Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Jayshree Patel

Thriller


4  

Jayshree Patel

Thriller


કોરોનાની હાર

કોરોનાની હાર

3 mins 169 3 mins 169

    મનોબળ જો મન સાથે જોડાય જાય તો તેના વિચારો તો બ્રહ્માંડ સાથે જોડાય જાય.

    આ એક એવા વ્યક્તિની વાત છે જે સત્ય છે પણ અશક્યનો ભાવ ઊભો કરે છે. એવી જ આ વાત બે મિત્રોની છે..ભાઈઓથી વધુ સંબંધોની મહત્વતા તેમના બે ઘરો વચ્ચે હતી. કુટુંબીઓ હોવા છતાં બંને સગા ભાઈની જેમ રહેતા અને મિત્રતા તો જાણે સુદામા કૃષ્ણની !

       રોમીત દેસાઈ અને કરત દેસાઈ બંને કાકા બાપાના ભાઈઓ પણ મિત્ર પણ એવાજ કે એકબીજાને મૂકી કાંઈ જ કરવા તૈયાર નહિ .કોઈ પણ ખૂણામાં હોય દિવસનો એક ભાગ તેમનો જ રહેતો. પાઠશાળાથી લઈ તેઓનો જીવન સંસાર એક નૈયા પર સવાર હતો. બંને ખુશ ને સુખી હતા.

         અચાનક વિશ્વમાં મહામારીનો ભીષણ વાયરસ આવી ગયો. કોરોનાએ આખા વિશ્વને અજગરની જેમ ભરડો લઈ લીધો છે. ત્યાં એક સાંજે કરત દેસાઈને ત્યાંથી સમાચાર આવ્યા કે તેને અને તેની પત્નીને સખત તાવ આવે છે. રોમીતથી ન રહેવાયું અને તે તેઓને લઈ હોસ્પિટલ પહોંચ્યો, કોરોનાના રિપોર્ટ પોઝીટીવ આવ્યો, પતિ પત્ની ને વિખૂટા પાડી દીધા. 

     પત્ની સાથે બે બોલ પણ ન બોલી શક્યો કરતને તેની ગંભીરતા જોઈ તેને વેન્ટીલેટર પર મૂકી દેવાયો. પત્નીને સૂરત શહેરથી દૂર કોરોનટાઈન કરી દેવાય. રોમિત તો હતપ્રત બની ગયો. કરતના પિતાને પોતાની પાસે લઈ આવ્યો. લોકોએ કેટ કેટલી મનાય કરી પણ લોહીની સગાઈ ઋણાનુંબંધનથી જોડાયેલી હતી. પિતા સમાન કાકાની સુશ્રુષામાં પડી ગયો.

  ત્રણ દિવસ પછી સમાચાર મળ્યા કે કિરતનું મૃત્યુ થયું છે..ને તેને થોડા જ સમયમાં સ્મશાને લઈ જશે. રોમિત સમય વેડફ્યા વગર હોસ્પિટલ પહોંચ્યો અને તેની જ સામે પ્લાસ્ટિકમાં વિંટાળી એક લાશ દૂર શહેરની બહાર પહોંચાડી દેવામાં આવી પોતાના જીગરના ટૂકડા સમાન ભાઈ મિત્રની પાછળ જઈ ચાર રૂપિયા ખવડાવી લાશને અગ્નિદાહ આપ્યો..ન મોઢું જોયું ન આંસું પાડ્યા ને એક વ્યક્તિ વિદાય થઈ ડાધુઓ વગર.

         શોક મનાવવાનો સમય પણ ન રહ્યો ને ત્યાં કાકાને હજુ કહે કે તમારો પિંડ તો રહ્યો નથી..ત્યાં કાકાએ વિદાય લીધી. ભક્તિમય જીવડો ન અગ્નિદાહ પામ્યો ન કોઈ શ્લોક મંત્ર..નજરો સામે અંતિમ દિવસે કોરોના ટેસ્ટ હકારાત્મક આવ્યો ને જીવ હોસ્પિટલમાંથી જ સ્મશાને ગયો. કુટુંબિયો પર તો ગાજ જ ધબકી..કિરતના પત્ની રોમિત ને કુંટુંબિયો તો હતપ્રત જ થઈ ગયા.

