STORYMIRROR

Rajdip dineshbhai

Children Stories Inspirational Children

3  

Rajdip dineshbhai

Children Stories Inspirational Children

હાસ્ય-1

હાસ્ય-1

1 min
7

લે, બેટા, ગણપતિ દાદાના લાડું, એમ મને કહી એક કાકાએ મારા હાથમાં એક લાડું આપ્યું. 

મેં તેને ગ્રહણ કર્યો અને તેમણે પણ ખાધો.

તેમની પાસે એક નાની સરસ મજાની દીકરી હતી. જેને આ લાડવો તો નહતો ભાવતો,

એટલે તેની પાસે એક ચોકલેટ હતી. તેણે તે ચોકલેટ ખાવાની શરૂ કરી. 

તે પેલા કાકાને દાદા દાદા કરીને બોલાવ્યા કરતી. 

તેને તે ચોકલેટ ફોડી અને તેના દાદાને કહે કે દાદા તમારે નથી ખાવી ? મીઠી છે. 

દાદાએ હસતાં જવાબ આપ્યો ચોકલેટ મીઠી જ હોય, બેટા.

હું પણ બાજુમાં બેઠો બેઠો અંદર અંદર હસતો હતો.

તેનાં દાદા કહે, મારે તો નથી ખાવું 

મેં તને મારો લાડવો આપ્યો તે તો તે ના ખાધો, તો હું કઈ રીતે ખાઈ લઉં તારી ચોકલેટ ?

દાદા પણ કોમેડી હતા. 

દીકરીએ જવાબ આપ્યો, 

હવેથી ખાઈ લઈશ, તમે પણ મારી ચોકલેટ ખાઈ લ્યો ને ! 

દાદા કહે આમેય મારે નથી ખાવી ચોકલેટ. 

ગણપતિ દાદાનો લાડું પણ ગળ્યો હતો.

દીકરી કહે : તો પછી એમ સીધું જ કહો ને, મારે નથી ખાવું.

દાદા પણ હસ્યા અને હું પણ.


Rate this content
Log in