કરાર
કરાર
ન્યુયોર્કની વિખ્યાત રેડ રોઝ હોસ્પિટલમાં એક નવજાત બાળકના અવતરણથી સૌ કોઈ હરખાઈ જાય છે. બાળકનું આગમનમાં જ હરખ સમાયેલો હોય છે, પણ આ બાળકનું ભાગ્ય જ કૈક અનોખું હતું. તેના અવતરણના થોડા કલાકોમાં જ બોલિવૂડ કિંગ ઝુબેરખાન તેને દત્તક લેવાની વિધિને આટોપી લેવાની હતી.
કાલિન્દી હોસ્પિટલના બિછાને પોતાની બાળકીને આવનારા વર્ષોનું પણ હેત આજ સમયે વરસાવી દેવા માંગતી હતી. ફૂલના કટકા જેવી બાળકીને જોઈ ને કાલિંદીને ખૂબ અચરજ થતું કે પોતાનાજ પિંડમાંથી બનેલું આ બાળક કેટલું વ્હાલું લાગતું હતું. આમ અચાનક તેની જિંદગીમાં આવેલો ઝંઝાવાતનું પરિણામ આટલું લોભામણું બની જશે એની તો કલ્પના જ નહોતી.
નર્સ બાળકીને આગળની કાર્યવાહી કરવા માટે લેવા આવી સાથે કાલિન્દીની મોમ સ્વારા ત્રિપાઠી પણ તેને સધિયારો આપવા બેડના ખૂણામાં બેઠી, માથે હાથ ફેરવીને કપાળે વ્હાલનું ચુંબન કર્યું. “મને ખબર છે દીકરી કે આ પળ તારા માટે ખુબ કઠિન છે, દીકરીને કોઈ પણ ઉંમરમાં વિખૂટી પાડવી મા માટે મુશ્કેલ જ હોય છે. જ્યારે તું પોતે કાચી કળી જેવી છે. તારી સાથે ઘટેલો બનાવ હવે તું ખરાબ સ્વપ્નની જેમ ભૂલી જજે અને તારા મનસૂબાને સાકાર કરજે.”
નવજાત બાળકીથી વિખૂટા પડતા દુઃખ સાથે તે તંદ્રામાં સરી પડી. એક વર્ષ પહેલાં જ કોલેજ શરૂ થતા જ ઝીયાન સાથે મુલાકાત થઇ. શરૂઆતથી જ તેની અને ઝીયાનની ચકમક થઇ જતી. એક ગ્રુપમાં હોવાથી હરવાફરવાનો પ્રોગ્રામ સાથે જ થતો, પણ પોતે હંમેશા ઝીયાનથી અંતર જાળવતી.
ઝીયાનની નઝરનો ભમરો કાલિન્દી જેવા મધુર ફૂલની મહેકથી દૂર કેવી રીતે રહે? કાલિન્દી તેને ઘાસ પણ નથી નાખતી તે જાણી ને તેને પામવાની ઈચ્છા વધુ પ્રબળ બની ગઈ. ઘર અને વતનથી દૂર લંડનમાં યુવાનો વધુ સ્વચ્છંદી બની જતા હોય છે. વડીલોની રોકટોકથી બચવા પણ આજના શ્રીમંત નબીરા વિદેશમાં ભણવાનો શોખ પાળે છે. કાલિન્દી એમ.પીના મોટા રાજકારણી ચંદ્રમોહન ત્રિપાઠીની દીકરી હોવાથી તેની દરેક અદ્દામાં શ્રીમંતાઈ છલકાતી હતી.
કાલિંદીના મનમંદિરમાં તો મુંબઈથી આવેલો રજત જ હતો જે ભલે શ્રીમંત નહોતો પણ તેની ગંભીરતા અને સૌમ્યતાની તે દીવાની હતી. વાતો વાતોમાં ઘણીવાર કાલી એ પણ રજતને ઝીયાનના નાપાક ઈરાદાની જાણ કરી હતી.
લોન્ગ વિકેન્ડને માણવા આખા ગ્રુપએ ત્યાંના નજીકના પર્યટન સ્થળ સ્ટોનહેજ જવાનું નક્કી કર્યું. મીની બસ દ્વારા બધાજ છોકરા છોકરી ત્યાં પહોંચ્યા. ખાણીપીણી અને ચારે તરફ તોફાની હિમવાતથી યુવાન હૈયા વધુ નજીક આવ્યા. કાલિંદીની ખાસ ફ્રેન્ડ સૌમ્યા તેના બોયફ્રેન્ડ હેરી સાથે બહાર કૅમ્પફાયરમાં બેઠી હતી. અચાનક તેઓ એકબીજામાં ખોવાઈ ગયા અને હેરીના રૂમમાં ચાલ્યા ગયા. બનાવનો લાભ લઈને ઝિયાને તેની સ્ત્રીમિત્રને કાલિંદીના રૂમમાં મોકલી. તેને વાઈન પીવા આમંત્રિત કરી.
