વેર નું વાવેતર
વેર નું વાવેતર
નિશ્રા આજે સવારથી ખુબ ખુશ હતી. આજે તેને સ્કૂલમાંથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને ગણપતી ફૂલે જવાનું હતું. સવારે વહેલી ઉઠીને તે પોતાનો નિત્યક્રમ પતાવીને તૈયાર થઈ ગઈ. આજે તેના ડેડી ડોક્ટર ઉદય દેસાઈ જે શહેરના ખ્યાતનામ મનોચિકિત્સક છે. તેની દીકરીને પોતાના બીઝી લાઈફમાંથી દીકરી સાથે રહેવાનો સમય કાઢી જ લેતા. નિશ્રાની મોમ રચના પણ એક ખ્યાતનામ ડેન્ટિસ્ટ હોવાથી તે પણ હંમેશા નિશ્રા ના સ્કૂલના સમયમાં તેમનું ક્લિનિક સંભાળતાં. નિશ્રા જયારે બે વર્ષની હતી ત્યારે જ કૃચ્છના ધરતીકંપના નિરાશ્રિત છોકરી રેવાને ઉદયભાઈએ નિશ્રાની દેખભાળ માટે રાખી હતી. આમ ચાર જણનો તેમનો સુખી સંસાર હતો.
આખો દિવસ નિશ્રાએ તેની ફ્રેન્ડ્સ સાથે હસીખુશીથી વિતાવ્યો સાંજે પાછા બધા બસમાં બેસી ગયા. શિક્ષકે બાળકોની ગણતરી કરી એક છોકરી ઓછી હતી પૂછપરછથી માલુમ પડ્યું કે નિશ્રાની ખાસ બેનપણી મેઘા હજુ પણ ઝાડ નીચે હીંચકા ખાતી હતી. તેમને નિશ્રાને તેને લઈ આવાનું કહ્યું. નિશ્રા દોડતી દોડતી મેઘાને બોલાવા પીપળાના ઝાડ પાસે પહોંચી તેને મેઘા ને કહ્યું "ચાલ જલ્દી મોડું થાય છે બધા તારી રાહ જોવે છે હું તને લેવા જ આવી છું." મેઘા રમતિયાળ સ્વભાવની હતી તેને હજુ વધારે હીંચકા ખાવા હતા તેથી નિશ્રાએ તેને કહ્યું "તું મારી સાથે નહિ આવે તો તારી કટ્ટી.." આમ કેહવાથી મેઘા તેની સાથે ચાલી નીકળી.
હસતા રમતા સૌ ભૂલકાઓ સાંજ પડતા પાછા શાળાએ આવી ગયા. રચના જ નિશ્રાને લેવા ગઈ હતી તે નિશ્રા જોતા જ તે જરા ઢીલી દેખાઈ પણ કદાજ તે થાકી ગઈ હશે તેવું માનીને વધુ પૂછપરછ નહિ કરી. થાકેલી હોવાથી તે આજે...
રાતનાં બરાબર ત્રણ વાગે રચનાને નિશ્રાની ચીસ સંભળાય. તે દોડતી દોડતી નિશ્રાના રૂમ તરફ જતી હતી ત્યાં તેને રસોડામાંથી અવાજ સંભળાયો. ત્યાંનું દ્રશ્ય જોય ને તે ખુબ ગભરાય ગઈ. પાણી નું માટલું ઉંધુ પડ્યું હતું. ફ્રીઝની બધી વસ્તુ વેરણછેરણ પડી હતી. સાંજે જ લાવેલું બ્રેડનું પેકેટ લગભગ પૂરું થઇ ગયું હતું. બીજા ફળો પણ અડધા ખાઈ ને ફેંકેલા હતા. દૂધનો રેલો નિશ્રાના પગ પાસેથી નીકળતો હતો, રચના નિશ્રાને જોઈ ને ડઘાઈ ગઈ."ઓ બાપરે.." નિશ્રા કેમ આટલી બિહામણી લાગતી હતી તેના વાળ અચાનક જાણે કોઈ ડાકણ જેવા ભયંકર લાગતા હતા. આખો ચારે બાજુ ચકળવકળ ફેરવીને જીભથી હોઠને લૂછતી હતી. પળવાર માટે તો રચનાને લાગ્યું કે આ નિશ્રા છે જ નહિ. ત્યાંજ પાછળથી ઉદય આવ્યો. નિશ્રાની દશા જોઈને પણ નવાઈ પામ્યો પણ એક મનોચિકિત્સક હોવાથી તેને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા. આક્રમક બનેલી દીકરીને સોડમાં લઈને શાંત પાડવા પ્રયત્ન કર્યો. અચાનક નિશ્રા કંઈક જુદી જ ભાષામાં બોલતી હતી. રચનાએ પણ તેને પંપાળીને શાંત કરવા પ્રયત્ન કર્યો. ઘરમાં ઘોઘાટ સાંભળીને રેવા પણ બહાર દોડી આવી. તેને કંઈજ સમજ જ નહોતી પડતી કે નિશ્રા ને થયું છે શું?
