૃતિ : "પ્રિન્સ સાથે કોલેજમાં ભણતા ત્રણથી ચાર એના મિત્રોને ઓળખું છું એમની સાથે વાતચીત કરીને શું સાચું છે તે જાણીશ અને શક્ય હશે તો એ બાબતે પુરાવાઓ પણ એકઠા કરીશ અને મારો મિત્ર હર્ષ... એની મહત્તમ મદદ લઈશ. કારણ કે હર્ષ પણ પ્રિન્સ સાથે જ ભણ્યો છે તેથી તે સાચા અને ચોક્કસ સમાચાર કે પુરાવા મેળવવામાં મદદ કરી શકે એમ છે."

શિવાની બહેન: "તે પ્રિન્સને આ વાત કરી છે ?”

કૃતિ: “ના મમ્મી. જો હું એને વાત કરું, તો એ કંઈ સાચું ખોટું પીરસી દે તો ? એ બીકના કારણે એનાથી તો મેં ચાર પાંચ દિવસથી વાત જ નથી કરી. એના ફોન અને મેસેજ આવ્યા પણ મેં ખાસ જવાબ દીધા નથી.

રાહુલભાઈ : "જો બેટા એમ કરવું યોગ્ય નથી. એને પણ એ વાત સતાવતી હશે કે તું આવું બદલાયેલું વર્તન કેમ કરે છે ?"

કૃતિ : "હા પપ્પા એણે મને ઘણીવાર પૂછ્યું કે શું થયું છે ? કંઈ વાત હોય તો કહી દે પણ...."

રાહુલભાઈ : "હા જ તો બેટા, જેમ તું એની નજીક છે એમ એ પણ એટલી જ આશા સાથે અને તારાથી એટલો જ નજીક છે, તો આમ અચાનક એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દે તો એ પણ સમજી ન શકે, કે આમ તો અચાનક આવું વર્તન કેમ કરી રહી છે ? મને લાગે છે કે તારે એની સાથે પણ આ બાબતે વાત કરવી જોઈએ. એના વાત, વર્તન અને હાવ-ભાવ પરથી તને અડધી બાબતનો ઉકેલ મળી જશે. એ સાચું બોલી રહ્યો છે કે ખોટું એ એનું વર્તન જ તને સમજાવી દેશે. પછી બાકીનું તું હર્ષની મદદથી ઉકેલી શકીશ. હું અને તારી મમ્મી તો સાથે જ છીએ જ... અને જો બેટા જ્યાં સુધી હું સમીરભાઈ, એમની પત્ની અને એમના પરિવારને ઓળખું છું ત્યાં સુધી સંસ્કારી અને સારા વિચારોવાળા છે. તેથી પ્રિન્સ આમ કોઈની લાગણી સાથે રમી શકે એ વિશ્વાસ કરવું થોડું અઘરું છે, છતાં પણ બાળકો છે, મિત્રો અને ભાઈબંધીની સંગત હોય અને વર્તન બદલાઈ જાય. તેથી કંઈ પણ ચોક્કસ કહેવું અઘરું છે. આપણે આ વાતની મૂળ સુધી જઈએ, જાણીએ અને પછી જ કોઈ નિર્ણય લઈએ.”

કૃતિ : “ હા પપ્પા. મને પણ લાગ્યું કે પ્રિન્સ આવું ન કરી શકે, વિશ્વાસ જ ન આવ્યો. પણ પરીએ પણ એટલા વિશ્વાસથી આ બધું કહ્યું અને એના આંસુ પણ એના દર્દના પુરાવાઓ આપી રહ્યા હતા તેથી એને પણ હું અવગણી શકું એમ નથી. હું કોના પર વિશ્વાસ કરું ?કોને સાચું માનું ? તમે કહ્યું એમ હું પહેલા પ્રિન્સથી વાત કરીશ અને એની વાતો અને વર્તનનું અવલોકન કરીશ."

શિવાની બેન : “હા બેટા, પણ થોડું સાચવીને, સંભાળીને. સંબંધોની દોરી નાજુક હોય છે એને તૂટતા વાર નથી લાગતી. ક્યાંક એવું ન બને કે કોઈકની વાતોમાં આવીને તું સાચા અને યોગ્ય વ્યક્તિને ગુમાવી બેસે. 

