Aakruti Thakkar

Others

3  

Aakruti Thakkar

Others

કૃતિનો મનરવ - ૨૧

કૃતિનો મનરવ - ૨૧

2 mins
215


કૃતિ:“ બોલ, જવાબ જોઈએ મને..."

પ્રિન્સ :“ પરી... ? ઓહ... એ તો કંઈ ખાસ મિત્ર ન હતી મારી, તો મિત્રથી વધારેની તો વાત જ નથી આવતી."

 ઓહ.... તો એ તારી મિત્ર પણ નથી એમને ?..."

“ હા એ મારી માત્ર હાય હેલો ફ્રેન્ડ હતી કંઈ ખાસ નહીં... પણ હા, કદાચ તેને મારા પ્રત્યે આકર્ષણ હતું. તેણે એક બે વખત મને કહ્યું પણ હતું, પણ મને એના પ્રત્યે કોઈ લાગણી ન હોતા મેં ના પાડી હતી અને મેં ના પાડી એટલે ... " પ્રિન્સ બોલતા બોલતા અટક્યો.

“ એટલે શું પ્રિન્સ ? એટલે એણે....

પણ એક મિનિટ તું આ બધું અચાનક કેમ પૂછી રહી છે ? આ બધું તને કોણે કહ્યું ? અને તે કહ્યું કે પરી હવે જોબ માટે અહીં જ શિફ્ટ થઈ ગઈ છે તું એને ઓળખે છે ?"

 કૃતિ :“હા, એ મારી સ્કૂલ મેટ હતી. સ્કૂલમાં અમે એક જ ક્લાસમાં હતા."

 “ તો તું એને બરાબર ઓળખે છે ? એ છોકરી..."

ત્યાં જ વેઇટર ઓર્ડર લઈને આવી ગયો અને પ્રિન્સ અને કૃતિની થાળીમાં પીરસવા જતો હતો ત્યાં પ્રિન્સએ એને કહ્યું,“ અમે જાતે લઈ લેશું, થેન્ક્યુ." 

 “ ઓકે સર, ડુ યુ વોન્ટ એનીથીંગ એલ્સ સર ?"

 પ્રિન્સ :“નો થેંનક્સ."

“ઓકે સર"

ફરી પ્રિન્સએ કૃતિ તરફ જોયું અને પૂછ્યું,“ તું એ છોકરીને કેટલું ઓળખે છે ?" 

“ કેટલું ઓળખું છું એટલે ? સ્કૂલમાં અમે સાથે હતા."

 “ ઓકે, મતલબ એ તારી મિત્ર હતી એમ ને ? 

 “ ના, મિત્ર હોય કે ન હોય પણ છોકરીની લાગણીની મજાક ?..."

“ એટલે તું શાની વાત કરી રહી છે ?"

“ હું પરીની જ વાત કરું છું."

 “ હું સમજ્યો નહીં. લાગણીની મજાક અને પરીની વાત ? શું છે આ બધું કૃતિ ?"

 બસ, બહુ અજાણ બનવાનો પ્રયત્ન ન કરીશ. હું જાણું છું તારા અને પરીના સંબંધો વિશે, બધું જ જાણું છું."

 “ પ્રિન્સ મારા અને પરીના સંબંધો ? કેવા સંબંધો ? એવું કંઈ હતું જ નહીં કે છે પણ નહીં તો તો શું જાણે છે ?"

 “ આટલું જલ્દી ભૂલી ગયો એ સંબંધને કે પછી મારી પાસે અજાણ બને છે ?" 

“ કૃતિ તારી સમજવામાં કોઈ ભૂલ થઈ લાગે છે."

 “ બસ, હવે અજાણ ના બનીશ.પરીએ મને બધું જ કહી દીધું છે."

“ પરંતુ શું કહ્યું છે એણે તને ?"


Rate this content
Log in