STORYMIRROR

Rajdip dineshbhai

Children Stories Children

3  

Rajdip dineshbhai

Children Stories Children

મનની બેટિંગ ને મારી ફિલ્ડીંગ

મનની બેટિંગ ને મારી ફિલ્ડીંગ

3 mins
10

દાદાનું અવસાન બાદ જાણે તો મારામાંથી તો જે સંસ્કાર હતા તે બદલાઈ ગયાં, મારી બધી જ ટેવો છુપાઈ ગઈ . જે હતો તે હું ન હતો રહ્યો કેમ ? પોતાને પ્રશ્ન હાલ પણ પૂછું છું. 

એક તો વાત હતી. દાદા જેઓ પ્રેમનો દરિયો હતો. દાદી તો મેં જોયેલા પણ નહીં. કે તેઓ કેવા હતા ! પપ્પા કહેતા : "તારા દાદી બવ સારા હતા. જેઓ સત્ય સાથે ટકી રહેતા અને જેઓને મહેનત આગળ કોઈ ન આવી શકે ! " હું પણ મનમાં કહેતો કે તેઓ ખરેખર રાણી લક્ષ્મીબાઇ જેવા હશે.  હું શું વાત કરતો હતો ને ક્યાં આવી ગયો ! 

મારું મગજ પર કંઈ ઝાટકો ન લાગ્યો હોય ! તેવું લાગેલું. 'હું જે કરું તે ખબર જ ન પડે ' એક વાત તો ભૂલી ગયો કે મારી તે વખતે ઉંમર 7 કે 8 વર્ષ હશે.  મનમાં જાણે ખોટો સિક્કો ઉછળેલો. જેમાં મારે જાણે ફિલ્ડીંગ ભરવાની આવી હતી."મારું મન બેટિંગ કરતું ને હું ફિલ્ડીંગ ભરતો હતો" જે ખરેખર અત્યારે પણ છે. 

એક દિવસ મેં એક ખાનામાં પડેલા છૂટા પૈસા જેને ચિલ્લર કહીએ તે 2 રૂપિયા પડેલા હતા. મેં ઉઠાવી લીધા કોઈ ન જોવે તેમ તે રીતે !  તે 2 રૂપિયાની મે ચોકલેટ ખાધી શાળામાં જઈને. મને તો મજા આવી.  એટલે મન મારું જેને પહેલા નથી આવડતું બેટીંગ કરતા જે હવે ચોક્કો મારવા માંડ્યું.  હું પકડવામાં કાચો હતો. દરેક વખતે ચૂકી જતો હું. 

બીજા દિવસે પેલા ચોક્કા ની અસર થઈ એટલે કે 2 ના 10 થઇ ગયા. વધતું ગયું મારું તો , ઘરે જ ચોરી કરવાની ! રોજે રોજનું એક દુકાને જવાનું ને રોજ રૂપિયા વાપરવાના. તે દુકાન વાળાને પણ લાગતું કે આ છોકરો ક્યારેય આટલા વધારે પૈસા નહોતો વાપરતો ને આ કેટલાક દિવસોથી કેમ વાપરવા લાગ્યો છે ?

તમને લાગશે કે આ મને કઇ રીતે ખબર ? કેમકે તેમને મારી બહેનને એક દિવસ વાત કરેલી કે તારો ભાઈ કેમ આટલા પૈસા વાપરે છે ?

મને પૂછ્યું : મારી બહેને કે આ સાચું છે ?

મને તો મને ફિલ્ડીંગ માં ઉકસાવી રાખ્યો હતો. તેથી મેં કહ્યું કે મારા મિત્રએ મને મને કહ્યું હતું કે આ લઇ આવજે એટલે ! પણ રોજ તને કહે છે? મારી બહેને પ્રશ્ન પૂછ્યો. હું બોલ્યો કે તેમને ભૂલ થઈ હશે હું ક્યાં રોજ આવું છું ? મારી બહેન કહે કે તે પણ છે. એક તો જોયું કે મન જો બેટિંગ કરતું હોય તો તમને જુઠ્ઠું બોલવા પર મજબૂર કરી દે; કેમકે તેણે તો મજા આવે છે બેટિંગ કરવાની ! હું ત્યારે તો બચ્યો. 

હવે તો મનનો ચોક્કો હવે છક્કો બન્યો હતો. વધતું ગયું મારે પણ ચોરી કરવાની ટેવ. દુકાન એક હોવાથી હું દુકાન પણ બદલી શકું તેમ ન હતું. તેથી તે જ દુકાને જ જવું પડતું. મારે માથે ટોપી રહેતી જ્યારે પણ જતો શાળાએ ત્યારે. એટલે તે દુકાન વાળાએ મારા બહેનને બીજી વખત કહ્યું, આ તારા ભાઈનું વધતું જ જાય છે

મારી બહેને કહ્યું : તે ટોપી કયા રંગની પહેરે છે? ને તેને વાળ છે કે નહીં માથે ? તો તેમને કહ્યું કે સફેદ રંગની ટોપી પહેરે છે ને વાળ નથી. મારી બહેનને હવે ચોક્કસ ખબર પડી ગઈ. કે મારો ભાઈ જ હશે. ઘરે તો આ ચર્ચાનો વિષય બન્યો. મને વારંવાર પૂછવામાં આવ્યું કે તે ચોરી કરી છે ? 

મેં કીધું કે નહીં. મમ્મીએ મારું બેગ ચેક કર્યું તો તેમાંથી પૈસા નીકળ્યા. ત્યાં ને ત્યાં મમ્મી મને માર બહું માર્યો. તે માર હજુ પણ યાદ આવે છે ખરેખર ! હજુ પણ મમ્મીએ વિશ્વાસ નહોતો કર્યો. તો તેમને મને મારા ભાઈને કહ્યું કે તું આને લઈ જા પેલા દુકાન વાળા આગળ ને પૂછી જો કે આ જ

હતો ? હું તો ત્યારે ગભરાઈ ગયો. મારું મન ત્યારે જાણે બેટિંગ છોડીને ક્યાંક ભાગી ગયું ! 

મેં તો ટોપી જ કાઢી નાખી કે તે ઓળખે નહીં એટલે; ત્યાં ગયો ને મારા ભાઈએ પૂછ્યું કે આ જ ભાઈ હતો ? તે દુકાનવાળા ભાઈએ કહ્યું : હા 

મારે તો આઈ બની કે હું તો ફસાયો. ભાઈએ કહ્યું તું ચાલ ઘરે, તને આપું દાળ ; ઘરે તો જઈને ભાઈએ પણ માર્યો ને મમ્મીએ પણ. ત્યારથી હવે કંઈ પણ લઉં ઘરેથી તો પણ પૂછીને લઉં છું. 

ને બીજી વાત કે માર તો શરીરે ખાધી મન તો જાણે મજા લેતું હ તું ! ત્યારથી થોડો ઘણો પહેલા જેવો થયો . એટલે કે દિવસ બદલાયો. ત્યારથી તે દુકાન વાળા પાસે જતા શરમ અનુભવ કરું છું.


Rate this content
Log in