ગણપતિ વિસર્જન
ગણપતિ વિસર્જન
ગણપતિ વિસર્જન ખરેખર ખુશી નો ત્યોહાર છે?
મને મનમાં વિચાર આવ્યો,
કોઈ ઘરમાંથી જાય તો તેના માટે તો આંસુ આવી જાય છે તો ગણપતિ વિસર્જનમાં ગુલાલ છાંટવો જોઈએ? , ડાંસ કરવો જોઈએ?, વગેરે...
ઘણી બધી એવી વાતો છે જે ખરેખર ના કરવી જોઈએ.
એક દિવસની વાત છે જે દિવસે ગણેશ ચતુર્થી હતી. જેમાં એક પરિવાર ના સભ્યો બધા જ ધૂમ-ધામ થી ગણપતિ ની મૂર્તિ લાવ્યા હતા. અને ઘરની અંદર સ્થાપિત પણ તે મૂર્તિ ને.
રોજેરોજની આરતી થાય, ભોગ ચઢે ને શણગાર પણ કરે.
5 કે 6 દિવસ જેવું ચાલ્યું ને તે દિવસ આવ્યો જે દિવસે ગણપતિ વિસર્જન હતું.
તે દિવસે પણ ગણપતિ વિસર્જન કરવા તેઓ તૈયાર થયેલા, બધા જ ખુશ ને ડાંસ પણ કરતા હતા.
ગણપતિ જી ની મૂર્તિ જ્યારે પાણીમાં ડૂબાડી રહ્યા હતા ત્યારે તે ડૂબતી તો ન હતી, પણ તે પરિવારમાં રહેતું નાનું બાળક ડુબી ગયું.
મતલબ કે નાના બાળકને ખબર ન હતી કે પાણી કેટલુ ઊંડું છે? તેથી તે આગળ વધ્યું ને ગણપતિ વિસર્જન પહેલા તેનું વિસર્જન થઇ ગયું.
દુખ ની વાત તો હતી પણ હું આમાં વિચારતો હતો કે જ્યારે તે પરિવાર ભગવાનને પૂછે કે :
હે, પ્રભુ અમે તમારી આટલી સારી સંભાળ રાખી , રોજેરોજનો ભોગ ચઢાવ્યો . પણ અમને તમે શું આપ્યું બદલામાં?
હું આમાં વિચારતો હતો કે જો ભગવાન એમ કહે કે મેં ક્યા કીધું હતું કે મારી મૂર્તિ લાવી આવું બધું કરો? મેં ક્યા કીધું હતું કે તમે મને વિસર્જન પણ કરો?
એક તો વાત છે ડૂબતી નથી મૂર્તિ ને માણસો બળ લગાવીને પાણીમાં તે મૂર્તિ ને મારી નાખે છે.
ખરેખર હું આ બધું જોવું હસુ આવે છે .
પેલું ગીત પણ છે ને: "अगले बरस आना है आना ही होगा "
આ ગીત વિશે મારે એટલું જ કહેવું છે કે " કોઇ આવતું નથી આપણે લાવીએ છીએ."
