Aakruti Thakkar

Others

3  

Aakruti Thakkar

Others

કૃતિનો મનરવ - ૧૫

કૃતિનો મનરવ - ૧૫

4 mins
189


થોડુંક વિચાર્યા બાદ તે ફોન ઉપાડે છે.

“હેલો મેડમ, ક્યાં છો તમે ? નથી મેસેજ જોયા કે નથી મારા ફોન ઉપાડતા ? ઇઝ એવરીથીંગ ઓકે ?

કૃતિ : “ હા, બધું બરાબર જ છે. હું કામમાં ખૂબ વ્યસ્ત હતી અને હવે થાકી ગઈ છું એટલે સૂઈ જવું છે. વાત કરવાનું મન નથી તેથી ફોન ના ઉપાડ્યો".

પ્રિન્સ:“ તો એ તો ફોન ઉપાડીને કે મેસેજ જોઈને પણ કહી શકતી હતી ને ? કૃતિ, કંઈક તો થયું છે ... બોલ શું થયું છે ?"

કૃતિ:“ (ગુસ્સાથી) કંઈ નથી થયું કહ્યું ને... સૂવું છે મને, થાકી ગઈ છું, હું સૂઈ શકું છું ?

પ્રિન્સ :“ પણ ગુસ્સે શાની થાય છે આટલી નાની વાતમાં ? હા, સૂઈ જા અને હા સવારે મને મારી પહેલા જેવી જ કૃતિ જોઈ હો ને...!"

 કૃતિ ફોન મૂકી દે છે અને સૂવાનો પ્રયત્ન કરે છે, પણ આજે ઊંઘનું સ્થાન વિચારોએ લઈ લીધું છે.

આ તરફ પ્રિન્સ વિચારે છે કે 'કૃતિને શું થયું છે ? કોઈ દિવસ કૃતિનું આ વર્તન નથી જોયું. સમજુ અને સુલજેલી કૃતિ હંમેશા વિનમ્રતાથી અને સારી રીતે જ વાત કરે છે અને આજે... ? આજે જે પ્રમાણે એનું વર્તન હતું એ સામાન્ય નથી લાગી રહ્યું, ચોક્કસ કંઈક કારણ હોવું જોઈએ આ બધાની પાછળ. એ આવી તો નથી જ કે કોઈ વાતમાં કોઈનું અપમાન કરી બેસે. સવારે એનો મૂડ સારો કરી અને પછી એ વિશે પૂછીશ...' એવું વિચારતા વિચારતા પ્રિન્સને ઊંઘ આવી ગઈ.

અહીં કૃતિની આંખોમાં ઊંઘના બિલકુલ એંધાણ નથી તે પલંગ પરથી ઊભી થઈને રૂમની બાલ્કનીમાં ઠંડી અને ખુલ્લી હવામાં ઊભી રહે છે. એણે નક્કી કર્યું કે જે પણ સત્ય હશે તે પુરાવા સાથે સાબિત કરશે. અત્યારે ઘરમાં કોઈને આ વિશે વાત કરવી નથી અને ફરી સૂઈ જાય છે.

સવારે ઊઠીને જુએ છે તો પ્રિન્સના બે કોલ છે અને ગુડ મોર્નિંગના અને મળવાના મેસેજ પણ... પણ કૃતિએ એની અવગણના કરી, પછી પોતાનું રોજિંદુ કામ પતાવીને ઓફિસ જવા નીકળી પડે છે. ઓફિસ કામ પતાવાની સાથે સાથે તે પુરાવો એકઠા કરવાનું અને સચ્ચાઈના મૂળ સુધી જવાનું વિચારે છે. તેને યાદ આવે છે કે તેના એક બે મિત્ર કોલેજમાં પ્રિન્સની સાથે જ ભણ્યા હતા, એવી પ્રિન્સ તરફથી જ વાત જાણવા મળી હતી. હર્ષ પણ તેને યાદ આવ્યો તેથી તે હર્ષ ને ફોન કરવા જતી જ હોય છે કે તેની ડેસ્ક પાસે પટાવાળો આવીને ઊભો રહે છે, અને સર તમને બોલાવી રહ્યા છે એવું કહીને ત્યાંથી ચાલ્યો જાય છે. કૃતિ પોતાનો ફોન ટેબલ જ પર મૂકીને ત્યાંથી ચાલી જાય છે, તે દરમિયાન પ્રિન્સના બે ફોન આવ્યા અને ફોનની રીંગ વાગી વાગીને પૂરી થઈ ગઈ.

