હેપ્પી બર્થ ડે
હેપ્પી બર્થ ડે
મને હજુ પણ યાદ છે . જ્યારે હું નાનો હતો ત્યારે હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. જેમાં હું બધાનો ક્યારેક ને ક્યારેક આવતો જન્મદિવસ જોતો જ. બીજાના જન્મદિવસમા તેને અલગથી મળીને "હેપ્પી બર્થ ડે" કહી અને પછી ચોકલેટ પણ માંગતા. પછી તે દિવસે પ્રાર્થના ના સમયમાં તેણે બધા આગળ ઉભો/ઉભી કરીને તેને બધા ગાન કરી જન્મદિવસના અભિનંદન કરતા.
કંઈક આવી રીતે :
અભિનંદન અભિનંદન
જન્મદિવસ ના અભિનંદન
ઘણું જીવો ઘણું જીવો
રાજદિપ ભાઈ તમે ઘણું જીવો
ઘણું ભણો ઘણું ભણો
રાજદિપ ભાઈ તમે ઘણું ભણો !
આવું ગાઇને અમે તેને શુભકામનાઓ આપતા.
હું પણ પોતાની વાટ જોતો કે મારો વારો ક્યારે આવશે?
આવી રીતે અમે તેનો દિવસ મસ્ત મજાનો બનાવતા.
