STORYMIRROR

Ishita Raithatha

Tragedy Crime

4.8  

Ishita Raithatha

Tragedy Crime

કૃશ્ર

કૃશ્ર

9 mins
963


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાન કાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક વાર્તા છે. આજના કળિયુગમાં એક માનવી પોતાના સ્વાર્થ માટે બીજા માનવીનો જીવ લેતા પણ અચકાતો નથી. આ દુનિયા પોતાના સ્વાર્થી જ ભરેલી છે. છતાં પણ આજના યુગમાં ઘણા લોકો એવા પણ છે કે જે બીજાનો પણ વિચાર કરે છે. અહીં આપણે આજે આવી જ કંઈક વાત કરવાના છીએ.

 

તારીખ: ૦૫/૦૮/૨૦૧૯ની સવાર.

ન્હોયુ લાઈફ સ્પિટલમાં બીટ્ટુ, મોન્ટુને બીમાર માણસોની ઓળખાણ કરાવતો હતો.

બીટ્ટુ:  મોન્ટુ, હવે તને બધા બીમાર વ્યક્તિના નામ યાદ રહી ગયા ને ?

મોન્ટુ: હા રહી ગયા પણ હજુ આ સામે બેઠી છોકરી કોણ છે ?

બીટ્ટુ: અરે રે! હા, એના વિશે તો તને જાણ કરતાં જ ભૂલી ગયો. એ છે શિવાની નથવાણી, આ છેલ્લા છ મહિનાથી અહીંજ છે.

મોન્ટુ: દેખાય તો તે સારા ઘરની, તો એને શું થયું છે ?

બીટ્ટુ: હા આ બહુ મોટા ઘરની છે. અને પિક્ચરની હિરોઇન  પણ છે.

મોન્ટુ: તો શું પિક્ચર ફ્લોપ  ગયું કે પછી બીજું કંઈ લોચો છે ?

બીટ્ટુ: ના રે ના, જો હું તને આખી વાત કરું, ધ્યાન થી સાંભળજો. આ વાત આજ થી બે વર્ષ પહેલા ની છે.

 તારીખ: ૦૭/૦૭/૨૦૧૭ની રાત હતી, ખૂબ જ વરસાદ ચાલુ હતો. શિવાની, ગોંડલ - રાજકોટ વચ્ચેના હાઇવે પર કાર ચલાવતી હતી. ખુબજ વરસાદને કારણે તેને ચોખું નોતું દેખાતું. તેજ રોડ પર મહેશભાઈની પણ દુકાન હતી, જે શિવાનીને ના દેખાણી, અને તેને પોતાની કાર દુકાન સાથે ભટકાડી દીધી. તેને જોયું તો મહેશભાઈને ખૂબ લગિયું હતું, પણ તે મદદ માટે ઊભી ના રહી. અને મહેશભાઈનું મૃત્યુ થઈ ગયું.

થોડે આગળ જતાં શિવાની ને થયું કે ત્યાં સી.સી.ટી.વી. કેમેરા પણ હતા, માટે પોલીસ હમણાં આવી જશે. તેને સામેથી એક કારને આવતા જોઈ, જે કાર પોતાની કાર જેવીજ હતી. તરત તેને એક વિચાર આવિયો, તેને કારને રોકી, તે કાર મોહન ચલાવતો હતો. મોહન ને થયું કે આટલા વરસાદ માં એ છોકરીને મદદ કરવી જોઈએ.

