STORYMIRROR

Rajdip dineshbhai

Children Stories Tragedy

3  

Rajdip dineshbhai

Children Stories Tragedy

ખોવાઈ ગયેલા

ખોવાઈ ગયેલા

2 mins
7

"નથી જવું, નથી જવું ." જતીન બોલી ઊઠ્યો.

હું બોલ્યો "ચાલ ને ચાલ જતા આવીએ સાંજ સુધીમાં પાછા આવી જઈશું."

ધ્રુમીલ : હા, રાજદીપ સાચું કહે છે. 

જતીન : "સારું ત્યારે, જઈએ."

ત્રણેય નીકળી પડ્યા ગામથી દૂર ક્યાંક ખેતરની વાડીમાં, રખડતા રખડતા ખબર ન હતી ક્યાં જવું છે ? પણ બસ ઘરે ઘરે રહીને કંટાળો આવ્યો હતો એટલે અમે ચાલતા ચાલતા નીકળી પડ્યા ત્રણેય જણા. વચ્ચે આવતી બોરડીના બોર પાડી અને પછી ભાગલા પાળી નીકળી પડ્યા. બોર ખાતા ખાતા રસ્તે આવતા પથ્થરોને લાત મારતા મારતા ક્યાં પહોંચી ગયાં ખબર ન હતી.  જતા જતા તો પહોંચી ગયા પણ વળવું ક્યાંથી ને આપણું ગામ ક્યાં

અંહી મને તે વાત યાદ આવે છે કે મંજિલ વગરનો માનવી હમેશાં ભટકે છે ને અંતે અટકે છે. સાંજ થઈ ગઈ, જતીન બોલ્યો "હવે શું કરવાનું કે, જવું તો જવું ક્યાંથી !"

હું બોલ્યો, "વાત તો સાચી છે. કે સાંજ પણ થઈ ગઈ અને ઘરે બધા ચિંતા કરતા હશે।"

એટલામાં ધ્રુમીલ બોલી ઊઠ્યો "આપણે તો ખોવાઈ ગયા છે મને પણ રસ્તો યાદ નથી."

ત્રણેય રોવા બેઠા, ઘણું રોયા પણ શું રોવાથી હળ નીકળે ?

એટલામાં એક અમારા ગામના નગીનભાઈ આવતા જોવા મળ્યા. તેમણે પૂછ્યું કે "તમે અંહી કઈ રીતે ?"

ત્યારે હું બોલી ઊઠ્યો, "ઘણી લાંબી વાત છે પણ ખરેખર અમે ખોવાઈ ગયા છીએ. અમને તમે ઘરે લઈ જાઓ ને !"

તે બોલ્યા, "બેસી જાઓ મારી બાઇક પર હું લઇ જાઉં તમને."

અમે ખુશ ખુશ થઈ ગયા. જાણે કે રણમાં અચાનક તળાવ મળી ગયું હોય ! ઘરે પહોંચી તો ગયા, પણ ઘરે મમ્મી તો ગુસ્સામાં હતી તો માર બવ જ પડી. પણ હા મને પણ દુખ લાગ્યું હતું મારા ઘરે જલ્દી ન આવવાથી મમ્મી ખૂબ રડી હતી. તેના લીધે એક નિર્ણય લીધો કે ક્યાંય જઈશ તો પૂછીને જઈશ નહીંતર ઘરે રહીશ.


Rate this content
Log in