Aakruti Thakkar

Others

3  

Aakruti Thakkar

Others

કૃતિનો મનરવ - ૧૪

કૃતિનો મનરવ - ૧૪

4 mins
219


પરીની વાતો સાંભળીને કૃતિ વિચારોમાં ગરકાવ થઈ જાય છે અને પ્રિન્સ એવું શા માટે કરી રહ્યો હશે એ વિચારે છે ? અત્યાર સુધીનું પ્રિન્સનું વર્તન અને એના પરિવાર સાથે મળીને કૃતિને આ વાતની અણસાર સુધ્ધાં ન આવી કે એવું કંઈ હોઈ પણ શકે. હવે આગળ કૃતિ શું કરશે ? કેવી રીતે કરશે પ્રિન્સનો સામનો ?... જોઈએ આ ભાગમાં....કૃતિના મનમાં આવા હજારો પ્રશ્નો જન્મ લઈ ચૂક્યા હતા અને તે આ પ્રશ્નો વિશે જ વિચારી રહી હતી ત્યાં જ પરીએ એને કહ્યું , “ કૃતિ તું સમજી રહી છે ને હું શું કહું છું ?”

કૃતિ :“ હા”

પરી :“ તને સાવચેત કરવી એ મારી ફરજ હતી, હવે આખરી નિર્ણય તારો જ રહેશે. તને જે યોગ્ય લાગે એ નિર્ણય લેજે. કૃતિ, ચાલ હવે હું નીકળું છું. બસ ખાલી એટલું યાદ રાખજે કે જે પણ નિર્ણય લે એ સમજી-વિચારીને લેજે, તારી જિંદગીનો સવાલ છે. તારા નિર્ણય સાથે તારા માતા-પિતાની પણ જિંદગી જોડાયેલી છે. તારા નાના ભાઈ વિરાજને ગુમાવ્યા બાદ એ માંડ માંડ સામાન્ય થયા છે, હવે તું એક જ એમનો આધાર છો. તારી ખુશી સાથે એમની ખુશી જોડાયેલી છે. બાકી તો તું સમજદાર છો. કૃતિ,ચાલ નિયતિએ જે લખ્યું હશે એ થશે. નસીબમાં હશે તો ફરી મળીશું..." કહીને પરી ત્યાંથી ઊભી થઈને ચાલી જાય છે અને કૃતિ પરીને જતી જોઈ જ રહે છે... પરી દેખાતી બંધ થઈ ત્યાં સુધી કૃતિ એ દિશા તરફ જોઈ રહી.

   કૃતિ પોતાની જાતને અસહાય અને મૂંઝાયેલી અનુભવી રહી હતી. આ બધું શું થઈ રહ્યું હતું અને આગળ શું કરવું જોઈએ એ તેને સમજાઈ રહ્યું ન હતું. એકવાર તેને વિચાર આવ્યો કે તે તરત જ પ્રિન્સને ફોન કરે અને એને આ બધી હકીકતની જાણ કરે કે, આ બધી હકીકત તેને ખબર પડી ગઈ છે . તે આ બધું શા માટે કરી રહ્યો છે ? લાગણીઓથી કેમ રમી રહ્યો છે ?... આવું ઘણું બધું એને સંભળાવી દે ,પણ તરત જ એના મનમાં વિચાર આવ્યો, કે પહેલા તેને વાતના મૂળ સુધી પહોંચવું જોઈએ અને જો આ વાત સો ટકા સાચી હોય તો તેને બધાની સમક્ષ સાબિતી આપીને પ્રિન્સનું આ સ્વરૂપ બધાની સમક્ષ ખુલ્લું મુકવું જોઈએ. કૃતિ વિચારી રહી હતી કે તેના પપ્પાને ફોન કરે અને જે હકીકત છે એ બધું જ અત્યારે જ કહી દે અને નિર્ણય લેવામાં તેમની મદદ લે પણ કૃતિ એવું કરવાનું ટાળ્યું કેમકે તે ઓફિસના કામથી અત્યારે બહાર ગયેલા હતા અને અચાનક આ બધું સાંભળતા સાથે જ પોતાની હાલત કેવી થઈ છે ? તો તેના પપ્પાએ જ પ્રિન્સને મળવા સમજાવી, મનાવી અને એના માટે વિચારવા આગળ વધારી હતી ,તો આ હકીકતની જાણ થતા તેમને કેટલો આઘાત લાગશે ?... અને ક્યાંક ફરી તેમની તબિયત પર કંઈક અસર થાય તો ? અત્યાર સુધીની સુધરેલી તેમની તબિયતમાં ફરી કંઈ બદલાવ આવે તો ? એ બીકે તેણે પિતાને કંઈ જ ન કહ્યું, ત્યાંથી ઊભી થઈ અને ઘર તરફ જવાના રસ્તે ગાડી હાંકી મૂકી.

