STORYMIRROR

Rajdip dineshbhai

Children Stories Inspirational Children

3  

Rajdip dineshbhai

Children Stories Inspirational Children

કોરોનાનો દિવસ

કોરોનાનો દિવસ

2 mins
7

કોરોનાના દિવસોમાં મારી તબિયત થોડી બગડી ગઈ હતી. ત્યારે મેં એવું વિચાર્યું કે દવાખાને જઈ આવું. 

ઘરે પણ બધાએ ચેક કરાવ્યું હતું દવાખાને પણ બધાને નેગેટિવ હતું. 

ખાલી મારું જ બાકી હતું. 

હું તો ચાલ્યો માસ્ક પહેરીને દવાખાને. ત્યાં જઈને દવાઓ આપતા ભાઈ સાથે થોડી લડાઈ થઈ ગઈ. 

એટલે એમાં થયું એવું કે, હું મારું ચેકિંગ કરાવવા ગયો. 

એક મૅડમે મારું ચેકિંગ કર્યું ને મારો પૉસીટીવ કેસ આવ્યો.

હું થોડો ગભરાઈ ગયો હતો. કેમકે મારે હવે 15 દિવસ જેટલું કવોરેન્ટાઈન થવું પડશે. 

મને મૅડમે કહ્યું ડરવાની જરૂર નથી. 10 દિવસમાં જ સાજા થઈ જવાશે. અને થોડી દવા લખી આપું છું તેને લઈ લેજો સમય પર.

તે દવા હું લેવા ગયો પેલાં દવા આપતા સર જોડે. તો તેમને મને એવું કે આ ગામ જ એવું છે કોઇ માસ્ક જ નથી પહેરતા. 

મેં પણ હસતાં હસતાં જવાબ આપ્યો : અહીં કાલે પેલાં ડૉક્ટર સર પણ માસ્ક વગર ફરતા હતા. 

તેમણે ગુસ્સો આવ્યો કે તું આવું કેમ બોલી શકે? તે ભલે ન પહેરતા તારે શું ?

મેં કીધું આવ્યો ને તમને ગુસ્સો. મેં તો આ એક ડૉક્ટરની વાત કરી ને તમે તો આખા ગામની, જેમાં મારું કુટુંબ પણ આવી જાય. 

તો, મને કેટલો ગુસ્સો આવ્યો હશે ? 

હું પેલાં મોટા ડૉક્ટર પાસે ગયો પૂછવા; અમુક બાકી દવાનું પૂછવા જે અહીં ન હતી તે.

ત્યાં તરત પેલાં દવા આપવાવાળા સર આવ્યા. ત્યાં તેમણે પાછી તે વાત શરૂ કરી કે તમને આ છોકરો એમ કહેતો હતો કે તમે કાલે માસ્ક ન હતું પહેર્યું !

હું પણ બોલ્યો, પહેલાં તમે શરૂ કર્યું છે કે આખું ગામ માસ્ક નથી પહેરતુ એમ કરીને.

પેલાં મોટા ડૉક્ટર સર બોલ્યા અરે ચાલશે પણ જે ના પહેરતુ હોય તેને પણ કહો ; આમ લડાઈ કરવાથી કંઈ ન થાય. અને હા, તમારે આ છોકરા ને આવું બોલવાનું નથી આવતું કે આખું ગામ માસ્ક જ નથી પહેરતું. 

જે ના દેખાય પહેરતુ તો તેને કહેતા શીખો.

ઓકે! ચાલો, હવે જાઓ તમે. 

પછી પેલો સર ચૂપ થયો.


Rate this content
Log in