મહામુસીબતે ઉદયે નિશ્રાને શાંત પાડી અને પોતાના રૂમમાં સુવા લઈ ગયો. સવાર પડતા જ નિશ્રા સુનમુન અને હાવભાવ રહિત લાગી. રચનાએ તેની ક્લિનિકમાં પણ રજા મૂકી દીધી. ઉદયે નિશ્રાની સારવાર કરવા જરૂરી ટેસ્ટ પણ કરાવી લીધા અને દવા પણ ચાલુ કરી દીધી. રચના અને રેવાને નિશ્રાની ખુબ ચિંતા થતી હતી. બંનેને કાલનો બનાવ સાધારણ નહોતી લાગતો. ઉદયના કેહવા પ્રમાણે નિશ્રા બિપૉલર મનોચિકિત્સક વ્યાધિથી પીડાઈ રહી હતી. તેમાં વ્યક્તિની બે અથવા ત્રણેક વ્યક્તિનો પ્રભાવ જોવા મળે વળી ક્યારેક તે ખુબ તાકાતવાન થઈ જાય તો ક્યારેક સાવ શિથિલ. બે ત્રણ દિવસ પછી નિશ્રા અચાનક સાઇકલ ચલાવતા ચલાવતા વોચમેન પાસે બીડી માંગતી હતી. વોચમેન પણ ગભરાઈને ઉદયને ફરિયાદ કરવા લાગ્યો. નિશ્રાને દવાની અસર થતી હોય તેવું નહોતું લાગતું. ક્યારે તે આખા દિવસમાં કશું જ ન ખાતી અને ક્યારે કે ઘરના બધાનું ખાવાનું ખાઈ જતી .રાતે એકાંતરે તેને માનસિક હુમલા આવતા ત્યારે ઘણીવાર તેનો અવાજ પુરુષ જેવો લાગતો વળી કાગળની બીડી બનાવીને તે પીવા નો પ્રયત્ન કરતી. હદ્દ તો ત્યારે થઈ ગઈ કે જીવ માત્રને બચાવનારી નિશ્રા કીડી ના દર માંથી કીડી ખાતા પકડાઈ. કોઈ પનામની છોકરી જે પૂર્વભારતમાં રહેતી હોય તેવી બોલી બોલતી વળી તેને જ કીડી ખાવી બહુ ગમતી એવું પણ ધીરે ધીરે જાણવા મળ્યું. રચના ભણેલી ગણેલી અને મોર્ડન જમાનાની હોવા છતાં નિશ્રાના વર્તનથી ખુબ ગભરાયેલી રહેતી તેને એવું લાગતું હતું કે કોઈ પ્રેતાત્માની જ અસર નિશ્રા પર પડી છે. હવે તો આજુબાજુ અને સ્કૂલમાં પણ નિશ્રાની માંદગી વિષે સૌ જાણી ગયા હતા. કોઈ તેની બેનપણી પણ તેની સાથે રમવા આવતી નહિ. તેની આ દશા રચનાથી પણ જોવાતી નહિ તેને કોઈ ભૂત ભગાડનાર ભુવા કે બાબાની શોધ ચાલુ કરી. રેવા પણ તેનાથી બનતા પ્રયત્નો કરતી. નિશ્રા આક્રમકઃ અવસ્થામાં રેવાનું ગળું દાબતી તેના વાળ ખેંચતી અને કેહતી કેમ તે દયાનંદ ને છીનવી લીધો મને મારી ને મારા વર સાથે જ સંસાર માંડયો એવું બધું મરાઠીમાં બોલતી. આમ ત્રણ આત્માની છાયા નાનકડી નિશ્રાને હેરાન કરતી.