 ઘરે પહોંચી અને સ્વસ્થ થઈ અને બધું જ સામાન્ય છે તેવી વર્તણુંક હોવા છતાં તેની મમ્મીએ તેના ચહેરા પરનો ભાવ વાંચી લીધો અને પૂછ્યું ,

“ કેમ કૃતિ ? શું થયું ? તારું મોઢું કેમ પડી ગયું છે ? બધું બરાબર તો છે ને ?"

 કૃતિ:“ હા મમ્મી બધું બરાબર છે. ઓફિસમાં હમણાં કામ વધુ રહે છે તેથી થાક લાગ્યો છે."

 મમ્મી:“ ઠીક છે. અરે હા, તું આજે પરીને મળવા જવાની હતી ને ? ગઈ કે પછી કામમાં શક્ય ન બન્યું ?

કૃતિ :“ગઈ હતી".

 મમ્મી:“ શું થયું ? કેમ મળવું હતું ? કંઈ ખાસ ?"

કૃતિ:“ ના, કંઈ ખાસ નહીં. અમે મળ્યા અને સ્કૂલથી લઈ અત્યાર સુધીની બધી વાતો કરી, નાસ્તો કર્યો અને છૂટા પડ્યા .હવે પરી અહીં જ સ્થાયી થઈ ગઈ છે તેથી ફરી મળવાનું થશે. બસ જુના દિવસોને વાગોળ્યા."

મમ્મી : “સારું થયું, તું પણ ફ્રેશ થઈ ગઈ ને ? સારું,ચાલ હવે જમવા બેસીએ."

કૃતિ:“ મમ્મી મને ભૂખ નથી.”

મમ્મી :“પણ હું તો જમવા માટે ક્યારની તારી રાહ જોઉં છું...”

કૃતિ:“ ઠીક છે, તારી સાથે બેસું છું અને થોડું જમું છું.” 

ત્યારપછી કૃતિ આજે થાકી ગઈ હોવાનું બહાનું કરીને સીધી સુવા પોતાના રૂમમાં ચાલી જાય છે. તે પલંગ પર આડી પડે છે અને ફોનમાં જુએ છે તો પ્રિન્સના પાંચ - છ મેસેજ આવેલા હોય છે, પણ કૃતિને આજે મેસેજ ના જવાબ આપવાનું મન ન થતા તે ફોન બાજુ પર મૂકીને વિચારવા લાગે છે- 'આ બધું ખરેખર સાચું હશે ? જો સાચું હોય તો પ્રિન્સને આ બધું કરવાથી શું મળતું હશે ? કોઈને લાગણીઓને આટલી હદે મજાક ? ત્યાં જ તેના ફોનની રીંગ વાગી ... કૃતિએ જોયું તો પ્રિન્સનું નામ સ્ક્રીન પર દેખાય છે,તે ફોનને એમ જ વાગવા દે છે, રીંગ વાગીને પૂરી થઈ. પાંચ-દસ મિનિટ પછી ફરી રીંગ ફરી ફોન રણકે છે... ફરી જુએ છે તો પ્રિન્સનો જ ફોન છે. કૃતિ વિચાર કરે છે કે ફોન ઉપાડે અને એની બધી સચ્ચાઈ તેને જણાવી દેવી કે શું કરવું ?... થોડુંક વિચાર્યા બાદ તે ફોન ઉપાડે છે.

ક્રમશઃ


Rate this content
Log in