       કેવો ઈશ્વરનો કેર કહેવાય છે કે એની મરજી વગર તો પાંદડું પણ હાલતું નથી. કોણ જાણે કેમ રોમિતનું મન કિરતના મૃત્યુને સ્વીકારવા તૈયાર જ નહોતું. તેને એમ જ થતું કે કિરત પાછો જ આવશે. છતાંય બધી વિધિ પતી. કિરતના પત્નીના નામે બેન્કને તેની દરેક કાર્યવિધિમાં રોમિતની હાજરી તેની સાક્ષી રહી. તે વિચારતો કે બધું ભેગું કરતા કાકા અને કિરતના વર્ષો જ વહ્યા ગયા. તે એમને એમ જ મૂકી સમેટી ચાલ્યા ગયા.

        ઈશ્વરને કાંઈ બીજું જ મંજુર હતું. એક સવારે આરામ ખુરશી પર બેસી રોમિત વિચારી રહ્યો હતો કિરત કેવો ધીરગંભીર ,શરમાળ હતો..અરે રોમિત તેને બે કશ સિગારેટના મારવા આપતો તો પણ ડરતો આજુ બાજુ જોઈ પીતો..તો સામે આવેલા કાળના અજગરની એને ડર નહિ લાગ્યો હોય. અચાનક ફોનની રીંગ વાગી અને રોમિતની તંદ્રા તૂટી..કેટલાય દિવસથી તે મનોમન વિચારતો કે કિરત જીવતો છે એવાં સમાચાર મળે તો !

        અશક્યતા ભર્યા વિચાર..તે ભ્રમિત જિંદગી જીવે છે એવું તેના બાળકો પણ કહેતા. ફોનમાં કહેવામાં આવ્યું કે અમે મુંબઈની કોરોનાની જ્યાં ટ્રીટમેન્ટ અપાય છે ત્યાંથી વાત કરીએ છીએ. મી. કિરત દેસાઈ હવે કોરોના મુક્ત છે. તેમને લઈ જાવ. રોમિતને બે ક્ષણ તો જાણે કોઈએ હચમચાવી નાંખ્યો હોયને સમતોલન ગુમાવી દે તેમ ખુરશીનો સહારો લેવો પડ્યો.

         એના ભ્રમિત વિચારો મનથી મજબૂત હતા. તે શું બ્રહ્માંડ સુધી પહોંચ્યા..કિરતના લેવા ગાડી કરી તો તેને લાગ્યું કે તે ઉડન ખટોલાની જેમ ઊડે તો સારું. પહોંચતાજ બંને ભાઈઓ ખૂબ ભેટ્યા. કિરતને સુરતથી અહીં સારી ટ્રિટમેન્ટ મળે તેથી સવારની સિફ્ટવાળાએ મુંબઈ લઈ જતી એમ્બ્યૂલન્સમાં હોસ્પિટલવાળાએ જ મોકલ્યો હતો ને તેના જ પલંગ પર બીજા દર્દીને લેવામાં

આવ્યો પણ તે બે ત્રણ કલાકમાં મૃત્યુ પામ્યો હતો. બેદરકારી ગણો કે ભલમનસાઈ પણ કોઈને બદલે કોઈનું મૃત્યુ જાહેર થયું અને જે વ્યક્તિ મૃત્યુ પામી હતી તેના કુટુંબીઓમાં કોઈ હતું નહીં તે તો ફૂટપાથ પરથી લાવવામાં આવ્યો હતો.

જુઓ કિસ્મતના ખેલ પણ રોમિતને એક સુખ મળ્યું કે એક એવી વ્યક્તિને તેણે અગ્નિદાહ આપ્યો હતો કે તેનું જગતમાં આવવું કોઈ રીતે નિશ્ચિંત હતું પણ જવું તો બેનામી જ હતું..કોઈકનું ઋણ ચૂકવાયું તો બીજી બાજુ જાણે બુધ્ધની જેમ મહાભિનિષ્ક્રમણ કરી કિરતનું પાછું ફરવું..કહેવાય છે ને કે માનવ ધારે છે કંઈ ભગવંત કરે છે કાંઈ. કિરતને પિતાના મૃત્યુનું દુ:ખ હતું પણ કુટુંબને મળ્યાનો આનંદ. કોરોના ખરેખર હારી ગયો..!


Rate this content
Log in

More gujarati story from Jayshree Patel

Similar gujarati story from Thriller