Aakruti Thakkar

Fantasy Others

4  

Aakruti Thakkar

Fantasy Others

કૃતિનો મનરવ ભાગ:૧૮

કૃતિનો મનરવ ભાગ:૧૮

5 mins
410


આગળના ભાગમાં આપણે જોયું કે કૃતિ પ્રિન્સને પરી વિશે અચાનકથી પૂછે છે અને પ્રિન્સ એની સાથે ભણતી એક પરીની ઓળખ એને આપે છે. શુ એ એજ પરી હશે ? પ્રિન્સ પરી વિશે કૃતિને સાચું કહેશે ? શું હશે સત્ય ? શું હશે પરીના પ્રતિભાવો ? જાણીએ આગળના ભાગમાં...

પ્રિન્સ : “હા, એક પરી ત્રિવેદી મારી સાથે કોલેજમાં હતી. તું કોની વાત કરી રહી છે ?"

"હા એ જ પરી પરી ત્રિવેદી.”

"ઓહ...એનું... તું કેમ પૂછે છે ? અને તું કેમ ઓળખે છે એને ?"

"કંઈ નહીં એમ જ પૂછ્યું.. એ પોતાની જોબ માટે અહીં શિફ્ટ થઈ છે એટલે."

"હા, તો મને કેમ પૂછ્યું કે હું ઓળખું છું કે નહીં ?"

 "અરે કંઈ નહીં, તું પણ ચાલને હવે નીચે, કેટલા પ્રશ્નો કરીશ ? ખાસો સમય થઈ ગયો આપણે ઉપર આવ્યે અને હવે મમ્મી પપ્પા પણ રાહ જોતા હશે."

“પણ... પણ હવેથી તું મારી પહેલા વાળી જ કૃતિ રહીશ હોને !

કૃતિએ ચાલતાં ચાલતાં જ જવાબ આપ્યો, “હા બાબા "

બંને નીચે જ્યાં બધા બેઠા હતા અને વાતો કરી રહ્યાં હતા ત્યાં પહોંચી ગયા અને પોત-પોતાની જગ્યાએ બેસી જાય છે.

સમીરભાઈ: "તો... હવે તમે બંને વાતચીત કરી લીધી અને અહીં અમે પણ વાતો કરીને એકદમ હળી મળી ગયા છીએ. તો રાહુલભાઈ હવે સંબંધ પાકો સમજીએ ને ? પંડિતજીને ક્યારે બોલાવવા છે વિધિની તારીખ નક્કી કરવા ? "

રાહુલભાઈ : 'અરે, હા.'

રાહુલભાઈ હજી કાંઈ આગળ બોલે એ પહેલા જ કૃતિ બોલે છે, “એક મિનિટ પપ્પા, મને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. હું અત્યારે નિર્ણય નહીં લઈ શકું "

આ સાંભળતાની સાથે જ બધા જ કૃતિ સામે જોઈ રહ્યાં

રાહુલભાઈ: "કેમ બેટા ? શું થયું ?"

સમીરભાઈ: "પ્રિન્સથી કોઈ વાત માટે નારાજ છે બેટા ? “

કૃતિ : "અરે, ના અંકલ જીવનનો મહત્વનો નિર્ણય છે તો, હજી હું એક વાર વિચારીને પછી ચોક્કસ નિર્ણય લેવા ઇચ્છું છું."

સમીરભાઈ: “( થોડું મૂંઝાઈને ) હા, બેટા કાંઈ વાંધો નહીં. તું તારી રીતે વિચારી લે. આમ પણ તું તો પ્રિન્સને ઓળખે છે, તો કંઈ વાત હોય તો તમે બંને વાતચીત કરી લો પછી નિર્ણય લઈશું."અને રાહુલભાઈ તરફ જોઈને કહ્યું, "કેમ રાહુલભાઈ બરાબર કહ્યું ને ?

રાહુલભાઈ: "હ હા... બરોબર." 

સમીરભાઈ: "ચાલો, રાહુલભાઈ, તો હવે અમે નીકળીએ.કૃતિ ભલે વિચારી લે અને બંને છોકરાઓ એકબીજાથી વાતચીત કરી લે પછી મળીશું."