આ તરફ કૃતિ તેના ઉપરી અધિકારીની કેબિનમાં જાય છે ત્યારે તેમના તરફથી કૃતિને જાણ થાય છે કે, કૃતિને આજે જ એક ટ્રેનિંગ માટે દિલ્હી જવાનું છે. એક અગત્યના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી એ કૃતિને આ વાત જણાવતા ભૂલી ગયેલા અને આ ટ્રેનિંગ પણ અતિ મહત્વની હોવાથી તેને અવગણી શકાય તેમ નથી. એમણે કૃતિને તરત જ ઘરે નીકળવાનું કહ્યું અને દિલ્હી માટે પણ તરત જ નીકળવાનું છે એમ કહી એમણે કૃતિ માટે વિમાનની ટિકિટની વ્યવસ્થા પણ તરત જ કરી દીધી. કૃતિ પોતાનો બેગ લઈને ઘર તરફ નીકળી પડી. ઘરે આવતાની સાથે જ તેણે મમ્મીને આ બધી વાત કરી અને સાથે સાથે પોતાનો સામાન પણ પેક કર્યો. એક જ કલાકમાં કૃતિ એરપોર્ટ તરફ જવા નીકળી જ રહી હતી ત્યાં મમ્મીએ કહ્યું, “કૃતિ, પ્રિન્સના મમ્મી પપ્પાથી વાત કરવાની હતી ને ! અને તું આવે પછી ક્યા દિવસે મળવું છે ? પ્રિન્સના માતા પિતાને.... હજુ તો તેની મમ્મી કંઈ આગળ બોલે ત્યાં જ કૃતિએ તેમની વાત કાપતાં વચ્ચેથી જ બોલી, “મમ્મી એ બધું પછી હવે અત્યારે મને મોડું થશે.”

 “ ભલે બેટા, સાચવીને જજે.”

કૃતિ : “ હા મમ્મી."

કૃતિ ત્યાંથી નીકળી એરપોર્ટ પહોંચ્યા પછી તેણે પોતાનો મોબાઈલ જોયો પ્રિન્સના 25 મેસેજ અને ચાર મિસકોલ હતા, પણ તેણે તેની અવગણના કરી અને મેસેજ વાંચ્યા વિના જ રહેવા દીધા.

અહીં પ્રિન્સની હાલત વિચારી વિચારીને ખરાબ થઈ રહી હતી કે 'આખરે કૃતિને થયું શું છે ? તે કેમ આવું વર્તન કરી રહી છે ? ના ફોનનો કોઈ જવાબ કે ન મેસેજનો ? કૃતિને ચોક્કસ કંઈક તો થયું જ છે એનું વર્તન આવું ક્યારેય નથી રહ્યું ? કઈ રીતે જાણું કે થયું શુ છે એને ?'

કૃતિ દિલ્હી પહોંચ્યા બાદ પોતાના રૂમમાં પહોંચી અને બેડ પર આડી પડી કે તરત જ તેને થાકના લીધે ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે ટ્રેનિંગની શરૂઆત પછી બાકીના બે દિવસો તે ટ્રેનિંગમાં એટલી વ્યસ્ત રહી કે હર્ષને કે બીજા કોઈને કોઈ પણ પ્રકારના સબૂત માટે ફોન કરવાનો સમય જ મળી શક્યો નહીં. ઘરે વાત થતી પણ બસ થવા પૂરતી થતી એટલે બીજી કોઈ ખાસ વાત થઈ શકી નહીં. આ તરફ કૃતિના પપ્પાએ પ્રિન્સના પપ્પાને ફોન કરીને કૃતિ અને પ્રિન્સની બધી વાતો જણાવી અને હવે બાળકો ખુશ છે તો બંને પરિવારોએ મળવું જોઈએ એવી રજૂઆત કરતા પ્રિન્સના પપ્પા પણ તરત જ માની ગયા. કૃતિ આવી જાય એટલે બીજા દિવસે જ તેઓ આવશે અને વાતચીત કરી સંબંધ પાકો કરશે એવી લાગણી દર્શાવી. કૃતિના પિતાને પણ આ વાત યોગ્ય લાગી તેથી તેમણે પણ આ વાત સ્વીકારી લીધી. તેમણે કૃતિના મમ્મીને પણ ખુશ થઈને આ વાત કરી અને આ વાત કૃતિને ન કરવા માટે જણાવી, કેમ કે આ વખતે કૃતિને રૂબરૂમાં આ વાત કરીને તેને સરપ્રાઈઝ આપવી છે અને કૃતિના હાવભાવ જોવા છે એવું જણાવ્યું.

ક્રમશ:


Rate this content
Log in