ક્રિષ્નાનું લગ્ન
ક્રિષ્નાનું લગ્ન
તૈયારી તો થઈ ગઈ હતી. આખા ઘરમાં રંગ લાગી ગયો હતો. ખર્ચો તો ખરેખર ઘણો થઈ ગયો હતો. ઘરે ઘણી પરિસ્થિતિ પણ ખરાબ હતી. એટલે કે ગરીબીમાં જીવી રહેલા મહેશભાઈ, જેમણે ઘરે દીકરીનું લગ્ન હતું. દીકરીની ઉંમર લગભગ 25 કે 26 વર્ષની હતી. ઘણી પહેલા વાત આવી ગયેલી સગાઈની પણ મેળ ન હતો પડતો. એટલે આ વાતે મહેશભાઈને બહુ દુખી કરી દીધા હતા.
અંતે તે દિવસ પણ આવી ગયો કે તેમની દીકરી ક્રિષ્નાનો સંબંધ થઇ ગયો. કહેવાય તો નહીં પણ તે ઘરમાં મહેશભાઈની પત્ની એટલે કે ક્રિષ્નાની મમ્મી બવ જ લડાઈ કરે ને વાત વાતમાં ગાર કાઢે. મહેશભાઈની એક વાત તો ભૂલી જ ગયો. તેમના બે દિકરા હતા અને મહેશભાઈને લખવો થઈ ગયો હતો . ચાલી પણ ન શકતા, બસ ખુરશી પર બેસીને જ કામ કરવાનું .
એટલે ઘણું દુખ ભરેલ જિંદગીમાં જીવન ગુજારતા હતા. પ્રશ્ન થતો હશે તમને કે તે ખરેખર શું કરતાં હતાં ? તો તેમને મંડપનો ધંધો હતો. પણ, જે ખરેખર લગ્નની ઋતુમાં જ ચાલતો. એટલે તે મહેશભાઈ વધારે પડતાં જ દુખી રહેતા. દીકરીનું લગ્ન કઈ રીતે થશે ? સંબંધ તો થઈ ગયો હતો. પણ તેનો જેનાં સાથે સંબંધ કરવામાં આવેલ હતો તેણે પણ બીજી છોકરી પસંદ હતી.
એટલે તે ક્રિષ્નાનું બીજા દિવસે લગ્ન હતું. પણ તેના જીવનની ખરાબી તો જોવો તેને આ વાતની તેના લગ્નના દિવસે ખબર પડી અને પછી પેલો છોકરો જે ક્રિષ્ના સાથે પરણી જવાનો હતો તે એક છોકરી લઈને નાસી ગયો. દુખ ઘણું થયું ક્રિષ્નાને કે મારા સાથે આવું કેમ થયું ? ઘરે અશાંતિ ફેલાઈ ગઈ, જે ખુશીનો માહોલ હતો તે દુખમાં બદલાઈ ગયો.
ધીમે ધીમે દિવસો નીકળવા લાગ્યા. એમ કરી એક વર્ષ વીત્યું. પછી તો પાછી ક્રિષ્નાની સગાઈની વાત આવી. અને પછી તો
ઘણી માહિતી લઈને સામેવાળા છોકરાની પછી જ લગ્ન થઈ શક્યું.
ને અત્યારે તેઓ બંને ખુશ છે ને મહેશભાઈ પણ !