તે બહાર આવિયો અને જોયું તો આ તો હિરોઈન હતી. મોહન જોઈને હરખાઈ ગયો. શિવાની એ આ વાતનો ફાયદો લીધો, તેને કહયુ કે મારી કાર બગડી ગઈ છે, તમે હેલ્પ કરશો ? મોહન એ તરત કારનું બોનેટ ખોલ્યું, ને ચેક કરતો હતો, ત્યાં શિવાની એ શરબત આપ્યું, કે આ પિલો તમને એનર્જી રેસે, મોહન તો અને જોઈને ઘેલો હતો, શું છે એ જોયા વિનાજ પિ ગયો. તે દારૂ હતું, મોહનને તરત નશો ચડી ગયો, શિવાની એ તરત પોતાની કાર અને મોહનની કારની દિશા ફેરવી નાખી. અને દારૂનીબોટેલ પણ મોહન ની કારમાં મૂકી દીધી.જેથી પોલીસને વિશ્વાસ આવી જાય.

તરત પોલીસ આવી, કે મ્ કે સી.સી.ટી.વી.માં અક્સિડન્ટ જોઈને ખબર પડી હોવાથી તે કારની શોધમાં આવી હતી. શિવાની અને મોહનની કાર જોઈને પોલીસ ત્યાં ઊભી. શિવાની એ પોલીસ કઈ પૂછે તે પેલાજ પોતાની વાત ચાલુ કરી દીધી, કે આ ભાઈ એ મારી કાર સાથે અક્સિડન્ટ કર્યું. અને મે ઊભો રાખ્યો અને પૂછયું તો તે દારૂના નશા હતો અને બોલતો હતો કે આ બીજુ છે.

પોલીસ એ કીધું કે હા, મેડમ થોડે દૂર એક અકસ્માત થયો છે, અમે અને જ ગોતતા હતા. ત્યાં તો ન્યૂઝવાળા પણ પહોચી ગયા, અને શિવાનીનો વાંક હોવા છતાં તે બચી ગઈ અને મોહન બિચારો તેના પપ્પાને તેડવા જતો હતો અને પકડાઈ ગયો, તેને તો એ પણ ખબર નોતી કે તેના પપ્પા તો હવે આ દુનિયા માં રહયા પણ નથી.

મોહનનો નશો ઉતરિયો ત્યારે તેને ખબર પડી કે તે તો જેલમાં છે. તેને પોલીસને પુછયું, તો આખી વાતની ખબર પડી. ત્યારે મોહને આખી સાચી વાત પોલીસને કરી, પણ શિવની એ પોતાના પાવરનો ઉપયગ કરીને પોતાના બદલે મોહનને ફસાવી દીધો હતો. મોહનને આજીવન કેદની સજા થઈ. આ વાત અને પોતાના પિતાના મૃત્યુની વાત મોહનથી સહન ના થઇ અને તે પાગલ થઈ ગયો.

મોન્ટુ: બિચારો મોહન. પછી ?

બીટ્ટુ: આ વાતને પંદર દિવસ થઈ ગયા હતા. શિવાની ખુલે આમ ફરતી હતી. અને મોહન સજા ભોગવતો હતો. પછી શિવાનીની મુલાકાત કૃણાલ સાથે થઈ. કૃણાલ એક પિકચર બનાવતો હતો, જેમાં શિવાનીને હિરોઈન બનાવવા માગતો હતો. શિવાની કૃણાલને જિયારે મળી, ત્યારથીજ એના પ્રેમમાં પડી ગઈ. પિકચરની સ્ટોરી સારીનો હોવા છતાં તેને હા પડી દીધી. શ્રીય એ શિવાનીને ના પણ પાડી, કે આ સ્ટોરી તમારા લાયક નથી. તો શિવાની તેના પર ગુસ્સે થઈ ગઈ. કે તું હજી પાંચ દિવસથી મારી સાથે છો,તને શું ખબર પડે.

કૃણાલ આ બધી વાત સાંભળતો હતો. તેને શ્રીયા સાથે મિત્રતા કરવાનું વિચાર્યું, જેથી કરીને ભવિષ્ય માં શ્રિયાને લીધે તેને કંઈ નુકશાનના ભોગવવું પડે. ધિમે ધીમે દિવસો વીતવા લાગ્યા, કૃણાલ અને શ્રિયા સારા મિત્ર બની ગયા હતા. શિવાનીને આ વાત નોતી ગમતી. એક દિવસ કૃણાલ જયારે શિવાનીના ઘરે ગયો તો જોયું કે કોઈ ઘરે નથી, તો તરત તેને તેના ઘરમાં તપાસ કરવાનું વિચાર્યું.