રાહુલભાઈ : "હા બેટા કોઈની પણ વાતનો સીધો વિશ્વાસ કરવા કરતાં જે વાત છે તેના મૂળ સુધી પહોંચ્યા બાદ જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. કોઈની વાતથી પોતાના નિર્ણય બદલવા નહીં. જેથી પોતાના વિશ્વાસ સાથે પોતાના ચોક્કસ નિર્ણય લેવાનો સંતોષ હોય અફસોસ નહીં.

કૃતિ : "હા પપ્પા.”

ત્રણેય પોતપોતાના કામે વળગે છે. કૃતિ આખો દિવસ થોડી મૂંઝાયેલી અને વિચારોમાં જ રહે છે. કેવી રીતે પ્રિન્સ સાથે આ બધી વાત કરે ? ક્યાંથી શરૂઆત કરે ? એમાં જ ખોવાયેલી રહે છે.

રાત્રે જમ્યા પછી... 

શિવાની બહેન: "તમને શું લાગે છે પરીની વાતો સાચી હશે ?”

રાહુલભાઈ: "અત્યારે કંઈ જાણ્યા વિના કશું ચોક્કસ કેવી રીતે કહી શકાય ?"

શિવાની બહેન : "મને તો નથી લાગતું કે એની વાતો સાચી હોય."

રાહુલભાઈ : "સમય આવે બધી જ ખબર પડી જશે."

શિવાની બેન : "આપણી કૃતિ કેટલી ઉદાસ અને મૂંઝાયેલી લાગે છે. આખો દિવસ વિચારોમાં અને વિચારોમાં જ હતી આજે .આપણે એની સાથે થોડીવાર બેસવું જોઈએ નહીં ?"

રાહુલ ભાઈ : “હા, હું જાણું છું. તે આજે બિલકુલ મૂડમાં નથી, પણ મને મારી દીકરી પર વિશ્વાસ છે તે આ બાબતનો યોગ્ય ઉકેલ શોધી જ લેશે અને નહીં શોધે ત્યાં સુધી તે શાંતિથી બેસશે નહીં. અત્યારે એને એકલી રહેવા દઈએ. એની જાતે જ બધું વિચારીને ગોઠવવા દઈએ. એની જાત સાથે સમય વિતાવવા દઈએ. હું મારી દીકરીને ઓળખું છું તે આમ હારીને બાબતને છોડશે નહીં. સત્યના મૂળને શોધીને જંપશે. આપણે પણ હવે સુઈ જઈએ એને પણ એની રીતે આરામ કરવા દઈએ." 

(અને બંને જણ સુઈ જાય છે) 

અહીં કૃતિ તેના રૂમમાં પલંગ પર લેટીને વિચારોમાં ડૂબેલી હતી, કે કેવી રીતે એ પ્રિન્સને આ બધી વાતની રજૂઆત કરે ?કેવી રીતે આ બધું ઉકેલે ? તે પોતાની જગ્યાથી ઉભી થઇ અને બાલ્કનીમાં જઈને ઉભી ઉભી ખાલી રસ્તાને એકીટશે જોતી રહી, વિચારતી રહી. આખરે એણે નક્કી કર્યું, કે કાલે પ્રિન્સને મળીને જ બધી વાત જણાવશે અને બધું અવલોકન કરીને પોતાનો યોગ્ય નિર્ણય લેશે. ત્યાર પછી તે પાછી પલંગ પર લેટી ગઈ અને આંખ મીંચીને સુવા પ્રયત્ન કર્યો. 

હવે કૃતિ કઈ રીતે સચ્ચાઈ સુધી પહોંચશે ? તે પ્રિન્સને મળશે ત્યારે શું થશે ? તે પ્રિન્સને આ વાત કરી શકશે ? શું પ્રિન્સ આ બાબતને સ્વીકારશે ? આ બધું જ જોઈશું આપણે આવતા ભાગમાં.


Rate this content
Log in