સંભારણું
સંભારણું
શર્વરીએ જીવન સાથે સમાધાન કરીને પોતાનું જીવન અને તન તો પરીક્ષિત સાથે ગોઠવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પણ મન કદાચ આદિત્ય સાથે જ ચાલી ગયું હતું. હવે તેને મન વગર જીવવાની ટેવ પડી ગઈ હતી. કોઈ ફરિયાદ વગર પૂરી નિષ્ઠાથી તે પરીક્ષિતની પત્ની બની ને જીવતી હતી. ભીતરની અલ્લડ શર્વરી તો દસકા પહેલા જ ક્યાંક ખોવાઈ ગઈ હતી.
સામેની વોલક્લોકમાંથી એક નાનકડું પક્ષી સાત ટહુકા કરી અંદર જતું રહ્યું. રસોડા તરફ જતા તેને વિચારોને પણ લાંબા વાળની જેમ કસકસાવીને અંબોડામાં વીટી લીધા. આજે ચાંદની અને પરાગ પણ તેઓના મિત્રવર્તુળ સાથે 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી કરવા ગયા હતા. પરીક્ષિત પણ બે દિવસ માટે પુના મહત્વની મિટિંગ માટે ગયા છે. આજે તેને આ 'પ્રણયદિવસ'ને આદિની યાદમાં સમર્પણ કરવાનું મન થયું.
‘આદિત્ય’ નામમાં જ કેટલો ઉજાસ. શર્વરી અને આદિત્ય બંનેના વિરોધાભાસી નામની તેમની જુગલજોડી જોય ને સૌ કોઈ વાહ ! બોલી જતાં. બંનેના પરિવારે પણ આ જોડી પર લગ્નની મહોર મારી દીધી હતી. આદિત્ય થોડો આધ્યાત્મિક ખરો પણ શર્વરી પર તો તે જાણ છીડકતો.
આખરે આદિત્યના નામની મહેંદી શર્વરીના હાથે મુકાઈ જ ગઈ. અચાનક 'આદિ'એ રાતે પરીક્ષિત આદિનો ખાસ મિત્ર સાથે આવીને ઘરમાં અચાનક વીજળી પાડી. સ્વામી પરમેશશ્વરાનંદ પાસે દીક્ષા ગ્રહણ કરવી છે. મને સંસારની અસારતા સમજાઈ ગઈ છે. કશું એ શાશ્વત નથી. પરિવર્તન એ જગતનો નિયમ છે. મારા વિચારની જાણ આજે પણ ઘણી મોડી જ કહેવાય પણ નહિ તો બહુ મોડું થઇ જાત. પ્રેમ સામા પાત્રને મુક્ત કરે છે. પોતાની સાથે બાંધતો નથી. મારા પ્રેમની અનુભૂતિ તું વિશ્વમાં જ્યાં હોઈશ ત્યાં અનુભવી શકીશ.
પાંચ વાક્યમાં પોતાનો વિચાર કહી ને તે હિમાલય પાસેના કોઈ નાના ગામમાં વસી ગયો ત્યાંના બાળકોને ભણાવીને અને મહિલાઓનો દરજ્જો ઊંચો લાવીને એકદમ સાત્વિક જીવન જીવે છે.
પુરુષ કદાચ પ્રેમ કરીને લગ્ન કરીને તેની પ્રેમિકા કે પત્નીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં હંમેશા વિસરી જાય છે પણ સ્ત્રી એક વાર પ્રેમ કરીને આખો જન્મારો તેને ભૂલી નથી શકતી. પાનેતરની જેમ તેને મનના એક ખૂણામાં સંઘરીને વાર તહેવારે તેને પહેરીને તેના સ્થાને મૂકી જ રાખે છે. પછી તેને ભલે પરીક્ષિત જેવો પ્રેમી ખરા દિલથી તેનો સાથી હતો અને જાણવા છતાં કે મારો પ્રેમ તેના માટે પૂરો નથી પણ તે આ અધૂરપને ભરવા પુરી કોશિશ કરતો. ત્યાંજ સરસ્વતીચંદ્રની એક કડી યાદ આવી ગઈ.
"ચાંદ મિલતા નહિ સબકો સંસાર મેં,
હે દિયા હી બ્હોત રોશની કે લિયે."