શિવાનીના રૂમમાં ગયો તો ત્યાં તેને આવાજ આવિયો, તેને થૈયુ કે ઘરે કોઈ નથી તો અહી કે એમ આવાજ આવયો ? ત્યાં તો તેની સાથે કોઈ જોરદારનું ભટકાનું, અને બને જણ પડી ગયા, જોયું તો એ તો શ્રિયા હતી. બનેને બીક લાગી કે આ બધું શિવાની ને કઈ દેશે તો ? માટે બને જલ્દીથી ત્યાંથી ભાગવા ગયા, તો શ્રિયાના હાથમાંથી થોડા પેપર પડી ગયા, કૃણાલે તે જોયું, અને શ્રિયા ડરી ગઇ કે આ કઈ દેશે તો ?

પણ ના આ તો ઊંધું થૈયુ, કૃણાલે તો શું તકલીફ છે તે પૂછયુ. શ્રિયાને થયું કે કૃણાલ સાચે મદદ કરશે, માટે શ્રિયા એ પોતાની પેલા ઓળખાણ સાચી આપી, શ્રિયા હેદરાબદના એક નાના ગામના સરપંચના દીકરા ની દીકરી હતી. તે કરાટે માસ્ટર પણ હતી. કૃણાલ એ પણ પોતાની ઓળખાણ આપી કે હું

ડૉક્ટર છું. કાશ્મિરમાં આર્મીના કેમ્પમાં હું ડૉક્ટર છું.

કૃ

ણાલ એ પોતાનું ત્યાં આવનું કારણ કીધું, કે હું મારા ભાઈને નિર્દોષ સાબિત કરવા અહી આવ્યો છું. શિવાની એ મારાભાઈને પોતાના ગુનાને બદલે ફસાવી દીધો છે. કૃણાલ એ બધી વાત કરી ત્યાં તો શ્રિયાને ફોન આવ્યો અને કંઈ કીધા વગર જલ્દી ભાગી ગઈ. કૃણાલ એ પુછયુ પણ ખરી, પણ કઈ પણ જવાબ દીધા વગર જતી રહી. શ્રિયા તેના ઘરે જાવા ટ્રેનમાં નીકળી ગઈ. રાતનો સમય હતો, ટ્રેનમાં બહુ ઓછા લોકો હતા, થોડી વારમાં એ થોડા લોકો પણ ઉતારી ગયા. અચાનક ટ્રેનમાં બહુ ભયાનક લોકો ચડયા, શ્રિયા બોવ ડરી ગઈ, ટ્રેન ચાલુ હોવાથી ઉતરી પણ ના શકી. એ લોકો પાસે ગન પણ હતી.

એલોકો શ્રિયા ને મારવા ગયા કે ત્યાં કૃણાલ આવી ગયો અને બચાવી લીધી. કૃણાલ અને શ્રિયા બનેએ ભેગા મળીને એ ગુંડાને મારીને ટ્રેનમાંથી બાર નાખી દીધા. પછી કૃણાલે કીધું કે, આ લોકોને શિવાની એ જ તને મારવા મોકલ્યા હતા, મે શિવાનીને ફૉનમાં વાત કરતા સાંભળી હતી, આપણે બને ફ્રેન્ડ છે, એ વાત તેને નથી ગમતી માટે તને મારવા આ લોકો ને મોકલ્યા હતા.