ડોકટર ઉદયે પણ નિશ્રાની બીમારીની ચર્ચા દેશવિદેશ ના નિષ્ણાતો સાથે કરી હતી અને બે જ દિવસ પછી તે કોન્ફ્રરન્સમાં જાય ને તેના ચુકાદા પર આવવાના હતા. રચનાની મિત્ર કેતકીએ તેને પ્રોફેસર વિવેકાનંદનો ફોન નંબર આપ્યો. રચના આ વાત ઉદયથી ગુપ્ત રાખતી કે તે કોઈ બીજી વ્યક્તિની મદદથી નિશ્રા ની સારવાર કરાવે છે. તેને પ્રો.ને ત્યારે જ બોલાવ્યા જયારે ઉદય પુના કોન્ફ્રરેન્સ માટે નીકળ્યો.
ઘરમાં પ્રવેશતા જ પ્રો.ને બધી જ વાત કળી લીધી. તેમને જોતા જ નિશ્રા ફરી આક્રમકઃ બની તેને પ્રો.હુમલો કર્યો અને રેવા અને રચના પકડી શકતા ન હતા જાણે ત્રણ ચાર વ્યક્તિનો જોશ તેનામાં આવી ગયો હોય તેવું લાગતું. પ્રો તરત જ એક માદળિયું તેની સામે ધર્યું તેની સામે આવતા જ નિશ્રા ઢીલી પડી ગઈ. વિવેકાનંદે રચનાને કહ્યું કે તમારી દીકરી પર ત્રણ આત્માએ કબ્જો કર્યો છે.
હું મારી દિવ્યશક્તિથી જોઈ શકું છુ કે આ ત્રણ આત્મા કમોતે મરી છે. એક પારોમા નામની વેશ્યા જેને ચાર ગુંડાઓ ક્યાંક કર્જત પાસેના ફાર્મ માંલઈ ગયા હતા અને ડ્રગ્સનો વધુ ડોઝ આપવાથી તે મરી ગઈ અને તેને ત્યાં જ દાટી દેવાથી તેનો જીવ અવગતે ગયો છે. નિશ્રાના શરીરનો સહારો લઈને તે પેલા ચારને મારવા માંગે છે. બીજું પ્રેત માધુરી નામની સ્ત્રીનું હતું. તેની નાની બહેન અને તેનો પોતાના આદમી વચ્ચે પ્રેમ હોવાથી તેની નાનીબહેને જ તેને ઝેર આપીને મારી નાખી હતી. આમ તેને પણ બંને સાથે વેર વાળવું હતું ત્રીજું પ્રેત નદીમનું હતું ગામમાં કોઈ શેઠના ઘરે ખાતર પાડી ને આવતા મબલખ મિલકત જોઈ ને તેના ખાસ મિત્રએ તેનું કાસળ કાઢી નાખ્યું હોવાથી નદીમની બધી ઈચ્છા અતૃપ્ત રહી હોવાથી અને કસમ સાથે વેર વાળવા તેનો આત્મા ભટકતો હતો.
