STORYMIRROR

Rajdip dineshbhai

Children Stories Others Children

3  

Rajdip dineshbhai

Children Stories Others Children

હાસ્ય-2

હાસ્ય-2

2 mins
10

"મમ્મી તમે ક્યાં જાવ છો ?"

હું ખુરશી પરથી બેઠા થઈને બોલી ઊઠ્યો

મમ્મીએ કહ્યું : તારા મામાના ઘરે ને મારા ભાઈના.

( મમ્મીએ થોડું હાસ્ય થી મને જવાબ આપ્યો)

મેં કહ્યું તમે કોણ કોણ જાવ છો ?

મમ્મીએ કહ્યું: તારા પપ્પા અને હું !

હમ્મ બરાબર છે.

મમ્મીએ કહ્યું ઘરે લડાઈ ના કરતાં તમે ત્રણેય, 

(મમ્મીએ અમારી સંભાળ રાખવાં કહ્યું )

પછી તો, મમ્મી અને પપ્પા બંને ગયા;

હું અને મારી બે બહેન ત્રણેય ઘરે હતા. 

એક વાત તો ભૂલી જ ગયો મમ્મી બહાર ક્યાંય જાય ત્યારે હું એક કે બે રૂપિયા માંગી લેતો, ને તે સમયમાં એક રૂપિયો એટલે કે જાણે સો રૂપિયા બરાબર. 

ઘરે અમે ત્રણેય હતા.

 મારી બેને કહ્યું ચાલો કંઈક રમીએ આપણે. 

મેં અને મારી બીજી મોટી બહેન બંનેએ હા ભરી.

બહેન સાથે રમવાનું હતું એટલે તેમની રમતો પણ અલગ હતી. 

પહેલી રમત દોરડા કૂદ ચાલુ કરી. 

જેમાં મારી મોટી બહેને પોતાનો દાવ લીધો. જેમાં હું અને બીજા નંબરની મોટી બહેને દોરડું પકડયું હતું. 

તેમણે તો ફાવતું હતું એટલે તેઓને મજા પણ આવતી. 

મારો દાવ આવ્યો. 

દોરડા ને ફેરવવું એટલે તેમાં મન એકત્રીત હોવું જોઈએ. 

પણ મારે તો હતું જ નહીં. 

એટલે મારે તો પગ ભરાઈ ગયો દોરડા સાથે ને તરત હું પડી ગયો. 

દાંત એમાં એક પડી ગયો અને મોંમાં લોહી ભરાઈ ગયેલું. 

તરત મારી બંને બહેન મને દવાખાને લઈ ગઈ. 

ને ત્યાં જઈને મારી બહેને ડૉક્ટર સરને કહ્યું: 

મારો ભાઈ દાંત ગળી ગયો લાગે છે અને મોંમાં લોહી ભરાઈ ગયું છે. 

ડૉક્ટર કહે પહેલા આનું મોં સાફ કરો લોહી ને પાણીથી કોગળા કરાવી નાખો. એટલે ખબર પડે. 

ડૉક્ટર સાહેબ તો ખરા હતા તેમણે તેમના ઘરમાંથી પાણી પણ ન આપ્યું. 

અને કહે ત્યાં દૂર ટાંકી છે તેમાંથી કોગળા કરી નાખ. 

મેં તો કોગળા કર્યા. પણ મારો દાંત તો પડી ગયેલો અને હું બોખો બની ગયેલો. 

મને મારી મમ્મી આવતા જોવા મળ્યા દોડતા દોડતા.

મને લાગ્યું તેમણે કોઈએ કહ્યું હશે !

મારા મમ્મી બહું જ ચિંતામાં હતા. પણ મારા હાલચાલ જોઈને થોડી તેમણે રાહત મળી. 

મેં કહ્યું કે ખાલી એક દાંત જ પડ્યો હતો. અને થોડુ મોંમાં લોહી ભરાઈ ગયું હતું. 

પછી તો, મારી મમ્મીએ મને હાથ પકડીને ઘરે લઈ ગયા.


Rate this content
Log in