કૃણાલ એ શ્રિયાને તેનું શિવાની સાથે કામ કરવાનું કારણ પૂછ્યું, પછી શ્રિયા એ કીધું કે, હું શિવાનીને સજા દેવડવા આવી હતી, અને કોમલ ને ગોતવા આવી હતી. તે રાતે ખાલી તમારા પપ્પાનું જ નહીં પરંતુ બીજા ત્રણ જણાનું મૃત્યુ થયું હતું. મારા પપ્પાના ફ્રેન્ડ હતા હર્ષ કામદાર, તેની પત્ની, અને તેની બહેન નિરાલી, આ લોકો પણ ત્યારે તારા પપ્પાના ઢાબા પાસેજ બેઠા હતા, અને તેની નાનકડી દીકરી હતી કોમલ તેને શિવાનીને જોઈ હતી, ત્યારથી કોમલ ગાયબ થઈ ગઈ છે. મને નિરાલીનો વિડિયો કોલ હતો, તેના છેલા શ્વાસ હતા ત્યારે તેને મને આ બધી વાત કરી. અને હું તરત કોમલને ગોતવા નીકળી ગઈ.

મારા દાદાનો ફોન આવ્યો હતો, કે મારા સાસરાવાળા લોકો આવયા છે, અને મારો મંગેતર મારી સાથે મેરેજ કરવાની ના પાડે છે, આ વાતથી મારા દાદા હેરાન છે. માટે હું મારા ઘરે જાઉ છું. કૃણાલએ કીધું કે તું ચિંતા ના કાર આપણે બને મળીને શિવાની ને સજા આપવીને જ રહીશું.

ઘરેપહોચીને જોવે છે તો દાદાની તબિયત બહુ ખરાબ હોય છે, અને વિર અને તેના ઘરના લોકો પણ સગાઈ તોડીને જતા રહયાં હોય છે. દાદા શ્રિયાને કહે છે કે 'મારી છેલી ઈચ્છા તારા લગ્ન જોવાની છે. ડોક્ટર સાથે કૃણાલ વાત કરતો હતો તો ખબર પડી કે દાદાના છેલા શ્વાસ છે. શ્રિયા દાદા પાસેજ બેઠી હતી, બધા વાતો કરતા હતા કે દાદાની છેલી ઈચ્છા કે એમ પૂરી કરવી ?'

એટલામાં કૃણાલની નજર દીવાલ પરના હાર ચડાવેલ ફોટો પર પડી, તેને તરત પૂછયુ કે 'આ કોણ છે ? 'શ્રિયા એ કીધું કે 'આ મારા મમ્મી પપ્પા છે. આ લોકોનું ગયા વર્ષે કાશ્મિરમાં ફરવા ગયા હતા ત્યારે મૃત્યુ થયું હતું. કૃણાલ ને તરત યાદ આવે છે, કે આજ ભાઈ હતા કે જેના લીધે હું બચ્યો હતો, જયારે આતંકી હુમલો થયો હતો ત્યારે મને બચવા જતા આ ભાઈને ગોળી લાગી હતી, અને તે જોઈને તેની પત્નીને આઘાત લાગીયો હતો. અને બને મૃત્યુ પામ્યા હતા, હું ડૉક્ટર છું, બચાવાની ઘણી ટ્રાય કરી પણ હું સફળ ના થયો.

પણ હા  શ્રિયા આજે તારા દાદાને કદાચ હું બચાવી લઈશ, શ્રિયા એ પૂછ્યું એટલે ? હા હું તારા દાદાની છેલી ઈચ્છા પૂરી કરવામાં તારી મદદ કરીશ, હું તારી સાથે લગ્ન કરીશ. શ્રિયાને કઈ સમજાય એ પહેલાજ કૃણાલ તેને હાથ પકડીને દાદા પાસે લઈ જઈ છે અને બધાને વાત કરે છે કે 'જો તમારા બધાની ઈચ્છા હોય તો હું શ્રિયા સાથે લગ્ન કરવા માગું છું, આ મારી કોઈ દયા નથી, પણ હું સાચે  શ્રિયાને પ્રેમ કરવા લાગ્યો છું, આટલા ટાઈમથી એ મારી સારી ફ્રેન્ડ હતી, હવે હું અને મારી જીવનસાથી બનવા માગું છું. દાદાજી હું તમને વચન આપું છું, કે હું શ્રિયાને ખૂબ ખુશ રાખીશ.'