નિશ્રાના શરીરમાંથી ત્રણેય આત્માને કાઢવા પ્રો.એ હવન કરવો પડશે તેમ કહ્યું. આ સંભાળતા જ નિશ્રાએ ખુબ ધમાલ મચાવી અને પ્રો. કહ્યું અમે તમને આ હવન નહિ કરવા દઈએ એમ કહી ને જોર જોરથી હસવા લાગી. આ તેનું હાસ્ય એટલું ભયાનક હતું કે રેવા અને રચનાને આવનારી પળ માટે ચિંતા થવા લાગી. ત્યાં અચાનક ઉદય પાછો આવી ગયો, તેને રસ્તામાં ભેખડ પડવાથી આગળ વધવું અશક્ય બન્યું અને તે પાછો ફર્યો. તે પ્રોફેસર વિવેકાનંદને જોઈ ને ખુબ ગુસ્સો આવીયો તેને રચનાને પણ આવું શું કામ કર્યું? આવા ભુવા ભુતા થી પરિસ્થિતિ ક્યારેય સુધરશે નહિ.આવા જંતરમંતર પર ભણેલાગણેલા ક્યારેય વિશ્વાસ કરે? આવું સાંભળતા જ પ્રો. એ ઉદયને કહ્યું કે "ખરેખર તમારી દીકરી પર ત્રણ આત્માએ કબ્જો કર્યો છે. મારા આ હવનથી સો ટકા તમારી દીકરી સાજી થઈ જશે." ઉદયે કહ્યું,"મેં તમને ના પાડી ને મને આવા કોઈ હવન પર વિશ્વાસ નથી. તમે ઘરમાંથી ચાલ્યા જાવ.." અફડાતફડી માં પ્રોફેસરે એક બરણીમાંથી જળ કાઢ્યું. એ જોતા જ નિશ્રામાંથી અવાજ આવ્યો કે અમને કાઢવાના પ્રયત્નો કરશો તો નિશ્રાનું શરીર અમે નિષ્ચેતન કરી નાખશું. ત્યાં જ અચાનક નિશ્રા ઢળી પડી. રચનાએ ભયથી ચીસ પાડી અને નિશ્રાને ઢંઢોળી, ઉદયે સીધો હોસ્પિટલમાં ફોન કરી ને એમ્બ્યુલન્સ બોલાવી. પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેમને અરેરેસ્ટ કરાવ્યા.
નિશ્રા છ મહિનાથી કોમામાં સરી ગઈ હતી. દુનિયાભરના ડોકટરોના ઈલાજથી પણ નિશ્રાના સાજા થવાના કોઈ એંધાણ દેખાતા ન હતા. પ્રોફેસર વિવેકાનંદ પર નિશ્રાની આ હાલત કરવા બદલ કોર્ટમાં કેસ ચાલતો હતો. પુરાવાની ગેરહાજરીથી તારીખો પડતી હતી. પ્રોફેસરે એક વાર જો નિશ્રાની સામે હવન કરવાની છૂટ મળે તો તે નિશ્રા સાજી કરી શકે એવી રજૂઆત કરી. ઉદય અને રચના પણ નિશ્રા ના સજા થવાની ઉમ્મીદ છોડી ચુક્યા હતા. રચનાના ખુબ સમજાવ્યા પછી ઉદય આ હવન માટે તૈયાર થયો.
હોસ્પિટલ માં જ નિશ્રાના રૂમમાં હવનની તૈયારી થઇ ગઈ. પ્રોફેસરે હવનની શરૂઆત કરી કોર્ટના અધિકારી અને પોલીસની હાજરીમાં હવન થઈ રહ્યો હતો. મધ્યાહ્ને જ ખુબ ચિત્કાર ના અને રડવાના અવાજોથી વાતાવરણ ભયભીત થઈ ગયું. તેઓ કેમે કરીને નિશ્રાના શરીર નો ત્યાગ કરવા નહોતા માંગતા. તેઓને વિવેકાનંદ પર ખુબ રોષ આવ્યો. હવનના જળના છટકાવથી નિશ્રા અચાનક બેઠી થઈ ગઈ. કોઈ ને નજીક આવવાની મનાઈ હતી, પણ જેવી નિશ્રા બેઠી થઈ તેવું જ પ્રોફેસર ભોંય પર પટકાયા અને ગેબી અવાજ સંભળાયો કે અમારા વેરની આડે આવનાર નો આજ અંજામ થશે. પ્રોફેસરના નશ્વર દેહ ને સૌ ભયથી તાકી રહ્યા.