બધા જ મિત્રો શરાબની છોળમાં પોતાની યુવાનીના મદહોશમાં રાચતા હતા. લાગ લઈને ઝિયાને કાલિંદીના ડ્રિંક્સમાં કોઈ ગોળી સરકાવી દીધી. બધા જ નશામાં ચૂર હતા. પરિસ્થિતિનો લાગ લઇને ઝિયાને બેભાનાવસ્થામાં કાલિંદીને તેનાજ રૂમમાં મુકવા જાય છે તેમ જણાવીને બધા ફ્રેન્ડને ગુડનાઈટ કર્યું.
ઝીયાન જેની ખૂબ વખતથી રાહ જોતો હતો તે ઘડી આવી ગઈ. આખરે કાલિંદીના અભાનપણાનો લાભ લઇ લીધો.
વહેલી સવારે જયારે સૌમ્યા રૂમમાં પ્રવેશી ત્યારે તેને પરિસ્થિતિની જાણ થઇ. તેને પોતાની ગેરહાજરીનો પસ્તાવો પણ થયો. તેને કાલિન્દીને ઉઠાડીને હકીકતની જાણ કરી. કાલિન્દી ઘેનમાં હોવાથી તેને જરા પણ યાદ નહોતું આવતું કે તેની સાથે રૂમ સુધી કોણ આવ્યું ?
સૌમ્યાએ આ વાત કોઈને ન જણાવવા કાલિન્દીને સમજાવી. વાત વધુ ફેલાશે અને ઘર સુધી જશે તો ઘરવાળા પાછા બોલાવી લેશે. બીજે દિવસે રૂમમાંથી ચેકઆઉટ કરવા જતા ઝીયાનનું ઝેડ આલ્ફાબેટવાળું પેન્ડન્ટ નઝરે ચડ્યું.
કાલિન્દીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેને ઝીયાનને મળવા બોલાવ્યો. આખી હકીકત ઝીયાન સમક્ષ આવી જતા તેને કાલિન્દી સામે ગુનો કબુલ્યો, પણ તે આ સંબંધમાં આગળ વધવા પણ સંમંત હતો. આ સાંભળીને કાલિન્દી વધુ ગિનાઈ તેને ઝીયાનને એક તમાચો મારી દીધો. પામવી હતી તો સંમિતિથી પામવી હતી, આમ ચોરની જેમ બેભાન અવસ્થામાં તે મારી પર બળાત્કાર જ કર્યો છે હું તને ક્યારેય માફ નહિ કરું પણ તારું આ પેડન્ટ તને ધિક્કારવા માટે હંમેશ મારી પાસે રાખીશ.
મિડવેકેશન માટે સૌ સ્ટુડન્ટ વિસ દિવસ પોતાના વતન આવી ગયા. બનાવને લગભગ સાડાચાર મહિના થઇ ગયા હતા. કાલિન્દીએ એક દુઃસ્વપ્ન સમજીને લગભગ ભુલાવી દીધેલો ભૂતકાળ ઝબલપુરમાં અચાનક સામે આવી ગયો. મોલમાં શોપિંગ કરતા તેને અચાનક અંધારા આવ્યાં અને તે પડી ગઈ. ભાભી તેને સીધી દવાખાને લઇ ગયાં.
આખી હકીકત બહાર આવી ગઈ. બાળક પડાવાનું પણ હવે ખુબ જોખમ હતું. કાલિંદીના પિતા માટે આ હક્કીકત બહાર આવે તો ખુબ મુશ્કેલી થાઈ તેમ હતું. ઝીયાનના પિતા લોકપ્રિય બોલિવૂડ એક્ટર ઝુબેરખાનને તાત્કાલિક મિટિંગ માટે બોલાવ્યા. પોતે બદનામ થશે તો તે ઝુબેરને અને ઝીયાનને પણ નહિ છોડે. બંને પક્ષના નિજી સલાહકારોએ વચ્ચેનો રસ્તો અપનાવ્યો.
કાલિન્દી અને ઝીયાન હજી સગીર પણ નહોતા એટલે જ તેઓનો સંબંધ પણ સમજૂતીથી બહાર પડે તો આગળની કેરિયેર જોખમાઈ. કિંગખાનને દીકરાની દિલ્લગી ભારે પાડવાની હતી.
અમેરિકા જઈને કાલિંદીના બાળકને બોલિવૂડ સ્ટાર ઝુબેરખાનનું સરોગસી દ્વારા જન્મેલું ઠરાવીને ઘરની વાત ઘરે સચવાઈ જવાથી બધાનો જીવ હેઠો બેઠો.
પોતાની પ્રપૌત્રીને જોઈને યુવાનીમાં કરેલી નાનીમોટી દિલ્લગી યાદ આવી ગઈ. હસતા હસતા ઝીયાનને ગાલ પર ટપલી મારી બોલ્યો, “બાપ જેવા બેટા ને વડ તેવા ટેટા...”