આમ ૨૦/૦૧/૨૦૧૮ના એના લગ્ન થઈ જાય છે. દાદાજીનું પણ અવસાન થાય છે. એની બધી વિધિ પૂરી કરીને કૃણાલ અને શ્રિયા પાછા આવે છે, શિવાનીને સજા દેવા. ત્યારે ત્યાં તે લોકોને ઈશાની મળે છે. ઈશાની કૃણાલથી ખૂબ જ નારાજ હોય છે, પણ બધી વાત સાંભળીને એ પણ એ લોકોનો સાથ આપવા તૈયાર થઈ જાય છે.

પછી એ લોકો શિવાનીના મમ્મી મોહિનીબેન પાસે જાય છે. કે તે જો કઈ મદદ કરે, કે એમ કે તે બોવ સારા માણસ છે. તેને શિવાની કે તેના પપ્પાનો સાથ આપવો નોતો ગમતો માટે તે એ લોકોથી અલગ રહે છે. એ લોકો મોહિનીબેનને બધી વાત કરે છે, માનવે છે કે તે કંઇક મદદ કરે, એટલામાં અંદરથી કોમલ બહારરે આવે છે. અને જોઈને બધા ચકીત થઈ જાય છે કે આ અહી કેવી રીતે ? પછી મોહિનીબેન વાત કરે છે કે શિવાનીને ખબર નોતી કે આ જીવતી રહી ગઈ હતી. હું ત્યારે શિવાનીથી બહુ નારાજ હતી માટે તેની પાછળ તેને સમજાવા ગઈ હતી. ત્યારે મે જોયું કે શિવાની આ લોકોને મારીને ભાગી ગઈ, પણ ત્યાં મને કોઈનો રોવાનો આવાજ આવ્યો, અને જોયું તો નાનકડી દીકરી હતી. શિવાનીને જો ખબર પડત તો તે આને પણ મારી નાખત માટે હું અને અહી લાવી.

પછી બધા એ સાથે મળીને પોલીસ ને વાત કરી, કોમલ અને મોહિનીબેન એ બધું સાચું કીધું અને શિવાની ને આજીવન જેલની સજા થઈ. અને આ વાત તેનાથી સહન ના થઈ માટે તે ગાંડી થઈ ગઈ અને ત્યારથી અહીં જ છે. મોહન પણ છૂટી ગયો, અને શિવાનીના બદલે ચૂંટણીમાં મોહિનીબેન એ શ્રિયાને ઉભી રાખી અને જીતાડી દીધી.

મોન્ટુ અને બીટ્ટુની વાત પૂરી થઈ ત્યાં તો સાંજ પાડી ગઈ હતી, અને જોયું તો શિવાની ત્યાં નોતી, બધે ગોતી પણ ના મળી. મોન્ટુએ ત્યાંના ડૉક્ટરને કીધું તો તરત તે લોકો એ પોલીસ અને કૃણાલને કીધું, જેવો તેનો ફોન પૂરો થયો કે તરત શિવાનીજ છે. કૃણાલ એ શ્રિયાને જે ઘડિયાળ આપી હતી તેવી જ કૃણાલ પાસે પણ હતી અને તેમાં અને સોફ્ટવેર પણ રાખ્યો હતો કે જેથી બને ક્યાં છે તેની એકબીજાને ખબર હોય, તેના વડે તે એ લોકોની પાછળ ગયો અને શિવાની  શ્રિયાને મારે તે પેલા કૃણાલેજ ગોળી મારીને શિવાની ને મારી નાખી.

અને ત્યારથી શ્રિયા અને કૃણાલ સાચે એક થઈ ગયા. આમ શ્રિયા અને કૃણાલમાંથી કૃશ્ર થયું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy