કીર્તનકુંજ
કીર્તનકુંજ
એક શાળામાં નિકુંજ નામનો છોકરો ભણતો હતો. ત્યાં બધા જ તેના મિત્રો પણ ખરા, અને બધા શિક્ષકોની નજરમાં સુશીલ બાળક, હોશિયાર બાળક. ગામમાં જ શાળા હતી. એટલે નજીક પણ ખરી અને બીજું કાંઈ અલગથી ચિંતા પણ નઈ. રોજેરોજ શાળામાં જતો આ નિકુંજ પરીક્ષામાં પણ ઉત્તીર્ણ પણ થતો અને બધાનું દિલ પણ જીતતો. તેનાં ઘરની વાત કરીએ તો તે અને તેણે એક મોટો ભાઈ અને બીજી મોટી બહેન હતી. અને તેના પપ્પા અને તેની મમ્મી તો ખરા જ !
એક દિવસની વાત છે જ્યારે તેણે શિક્ષકો ફરવા જવાના હતા એવું જ કૈંક હતું. તેમાં તેના બધા જ મિત્રો પણ હતા અને તે પણ ખરો. તે દિવસે જે થયું તે મને આજે પણ સાંભળી મારું શરીર ધ્રૂજી જાય છે.
ખેતરમાં ગયેલા બધા મિત્રો અને શિક્ષકો પણ. ચાલતા ચાલતા આગળ બોર કરેલી હશે પણ કોઈને ખબર નહી હોય પણ બધાનું કિસ્મત સારું હતું જેથી તે બધા બચી ગયા. સિવાય નિકુંજના. બધા જ પાર થઈ ગયા અને નિકુંજનો વારો આવ્યો ને નિકુંજનો પગ છટકી ગયો ને તે તેમાં સીધો બોરમાં ઘૂસી ગયો. બધાની આંખો ફાટેલી રહી ગઈ. બચાવવાનો પ્રયત્ન પણ કરાય કઈ રીતે ?
ના હાથ પહોંચે ને ના તેને કંઈ પકડવાનો આધાર. બોરના અંદરનું વિચારીને મને પણ એવું થાય છે કે જાણે સમયે સાથ છોડી દીધો હોય. ઘણો પ્રયત્ન કર્યો બધાએ છતાં બચાવી ન શક્યા. ને બધા શિક્ષકો રોતા રહ્યા અને મિત્રો પણ. તેની યાદમાં તેના પપ્પા તે જ શાળાએ દરેક વખતે જમાડવાનો પ્રોગ્રામ કરે છે. ને બધાં બાળકો 2 મિનિટ ઓમ શાંતિ ઓમ શાંતિ બોલીને મૌન વ્રત કરે છે.