રાહુલભાઈ:"( હાથ જોડીને ) હા, ફરી મળીશું. "

પ્રિન્સ તો હજી અસમંજસમાં છે કે આ બધું શું થઈ રહ્યું છે ? કૃતિ સમય કેમ માંગી રહી છે ? ચોક્કસ એના મગજમાં કોઈ વાત છે જે એ છુપાવી રહી છે તેથી જ આવું વર્તન કરી રહી છે, પણ એ મને કહેતી કેમ નથી? સમસ્યા શેની છે ? આજે અચાનક એણે પરી વિશે પણ મને પૂછ્યું, ક્યાંક એ છોકરી જ આ બધી જ વાત અને ઘટનાનું કારણ તો નથી ને ? ત્યાં જ સમીરભાઈ પ્રિન્સને બોલાવે છે, "પ્રિન્સ ચાલો જઈએ"

પ્રિન્સ અચાનક સ્વસ્થ થઈને,"હા પપ્પા."

પ્રિન્સ તેના મમ્મી પપ્પા સાથે ઘરની બહાર નીકળે છે અને ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી જાય છે.

(ગાડીમાં)

સમીરભાઈ: "પ્રિન્સ, બેટા તારી અને કૃતિની એવી શું વાત થઈ છે કે આટલું આગળ વધવા બાદ કૃતિએ વિચારવા, નિર્ણય લેવા માટે સમય માંગ્યો છે ?"

પ્રિન્સ : "પપ્પા એવી કોઈ વાત જ નથી થઈ. હું પણ એ જ વિચારી રહ્યો છું કે એવું શું થયું કે એણે આમ નિર્ણય લેવા, વિચારવા માટે સમય માંગ્યો છે."

પ્રિયાબેન: "તમે અગાસીમાં વાતચીત કરવા ગયા, ત્યારે એ સામાન્ય હતી કે કંઈ એવી વાતચીત ?

પ્રિન્સ : “ના મમ્મી, આમ તો સામાન્ય હતી અને કોઈ એવી વાતચીત નથી થઈ, પણ એની વર્તણુંક સામાન્ય કરતાં કંઇક અલગ લાગતી હતી. હું એને મારી રીતે કારણ પૂછી લઈશ."

સમીરભાઈ: "હા બેટા, પણ થોડું આરામથી. સંબંધોના આ તાંતણા બહુ નાજુક હોય છે."

પ્રિન્સ : "હા પપ્પા."

ત્યાં એ લોકો ઘરે પહોંચે છે અને પ્રિયા બહેનને ઘરે મૂકીને તેઓ બંને ઓફિસ જવા નીકળે છે.

【કૃતિના ઘરે】

કૃતિના મમ્મી પપ્પા પ્રિન્સને અને તેના પરિવારને વિદાય આપીને ઘરમાં પ્રવેશે છે ત્યાં કૃતિ બેઠક રૂમમાં બધું સરખું કરી રહી હતી.

રાહુલભાઈ :"કૃતિ, અહીં આવ બેટા, શિવાની તું પણ અહીં બેસ પછી બધું સરખું કરજે."

કૃતિ અને શિવાનીબહેન રાહુલભાઈ પાસે જઈને બેસે છે કૃતિનો ચહેરો ઉતરેલો છે. તે મુંજાયેલી અને ઉદાસ દેખાય છે.

રાહુલભાઈ : “કૃતિ કંઈ વાત છે બેટા ? તું પ્રિન્સને બહુ સારી રીતે ઓળખે છે,એનો સ્વભાવ પણ તને ગમ્યો છે, તો પછી આમ અચાનક નિર્ણય માટે સમયની માંગ? કંઈ ખાસ કારણ હશે એટલું તો હું તને ઓળખું છું, તેથી જ તે આવો નિર્ણય લીધો હશે. પણ બેટા તું અમને બંનેને તો જણાવી જ શકે નહીં ?

શિવાની બેન : "હા બેટા, એવું શું કારણ હતું કે તું અચાનક વિચાર માટે સમય માંગે છે? બોલ બેટા

કૃતિ : “મમ્મી પપ્પા મને માફ કરજો. તમને મારા લીધે આજે પ્રિન્સના મમ્મી પપ્પા સમક્ષ નીચે જોવાનું આવ્યું, પણ વાત જ કંઈક એવી હતી કે હું આમ અચાનક નિર્ણય લઈ શકું એમ ન હતું. પપ્પા હું તમને બધું જણાવીને તમારી તબિયતને પણ બગાડવા ઇચ્છતી ન હતી, પણ હવે મને એ હકીકત જણાવી દેવી જ યોગ્ય લાગે છે."

રાહુલભાઈ : "હા બેટા, બોલ. અને મારી તબિયતની ચિંતા ક્યાં કરવાની જરૂર છે ? જ્યાં સુધી મારી લાડકી દીકરી અને એની મમ્મી મારું ધ્યાન રાખે છે ત્યાં સુધી મને કંઈ જ નથી થવાનું, તો સંકોચ રાખ્યા વિના તું તારી વાત રજૂ કરી શકે છે.”

શિવાની બેન:"હા બેટા બોલ શું વાત છે ? ”

"પપ્પા મને પરીનો ફોન આવ્યો હતો રૂબરૂ મળવા માટે તમને યાદ છે?”

"હા બેટા."

“તમે ગાંધીનગર ગયા પછી હું એને મળવા ગઈ હતી. પરી સાથે થયેલી વાતચીત અક્ષરશ: તેના મમ્મી પપ્પા સમક્ષ રજૂ કરે છે. વાત કરતાં કરતાં એની આંખોમાં પાણી આવી ગયાં. રાહુલભાઈ તેની આંખોના આંસુ લૂછીને બોલ્યા, "બેટા આટલું બધું ? તું એકલી વિચારતી રહી ? મુંજાતી રહી ? અને અમને કહ્યું પણ નહીં ? ”

કૃતિ :"હું તમારી તબિયત માટે ચિંતિત હતી. મને એમ હતું, કે હું કોઈ ચોક્કસ પુરાવા એકઠા કરી લઉં અને એ વાત સાચી જ છે કે શું એ પણ જાણી લઉં પછી તમારી સમક્ષ બધું રજૂ કરું, પણ હું આવી ત્યાં તો તમે મને પ્રિન્સ અને તેના પરિવાર સાથે મળવા આજે જ ઘરે આવે છે એવી સરપ્રાઈઝ આપી. તેથી એને મળવાની ના પાડું તો તમારી વાતનું માન ન રહે અને પ્રિન્સના મમ્મી પપ્પાનું પણ અપમાન થયું લાગે. હવે શું કરવું એ મને સમજાઈ રહ્યું ન હતું, તેથી મેં એમને યોગ્ય રીતે જ મળી લેવાનું યોગ્ય સમજયું અને નિર્ણય લેવા વખતે સમય માંગવાનું નક્કી કર્યું, તેથી જ આ બધું .”

રાહુલભાઈ: "બેટા તારો નિર્ણય યોગ્ય જ છે. કોઈને ના પાડીને તેનું અપમાન કરવા કરતાં તારો આ નિર્ણય યોગ્ય કહેવાય. કદાચ સમીરભાઈ અને એમની પત્ની પણ આ વાતથી અજાણ હોય એવું પણ બને.”

કૃતિ :"હા પપ્પા, મને પણ એવું જ લાગ્યું કે એમને કદાચ જાણ ન હોય તો એ શા માટે અપમાનનો ભોગ બને ?

રાહુલભાઈ: "ઠીક છે. હવે આગળ શું વિચાર છે તારો ?”

હવે શું કરશે કૃતિ આગળ ? શું પ્રિન્સને આ વાતની જાણ થશે ? કે પ્રિન્સના પરિવારને આ વાત વિશે જાણ થશે ? શું કૃતિના પ્રિન્સ પ્રત્યેના વર્તનમાં બદલાવ આવશે ? આ બધુ જ જાણીએ આગળના ભાગમાં

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Fantasy